જો તમે મચ્છર થી ત્રાહિમામ થય ગયા છો તો ખાસ અપનાવો આ ટિપ્સ

કેટલીક વખત ઘરમા મચ્છર થવાને કારણે ઘણી બીમારી થવાનો દર રહેતો હોય છે. આ સમસ્યાનુ નિવારણ માટે લોકો અનેક જાતના પ્રયોગો કરતા હોય છે તેમ છતા મચ્છર નો ત્રાસ ઓછો થતો નથી.

તેમજ ઘરમા મચ્છરોના આતંક થી બચવા માટે આપણે ઝેરીલા મોસ્કિટો કોઇલનો ઉપયોગ કરતા હોય છીએ. પરંતુ તેની જગ્યા પર કેટલીક કુદરતી વસ્તુઓથી પણ તેને દૂર કરી શકો છો.

મચ્છરોને દૂર કરવા જો તમે આજથી જ આ ઘરેલું ઉપાય અનુસરશો તો તમે આ સમસ્યાને મીનીટોમા જ દૂર કરી શકશો.

• રૂમમાં કપૂર સળગાવવાથી પણ મચ્છરો નાસી છુટે છે. કપૂરને ૧૫-૨૦ મિનિટ માટે સળગાવી ને ઘરમા રાખો. આમ કરવાથી મચ્છર થી કાયમ માટે રાહત મળશે. કપૂર સળવવાથી મચ્છર દૂર ભાગે છે.

• પૂરતા પ્રમાણમા નીલગિરીના તેલ અને લીંબુના તેલને લઇને તેનુ મિશ્રણ તૈયાર કરી લો. હવે તેને શરીર પર લગાવો. તેની સુગંધથી મચ્છર તમારી આસપાસ પણ આવશે નહીં.

• જે રીતે સ્વાસ્થ્ય માટે લીમડાના ખૂબ લાભદાયી છે તે જ રીતે તેનાથી મચ્છરોને પણ સરળતાથી દૂર કરી શકાય છે. તેના માટે લીમડો અને નારિયેળના તેલને યોગ્ય પ્રમાણમા લઇને તેનુ મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણને શરીર પર લગાવવાથી મચ્છર આપણાથી દૂર રહે છે. આ મિશ્રણની અસર ૭-૮ કલાક સુધી રહે છે.

• લવેન્ડરની સુગંધ પણ ખૂબ તેજ હોય છે. રૂમમા લવેન્ડરનુ રૂમ ફ્રેશનર છાંટવાથી પણ મચ્છર દૂર રહે છે.

• તુલસીના છોડને રૂમના દરવાજા પાસે રાખવાથી પણ મચ્છર ત્યાંથી દુર રહે છે. તુલસી મચ્છરોને ઘરમા પ્રવેશ કરવાથી રોકે છે. કારણકે તુલસીની સુગંધ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તે સિવાય લીંબુના છોડનો પણ ઉપયોગ કરી શકો છો.

• લસણ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી માનવામા આવે છે. લસણની સુગંધ માત્રથી મચ્છર આસપાસ પણ ભટકતા નથી. તેના માટે લસણને પીસીને નવશેકા પાણીમા ઉકાળી લો. આ પણીનો રૂમમા છંટકાવ કરી દો. જેનાથી રૂમમાં એક પણ મચ્છર આવશે નહીં.

 

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,366 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>