Just beautiful: આ છે દુનિયાના સૌથી વધુ ચર્ચિત પાણીમાં તરતા રેસ્ટોરન્ટ!

clpmbp10_barachois011

દુનિયામાં કઈક નવું નવું જોવાની ઈચ્છા રાખતા વ્યક્તિઓ આવી નવી નવી પ્લેસીસ શોધી કાઢે છે અને બનાવવામાં પણ રસ ઘરાવે છે. જયારે લોકો ‘સફરનામા’ (યાત્રા) પર જાય છે ત્યારે આવી અમુક વસ્તુઓ તેમને માટે અંતિમ ક્ષણ સીધી યાદ રહી જાય છે.

ફૂડી લવર્સ માટે અને મનોરંજન માટે લોકો વિવિધ નવીનતમ રેસ્ટોરન્ટ બનાવે છે, જેના પ્રત્યે લોકોનું વધુ અટ્રેક્શન રહે. જેણે તો ફક્ત જોઇને જ આપણે આનંદ આવી જાય છે. અહી દર્શાવેલ રેસ્ટોરન્ટ પોતાના સ્વાદિષ્ટ વ્યંજન માટે તો પ્રખ્યાત છે જ સાથે તે પોતાની વિચિત્ર બનાવટ માટે પણ વિખ્યાત છે. પાણીમાં તરતા આ પ્રકારના અદ્ભુત રેસ્ટોરન્ટ ને ‘ફ્લોટિંગ રેસ્ટોરન્ટ’ કહેવામાં આવે છે.

સી પેલેસ એમ્સ્ટર્ડમ, નેધરલેંડ (Sea Palace, Amsterdam, Netherlands)

sea_palace_chinese_restaurant_1024x768

નેધરલેંડ નું આ રેસ્ટોરન્ટ યુરોપનું પહેલું ફ્લોટિંગ ચાઇનીઝ રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટ માં તમને ચાઇનીઝ આર્કિટેક્ચરનો ઉત્તમ નમુનો જોવા મળશે. નેધરલેંડ માં આ સૌથી યુનિક, ચર્ચિત અને લોકપ્રિય રેસ્ટોરન્ટ છે. તો જયારે તમે નેધરલેંડ જાવ ત્યારે અહીના વ્યંજનો ટેસ્ટ કરવાનો અને આને નિહારવાનું ભૂલશો નહિ.

કેટ બા બે રેસ્ટોરન્ટ, વિયેતનામ (Cat Ba Bay Restaurant, Vietnam) 

Catba-Island-02

આ રેસ્ટોરન્ટ ની બનાવટ ઘર જેવી જ બનાવવામાં આવી છે. આ સીફૂડ માટે પ્રખ્યાત છે. સીફૂસ લવર્સ માટે આ સારો એવો ઓપ્શન છે.

જમ્બો કિંગડમ રેસ્ટોરન્ટ, હોંગ કોંગ (Jumbo Kingdom Restaurant, Hong Kong) 

Jumbo-Floating-Restaurant

કદાચ ટીવી પર તમે આ પાણીમાં બનેલ રેસ્ટોરન્ટ વિષે જાણ્યું હશે. જો નો જાણ્યું હોય તો અમે તમને સારી રીતે આ રેસ્ટોરાં વિષે રૂબરૂ કરાવશું. આ હોંગ કોંગમાં પ્રખ્યાત છે. આમ તમને સીફૂડ, કોન્ટિનેંટલ વ્યંજનો સાથે ઘણી બધી લાજવાબ વેરાઈટીની ડીશો ખાવા મળશે.

આ રેસ્ટોરાં ની ખાસિયત એ છે કે આ ખુબ જ મોટું છે તેથી આની સાથે આમાં પાર્ક અને શોપિંગ મોલ્સ પણ બનાવેલ છે. આમાં એક સાથે ૨૩૦૦ લોકો ભોજન કરી શકે છે આ તેટલું વિશાળ છે.

નુસા પેંડા આઈલેન્ડ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, ઇન્ડોનેશિયા (Nusa Penida Island Floating Restaurant, Indonesia)

Quicksilver_Bali_Cruise

ઇન્ડોનેશિયા માં આઈલેન્ડ પર બનેલ નાનું રેસ્ટોરન્ટ છે. આમાં જવા માટે તમારે હોડીનો ઉપયોગ કરવો પડશે. કારણકે આની અંદર જવા માટે કોઈ રસ્તો નથી. અહીનું ભોજન ખુબ જ લાજવાબ અને વખાણવા લાયક છે.

બીબીક્યુ ડોનટ રેસ્ટોરન્ટ, જર્મની (BBQ Donut Restaurant, Germany)

bbqdonut_slide

આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં તરતા ટેબલ છે, જેના પર ભોજન સર્વ કરવામાં આવે છે. વેકેશન માં જ્યાં જર્મનીમાં જાવ ત્યારે તમે અહી જઈ શકો છો. આમાં એક એડવેન્ચર છે. આમ તો જર્મનીમાં ઘણા બધા રેસ્ટોરાં છે પણ આની વાત કઈક અલગ છે. સાચે જ પાણીમાં બેસીને ભોજન કરવાની મજા નિરાળી હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,362 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>