વાઈફ : સાંભળો ને?
માળિયામાંથી બોક્સ ઉતારી આપો ને
મારો હાથ નાનો પડે છે તેથી પહોચતો
નથી…
.
.
.
હસબન્ડ : તો તારી જીભને try કરને..
.
.
પછી શુ ઢૂમ, ઢીશૂમ અને ઘડાક….
*************************
છોકરો : તુ ખુબજ સુંદર છો
છોકરી : ઓહ જાનુ!
છોકરો : તું તો બિલકુલ પરીઓ જેવી છો
છોકરી : સાચું?
છોકરો : હા
છોકરી : અને તુ શું કરે છો અત્યારે?
છોકરો : મજાક.
****************************
પત્ની : જોવો, આપડી પડોસણ દરવર્ષે પોતાના પતિ સાથે
૧૫-૨૦ દિવસ માટે બહાર ફરવા જાય છે,
પણ શું તમે ક્યારેય લઇ ગયા છો??
.
.
.
પણ એ ના પાડી દે છે…
****************************
છગનઃ ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી કરાવવી છે. સાધારણ રીતે કેટલો ખર્ચો થશે?
ડોક્ટર મગનઃ ૩ લાખ રૂપિયા.
છગનઃ અને પ્લાસ્ટિક અમે લાવીને આપીએ તો?
ડોક્ટર મગનઃ તો ફેવિકોલ પણ લાવજો. મફતમાં ચિટકાડી દઈશ.
****************************
છોકરો : ચાહીશ હું તમે સવારે સાંજે..
છોકરી : અને બપોરે…
છોકરો : ૧ થી ૪ તો આરામ
ગુજરાતનો છુ બકા…
****************************
શિક્ષક :
૧) તેણે વાસણ ધોયા
૨) તેણે વાસણ ધોવા પડયા
આ બંને વાક્ય માં શું તફાવત છે ?
બકો :
પ્રથમ વાક્ય માં કર્તા અવિવાહિત છે
જયારે બીજા વાક્ય માં કર્તા વિવાહિત છે.
.
.
સાંભળીને સાહેબ ના આંખમાં પાણી આવી ગયા.