જો તમારા ઘરમાં પણ હોય ધન વેલ તો જાણી લો આટલી બાબત

ઘણા લોકો ઘરમાં ધન વેલનો છોડ લગાવે છે. આ લક્કી ટ્રી માનવામાં આવે છે. કહેવાય છે કે આ છોડ ઘરમાં લગાવવાથી પૈસા આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ધન વેલને ખોટી દિશામાં રાખવાથી નુકશાન થઇ શકે છે. આજે અમે તમને ધન વેલની અમુક ખાસ બાબતો જણાવીશું જેને સરખી જગ્યા પર ન રાખવાથી નુકશાન થઇ શકે છે. તો ચાલો જાણીએ ધન વેલ વિશે.

૧. ઘણા લોકો ઘરમાં ધન વેલ લગાવી રાખે છે પરંતુ ક્યારેય પણ એને રાખવાની દિશાનું ધ્યાન નથી રાખતા. વસ્તુ શાસ્ત્ર મુજબ ધન વેલ ત્યારે જ શુભ ફળ આપે છે જયારે એને સર્ખ્હી દિશામાં લગાવવામાં આવે.

૨. વસ્તુ વિજ્ઞાન મુજબ ધન વેલને ક્યારેય પણ ઉતર પૂર્વમાં નહિ રાખવી જોઈએ. એવું કરવાથી ઘરમાં લડાઈ ઝગડાનું વાતાવરણ બને છે અને કારણ વગર પૈસા ખર્ચાય છે.

૩. ધન વેલ ખુબ જ ઝડપથી વધે છે એટલા માટે એની વેલ ચારો બાજુ ફેલાઈ જાય છે જે જમીનને અડવા લાગે છે. પરંતુ શું તમને ખબર છે ધન વેલના પાંદડા જમીન પર અડવાથી રૂપિયાની અનાવશ્યકતા ખર્ચનું કારણ બની શકે છે. ધન વેલ એક રીતે માં લક્ષ્મીનું સ્વરૂપ છે.

૪. ઘરમાં હંમેશા ધન વેલની ફેલાયેલી વેલને કોઈ રસ્સીની મદદથી દીવાલ પર ચડાવી દેવું, કારણકે જે રીતે વેલ ઉપર આવે છે એ રીતે તમારા ઘરમાં તરક્કી નો રસ્તો વધારે આસાન બને છે.

૫. ધન વેલનો છોડ ઘણા લોકો પ્લાસ્ટિકની બોટલમાં લગાવે છે પરંતુ વસ્તુ મુજબ ધન વેલને હંમેશા કાંચ અથવા માટીના પાત્રમાં લગાવવું જોઈએ. કારણકે આ બંને વસ્તુ શુદ્ધ હોય છે.

૬. આપણામાંથી ઘણા લોકો ધન વેલ ઘરના આંગણામાં અથવા છત પર લગાવે છે પરંતુ શું તમને ખબર છે એનો વધારે લાભ ઘરની અંદર લગાવવાથી થાય છે. કારણકે આ એક ઇનડોર છોડ છે અને માં લક્ષ્મીનો એમાં વાસ હોય છે એટલા માટે એને ઘરની અંદર રાખવાથી ધન સંપતિ ઝડપથી વધે છે.

૭. ધન વેલને ક્યારેય પણ રાત્રે ન અડવું જોઈએ. એનાથી ધનનો વ્યય થઇ શકે છે કારણકે માનવામાં આવે છે કે રાત્રે છોડ પણ આરામ કરે છે.

૮. ઘરમાં લગાવેલી ધન વેલને ક્યારેય પણ કોઈને ન આપવી જોઈએ કારણકે એવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી બીજા લોકોની ત્યા જતી રહે છે. જેનાથી તમને શુભ ફળ નહિ મળી શકે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,648 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>