જો તમે ૪-૫ દિવસ માટે ઘરની બહાર ફરવા જાવ છો તો એ પહેલા ફ્રીઝરમાં રાખો આ સિક્કો, ઘરે આવીને તેનો કમાલ જોઈએ તમે ચોંકી જશો

મિત્રો હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે. વેકેશન દરમ્યાન બાળકોને રજા હોવાથી લોકો લાંબી રજા પર ફરવા માટે બહાર જતા હોય છે. જ્યારે લોકો ઘરની બહાર જાય છે ત્યારે ખાવાની અમુક વસ્તુઓ ફ્રિજમાં મૂકીને જતા હોય છે. અમુક વસ્તુઓ એવી હોય છે કે જેને આપણે સાથે લઇ જઈ નથી શકતા, પરંતુ ઘરે પાછા આવવાથી તાત્કાલિક તેની જરૂર પડતી હોય છે. તેથી તેને ફ્રિજમાં જ રાખવી પડે છે.

લોકો એવું વિચારતા હોય છે કે ખાવાની આ વસ્તુઓ ને ફ્રીજ ના નીચે ના ભાગ માં રાખવા કરતા ફ્રિજ ના ઉપર ના ભાગ માં એટલે કે ફ્રિઝરમાં રાખી દઈએ તો ત્યાં વધારે ઠંડી હોવાથી વસ્તુ ખરાબ થવાની શક્યતા ઓછી રહે છે. પરંતુ ઘણી વાર એવું બને કે ઘરની બહાર ગયા બાદ લાઈટ જતી રહેવાના કારણે કલાકો સુધી ફ્રીજ બંધ રહે છે. અને તેના કારણે ફ્રિજમાં રહેલી વસ્તુઓ ખરાબ થઈ જતી હોય છે. બની શકે છે કે લાઈટ આવ્યા પછી તે ખાવાનું ફરી ઠંડુ થઈને ફ્રેશ જેવું પણ લાગે પરંતુ તે ખાવું કોઈ ખતરાથી ઓછું નહિ રહે.

આ પ્રકારનો ફ્રિજમાં બગડી ગયેલો ખોરાક ખાવાથી કેવી રીતે બચી શકાય તેના વિશે આપણે જાણીશું. લાઈટ ગયા બાદ ફ્રીજ કેટલા ટાઈમ સુધી બંધ થઈ ગયેલું છે અને તેમાં રહેલો ખોરાક ખાવા લાયક છે કે નહીં તે જાણવા માટે એક ટેકનિકનો ઉપયોગ કરીશું. આ ટેકનિકમાં તમારે બહાર જવાના એક દિવસ પહેલા ફ્રીઝરમાં એક કપ પાણી ભરીને રાખી દો. સવાર સુધીમાં લગભગ આ પાણી માંથી બરફ થઈ ગયો હશે. આ જામી ગયેલા પાણીની ઉપર તમારે એક સિક્કો મુકવાનો રહેશે.

જ્યારે તમે વેકેશન માં બહાર ગયા હોય અને ઘરે પાછા આવો ત્યારે જો કપ માં મુકેલા આ બરફ ઉપર નો સિક્કો કફની બરાબર નીચે જોવા મળે તો તેનો અર્થ એ છે કે તમે ગયા બાદ કલાકો સુધી લાઇટ ચાલી ગઈ હતી. લાઈટ જતી રહેવાના કારણે બરફ માંથી પાણી થઇ ગયું હતું જેના કારણે બરફ પર રહેલો સિક્કો કપના તળીયે બેસી ગયેલો. પરંતુ લાઇટ પાછી આવી જવાના કારણે આપણી ફરીથી બરફ બની ગયેલું.

આશિકો કંપની નીચે પહોંચી જવાનો મતલબ એવો થશે કે ફ્રિઝરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુ ખાવા લાયક નથી. કારણકે કલાકો સુધી લાઇટ ન હોવાના કારણે ફ્રીજ બંધ પડેલું હતું. પરંતુ જો સિક્કો પહેલાની જેમ જ બરફની ઉપર તરફ હોય તો એનો અર્થ એ છે કે લાઈટ ગઈ નથી અને ખાવાનું પણ ફ્રેશ છે. જો આજ સિક્કો કંપની વચ્ચે કે પછી થોડો નીચે તરફ હોય તો એનો અર્થ એવો છે કે લાઈટ થોડાસમય માટે ગઈ હતી અને તુરંત પાછી આવી ગયેલી. તેથી ખાવાનું હજુ પણ સારું હોઈ શકે. પરંતુ તમારે ખોરાકને એક વખત ચેક કરી લેવું જેથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત ન થાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,172 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>