જો તમે પણ જન-ધન ખાતા ધારક છો તો આ તમારા હોશ ઉડાવી દેશે જાણો કેમ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી ઝીરો બેલેન્સ ઝીરો ચાર્જ ના ખાતા માટેની જાહેરાત કરવામા આવી હતી અને જેનો ખૂબ પ્રચાર પણ કરવામા આવ્યો હતો જે પછી મોદી સરકારની મહત્વની યોજના જનધન ખાતા અંતર્ગત લાખો ગ્રાહકોએ જનધન ખાતા ખોલાવ્યા પણ બેંકો દ્વારા આ મામલે પોલમ પોલ ચલાવવામા આવી રહી છે માટે ૪ ફ્રી ટ્રાન્ઝેક્શન આપ્યા બાદ ઘણી બેંકો ખાતાંને દેવામા આવી રહ્યા છે.

અત્યારે ઘણી બેંકો દ્વારા આવા અકાઉન્ટને રેગ્યુલર ખાતામા ફેરવી દેવામા આવી રહ્યા છે બેંકોની આવી મનમાનીને કારણે ગ્રાહકોને તકલીફ સહન કરવાનો વારો આવ્યો છે અને જનધન ખાતા ધારકોને મહિનામા ૪ ફ્રી ટ્રાન્ઝેક્શન પણ આપવામા આવે છે અને જેના પર એકેય બેંક કોઈપણ પ્રકારના ચાર્જ ન વસૂલી શકે અને એ બાદ પૈસા ઉઠાવતી વખતે ચાર્જ લાગતો હોય છે પરંતુ હવે એવુ સામે આવ્યુ કે આ ૪ ટ્રાન્ઝેક્શન પૂરા થવા પર આવા ખાતાને બેંક દ્વારા ફ્રીઝ કરવામા આવી રહ્યા છે.

બસ એટલુ જ નહી પણ ૪ ટ્રાન્ઝેક્શન થઈ ગયા બાદ HDFC અને CITI જેવી બેંક કેટલીક બેંકો ૪ ટ્રાન્ઝેક્શન પર જનધન ખાતાને રેગ્યુલર ખાતામા બદલાવ કરી રહી છે અને તેવામા જનધન અકાઉન્ટ ખોલાવ્યુ હોવા છતા જો મિનિમમ બેલેન્સ મેન્ટેઈન નહી કર્યું તો ગ્રાહકોએ પેનલ્ટી ચાર્જ આપવો પડશે એવું કેટલીક બેંકો દ્વારા જણાવવામા આવ્યુ હતુ.

આ ઉપરાંત બેન્કોએ ફ્રી ટ્રાન્ઝેક્શનની વ્યાખ્યા જ બદલી નાખી છે અને આમા માત્ર ATM થી કાઢવામા આવેલા પૈસા પર જ નહી પણ RTGS અને NEFT બ્રાન્ચ વિથડ્રોઅલ ટ્રાન્સફર ઈન્ટરનેટ ડેબિટ અને EMI સહિતના આ ટ્રાન્ઝેક્શનનો પણ ૪ ફ્રી ટ્રાન્ઝેક્શનમા સમાવેશ કરવામા આવ્યો છે. એવામા જો કોઈ ગ્રાહકે ૪ ટ્રાન્ઝેક્શન પૂરા કરી લીધા તો તેમણે ૧ મહિના માટે રાહ જોવી પડશે એટલુ જ નહી ખાતા ધારકો માટે ઓનલાઈન સામાન ખરીદતી વખતે ભીમ એપ કે RuPay કાર્ડથી પણ પેમેન્ટ કરવા માટે અસમર્થ છે.

મહિનામા ૪ ટ્રાન્ઝેક્શન થઈ જવા પર બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી દેવામા આવી રહ્યા છે તેવામા એનો મતલબ કે ગ્રાહક ૨૦ દિવસમા બે વખત પૈસા ઉપાડી શકે અને ૨ વખત જ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકે અને ગ્રાહકે પોતાના પૈસાનો ઉપાડ કરવા માટે ફરી ૧ મહિનો સુધી રાહ જોવી પડશે. માટે આઈઆઈટી બોમ્બે ટેક્નિકલ રિપોર્ટમા BSBDA સાથે આ મુદ્દાને હાઇલાઇટ કરવામા આવ્યો હતો.

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા અને axis બેંક દ્વારા મહિનામા ૪ થી વધુ ડેબિટ ટ્રાન્ઝેક્શન આપવામા આવી રહ્યા નથી અને ૪ ટ્રાન્ઝેક્શન બાદ આ બેંકો દ્વારા ખાતાને સ્થિર કરી દેવામા આવે છે માટે HDFC અને સીટી બેંકે જણાવ્યુ કે જો ગ્રાહક ૪ ટ્રાન્ઝેક્શનની લિમિટ ક્રોસ કરી જાય તો તેઓ બેઝિક અકાઉન્ટને રેગ્યુલર અકાઉન્ટમા બદલી કરી દેશે.

કારણ કે ICICI બેંક દ્વારા અગાઉ પાંચમા ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવામા આવ્યો હતો પરંતુ તેઓ ચાર્જ ન વસૂલી શકે તેમ કહેવામા આવ્યા બાદ તેમણે વસૂલેલો ચાર્જ રિફન્ડ કરી દીધો હતો અને ICICI ૪ ટ્રાન્ઝેક્શનથી વધુ ફ્રી ટ્રાન્ઝેક્શન આપી રહી છે. અને અન્ય બેંકોએ ખુલાસો નથી કર્યો કે ૪ ટ્રાન્ઝેક્શન પછી તેઓ કઈ પદ્ધતિ અપનાવશે તે આગળ જાણવા મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,307 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>