જો તમને પણ ભગવાન પાસે દીવો પ્રકટાવાની ટેવ ના હોય તો શરુ કરો આજથી, થશે ઘણા ફાયદા…

અત્યાર ના યુગ મા પણ મોટેભાગે માણસો ભગવાન મા શ્રધા રાખે છે અને પૂજા પણ કરે છે પરંતુ એવું તો બનતું હોય છે કે તે રોજ ભગવાન સામે દીવો નથી પ્રગટાવવા. દીવો પ્રગટાવવો એક સારી ટેવ છે તેમજ માત્ર ધર્મિક દૃષ્ટિકોણ થી નહી પરંતુ તે આપડા સ્વાસ્થય માટે પણ સારું ગણવામાં આવે છે. તો ચાલો જાણીએ દીવો પ્રજવલિત કરવા થી થતા ફાયદાઓ વિશે.

તમને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે દીવો પ્રજ્વલિત કરવું ખાલી ઘર ને સુશોભિત નથી કરતું પરંતુ તે શરીર ને સ્વસ્થ તેમજ રોગમુક્ત પણ રાખે છે. દીવો પેટાવવા પાછળ આપડા વડીલો ના મત મુજબ તેનાથી ઘર પ્રકાશમય બની ઉઠે છે અને તેની સબીતે વિજ્ઞાન પણ આપે છે.

જો ઘર મા ઘી અથવા તો સરસવ ના તેલ નો દીવો પ્રજ્વલિત કરવામાં આવે તો તેની જ્યોત થી નીકળતો ધુમાડો વાતાવરણ માં રહેલ સુક્ષ્મ જીવો ના કણ ને બહાર કાઢે છે અને તે એક રૂમ શુધીકરણ નુ કામ કરે છે. દીવા મા રહેલ તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતા દૂર કરવામાં પણ મદદ કરે છે.

એવું પણ મનાય છે કે તેલ ના દીવા ઓલવાય ગયા બાદ કલાકો સુધી તેની ફોરમ ઘર મા વિદ્યમાન રહે છે. એવી જ રીતે ઘીનો દીવો ઓલવાયા પછી અંદાજીત ૪ કલાક સુધી તેની સાત્વિક અસર ઘરમા જોવા મળે છે. દીવો ઘર ને રોગમુક્ત બનાવે છે. દીવા સાથે જો એક લવિંગ પણ સાથે બાળવાથી તેની અસર બમણી થઇ જાય છે.

ઘી મા ત્વચા રોગ દૂર કરવાના અને બીજા ઘણા રોગો સામે રક્ષણ આપવાના ગુણ હોય છે. તેનાથી વાતાવરણ ને દુષિત કરતુ પ્રદુષણ પણ અટકાવી શકાય છે. એક જગ્યાએ પ્રજ્વલિત કરેલ દીવો આખા ઘર ને ફાયદો આપે છે પછી કોઈ પૂજા સમએ ત્યાં હોય કે ઘર ના બીજા રૂમ મા હોય. ધાર્મિક માન્યતા મુજબ ઘી સાથે અગ્નિ નો સંપર્ક વાતાવરણ ને સાત્વિક અને પવિત્ર બનાવે છે.

Comments

comments


3,675 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 2