જો વીજળિનો કરંટ લાગવાથી વ્યક્તિનું થઈ રહ્યું હોય મૃત્યુ તો આ ઉપાય પાંચ મીનીટમાં બચાવી શકે છે જીવ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યક્તિનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે. પરંતુ ઘણી વખત માં પોતાની નાની એવી ભૂલ ના કારણે જીવથી હાથ ધોઈ બેસતો હોય છે. વરસાદ કે પછી ભેજવાળી સિઝનમાં ગુજરાતના તારો માં કરંટ આવતો હોય છે. ઘણી વખત આ તારને પડી જવાના કારણે પણ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે. આજે આપણે આવી સ્થિતિમાં શું કરું તેના વિશેની થોડી માહિતી જોઈએ.

ડોક્ટર કે કે અગ્રવાલ કે જેઓ હાર્ટ કેર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ છે અને પોતે હદય ડોક્ટર છે તેઓએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ નું કરંટ લાગવાથી મૃત્યુ થઈ જાય ત્યારે તે વ્યક્તિને કાર્ડિયોપ્લમનરી રીસસીટેશન (સીપીઆર) ની જુની ટેકનીક ૧૦ ફોર્મ્યુલા પ્રયોગ કરીને ૧૦ મિનીટમાં ભાનમાં લાવી શકાય છે. જેમાં પીડિતાનું હદય સો વખત એક મિનિટમાં દબાવવામાં આવે છે.

અર્થિંગનો તાર :
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સોકેટની અંદર ત્રણ પીન હોય છે, જેમાંની સૌથી ઉપરના કાણા વાળી પીન સાથે અર્થીંગ નો વાયર લગાવવામાં આવે છે. આ સોકેટ ની અંદર અડધી નો વાયર લીલા રંગનો તથા ન્યુટ્રલ વાયર કાળા રંગનો હોય છે. આ ઉપરાંત લાઈવ તાર લાલ રંગનો હોય છે. સામાન્ય રીતે કરંટ વાળા તારને neutral તાર સાથે જોડવામાં આવે છે. જ્યારે તેમાં વીજળી પ્રવાહ પસાર થશે ત્યારે તેની અંદરથી આરપાર જવાનું શરૂ થઈ જશે.

પરંતુ ઘણી વખત કરંટ વાળા તારને અડધી મળી જતા તેમાંથી પણ વીજળી પસાર થતી હોય છે. પણ અર્થીંગ વાયરને neutral સાથે છોડ્યા બાદ વીજળી પ્રવાહિત થતી નથી. આ વસ્તુ સમજવું થોડું મુશ્કેલ હશે, પરંતુ એક વખત સમજી લેવાથી તમે કરંટ લાગવાથી બચી શકો છો. કેવી રીતે લીલા રંગ ને સુરક્ષિત રંગ માનવામાં આવે છે, તેવી જ રીતે અર્થીંગ ને પણ સુરક્ષા માટે જોડવામાં આવે છે. જે લિક વાળી વીજળીને નુકશાન પહોચાડ્યા વગર સીધો જમીનમાં મોકલી આપે છે અને આવી રીતે અકસ્માત થતો અટકી જાય છે.

અર્થિંગની તપાસ દર છ મહિના પછી જરૂર કરાવો
મિત્રો દરેક લોકોએ અર્થીંગ ની તપાસ દર ચાર થી છ મહિને જરૂર કરાવવી જોઇએ. કારણકે સમય અને ઋતુ ની સાથે સાથે તેમાં ઘસારો થવા લાગે છે જેથી વરસાદના દિવસોમાં અર્થીગ ને હળવાશથી લેશો તો તેમાં શોક સર્કિટ થઈ શકે છે. તમે તમારી રીતે ટેસ્ટ લેમ્પ નો પ્રયોગ કરીને પણ અર્થીંગ ની તપાસ કરી શકો છો. જો કરંટ અને અર્થિંગ વાળા તારથી બલ્બ સળગાવીને જોવામાં આવે અને આ બે તારને જોડવાથી બલ્બ ન સળગે તો સમજી લેવું કે અર્થિંગમાં જરૂર કોઈ ખરાબી છે.

વીજળીના ઝટકાથી બચવા માટે હંમેશા આ વાતનું ખાસ ધ્યાન રાખો.
મિત્રો વીજળીના ઝટકા થી બચવા માટે સૌપ્રથમ ઘરમાં અર્થીંગ ના વાયર યોગ્ય હોવા ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત જે જગ્યાએ પાણી નો ઉપયોગ થતો હોય એવા ઉપકરણો નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બની શકે તો બે વાયર વાળા પીન નો ઉપયોગ કરતા ટાળો, તેની જગ્યાએ અર્થીંગ સાથેના ત્રણ પીન નો ઉપયોગ કરો.

માચીસની સળીઓનો ઉપયોગ ક્યારે પણ ન કરવો
તમે જોયું હશે કે ઘણા લોકો વાયરને રોકેટમાં લગાવવા માટે ટેમ્પરરી માચીસની સળીઓ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આ સળીયો ની અંદર ભેજ હોવાના કારણે કરંટ લાગી શકે છે. ઘણા લોકો બે વાયર ભેગા કરતી વખતે વીજળી વાળી ટેપ ના બદલે સેલોટેપ નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આવું કરવાથી ઘણી વખત શોક લાગી શકે છે.

ઘણા લોકો પાણી ગરમ કરવા માટે બેંડેડ ગીઝર નો ઉપયોગ કરતા હોય છે પરંતુ ચાલુ કન્ડિશન મા આ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા ગીઝરને જરૂર બંધ કરી દો, અને હીટર પ્લેટનો ઉપયોગ પણ ખુલ્લા તાર સાથે ન કરવો. નહી તો જે તારના પ્લગ ન હોય તે ક્યારે પણ ઉપયોગ ન કરવો. આ ઉપરાંત અમે ઘરની અંદર રબરના ચપ્પલ પહેરવાનું ચાલુ રાખો. અને દરેક ઘરમાં તમારે મીની સર્કિટ બ્રેકર અને અર્થ લીકેજ સર્કિટ બ્રેકર નો ઉપયોગ જરૂર કરો. જેથી કરીને તમારી ઘરમાં રહેલી નાની-મોટી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ માં નુકસાન ન પહોંચે.

કરંટ લાગ્યા પછી પાંચ મીનીટની અંદર જ કરો આ ખાસ ઉપાય તો બચી શકે છે જીવ
થોડી વખત અમુક નાની મોટી ભૂલ ના કારણે કરંટ લાગી જતો હોય છે. આ સમય દરમ્યાન યોગ્ય ઇલાજ કરવો ઘણો જ જરૂરી હોય છે. આ સમય દરમ્યાન સૌથી પહેલાં તમારે મેઈન સ્વીચ ને બંધ કરી દેવાની રહેશે. ત્યારબાદ લાકડાની મદદથી વાયરને પેલા શોક વાળા વ્યક્તિથી દૂર કરી દો. બીજાને બચાવવા માટે તમારા હાથનો ઉપયોગ ન કરવો.

શોક લાવનાર વ્યક્તિ માટે કાર્ડિયો પ્લમનરી નો તુરંત ઉપયોગ કરી દેવાથી શ્વાસ લેવામાં સરળતા રહેશે. તેના દ્વારા મૃત શરીર માં એ જોરદાર ઝટકો લગાવીને તેને ભાનમાં લાવી શકાય છે. શોક લાગવા સમયે વ્યક્તિને હોસ્પિટલ લઇ જવાનો સમય રહેતો નથી. તેથી તે જમીન પર વ્યક્તિને સુવડાવીને તેની છાતી દબાવીને ધબકારા આપો. તો આ ટેકનીકને સમજો અને સુરક્ષાનું હંમેશા ધ્યાન રાખો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,262 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>