1. ગીર નું જંગલ
મિત્રો તમે ગીર ના જંગલ વિષે તો સંભાળ્યું જ હશે. એશિયાઇ સિહો નું એક માત્ર રહેણાક એટ્લે ગીર નું જંગલ. આ જંગલ ગીર સોમનાથ જીલ્લામાં આવેલું છે. જે લગભગ 1400 ચોરસ કિલોમીટર માં ફેલાયુલું છે. અહી સિંહો સિવાઈ બીજા ઘણા પ્રાણીલો વાસ કરે છે જેમકે દીપડો, હરણ, કાળિયાર અને બીજા અનેક.
2. કચ્છ નું રણ
ગુજરાત ના કત્છ જીલ્લામાં આવેલૂ આ રણ ને કત્છ ના રણ થી ઓળખાઈ છે. આ રણ અરબી સમુદ્ર ની બાજુમાં આવેલું રમણીય સ્થળ છે. જેને આપણે રેતી અને મીઠાની અજાયબી પણ કહી શકીએ. આ રણ ની મુલાકાત લઈને મન પ્રસન્ન થઈ જાઈ છે.
3. કાકરિયા
અમદાબાદ સિટી ની વચ્ચે આવેલું આ જગયાનુ નામ છે કાકરિયા. અમદાવાદ માં કાકરિયા અને સાબરમતી આશ્રમ જોવા લાયક સ્થળો છે. કાકરિયામાં સાબરમતી નદીનું તાજું પાણી છે. આ તળાવ ની બાજુમાં ફરવાની કઈક મોજાજ અલગ છે.
4. સોમનાથ
ગીર સોમનાથ જીલ્લામાં આવેલું ભગવાન શિવની એક જ્યોતિર્લીંગ એટ્લે સોમનાથ મહાદેવ. આ મંદિર ની બાજુમાં છે દરિયાઈ વિસ્તાર જ્યાં ભગવાન ના દર્શન કરીને નાવાની માજાઈ કઈક ઓર છે.
5. સાપુતારા
સાપુતારા એક હિલ સ્ટેશન છે ત્યા ખૂલી હવા ગીચ જંગલ અને એક મસ્ત તળાવ આવેલુ છે. લોકો માટે તે ફરવા લાયક સ્થળ છે. આ સ્થળ ગુજરાત મા આવેલુ છે. ચોમાચામા ત્યા ખુબજ મજા આવે છે.
6. લક્ષ્મી વિલાસ પેલેસ
વડોદરા માં આવેલો આ મહેલ નું નામ છે લક્ષ્મી વિલાસ પેલેસ. આ મહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવમાં આવેલો. વડોદરા સિટી માં સ્થિત આ મહેલ કુલ 700 એકર જમીન માં ફેલાયેલો છે.
7. દ્વારકા
ભગવાન શ્રી કૃષ્ણ નું પ્રખ્યાત મંદિર એટ્લે દ્વારકા. આ મંદિર ચાર ધામ ની યાત્રા માનું એક મંદિર છે. આ મંદિર ભગવાન કૃષ્ણ નું પ્રાચીન સામ્રાજ્ય હતું. લોકો એમ પણ કહે છે કે ગુજરાત ની પૌરાણિક રાજધાની દ્વારકા હતી.
8. ગિરનાર
જુનાગઢ જીલ્લામાં આવેલો ગરવો ગિરનાર નું મહત્વજ કઈક અનેરું છે. આ પર્વત પર તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે. ભગવાન શિવ ની શિવરાત્રિ અને પરિક્ર માં માટે પ્રખ્યાત છે ગિરનાર. 9999 પગથિયાં ધરાવતો આ ડુંગર નું સૌંદર્ય કઈક અલગજ છે.
9. બગદાણા
ભાવનગર જીલ્લામાં આવેલું બાપા સીતારામ નું મંદિર એટ્લે બગદાણા. અહી સંત બાપાસીતારામે પોતાના અનેક પરચા આપેલા. આ મંદિર ની મુલાકાત લેતા જણાશે કે અહી રોજના લખો લોકો પ્રસાદી લે છે. પણ ક્યારેય અન્ન ની કમી અહી ઊભી થઈ નથી.
10. લોથલ
જૂની પૌરાણિક સિંધુ સંસ્કૃતિનો જીવતો જાગતો નમૂનો એટ્લે લોથલ. આ જગ્યા પૌરાણિક જગ્યા માની સૌથી સારી રીતે સચવાયેલી એક જગ્યા છે. અહી મુલાકાત માટે એક નાનું સંગ્રહાલય પણ છે અને તેમાં આભૂષણો, વસ્ત્રો, રત્નો અને વાસણો નો સંગ્રહ કરેલો છે.