જો પત્નીમા હશે આ ત્રણ ટેવ તો તે ચમકાવી શકે છે પતિની કિસ્મત, જરૂર વાંચો…

હિન્દુ ધર્મ મુજબ ઘર ની વહુ-દિકરીઓ ને માતા લક્ષ્મી નું રૂપ માનવામા આવે છે. વહુ-દિકરીઓ ની ઘણી એવી ટેવો હોય છે કે જે પરિવાર ની ગરીબી માટે જવાબદાર હોય છે તો ઘણી ટેવો એવી પણ હોય છે કે જે ઘર મા સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. દરેક સફળ વ્યક્તિ ના જીવન પાછળ એક સમજદાર સ્ત્રી નો હાથ માનવામાં આવે છે. આ ઉક્તિ સાચી ત્યારે પડે છે જયારે તેમના મા આ ગુણ સમાયેલા હોય છે.

પત્ની ની આ ત્રણ ટેવ ચમકાવશે પતિ ની કિસ્મત :

એવું માનવામાં આવે છે કે ઘર ની મહિલાઓ જો ધારે તો ઘર ને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. વ્યક્તિ ના જીવન ને સુખદ બનાવવા મા મહિલાઓનો ફાળો વધુ જોવા મળે છે. એક પત્ની તેના પતિ ને દરેક મુશ્કેલી મા સાથ આપે છે તેમજ તેને સાચા રસ્તે લઈ જાય છે. દિકરી ના રૂપ મા માતા લક્ષ્મી સમાન છે. તો ચાલો જાણીએ પત્ની ની આ ત્રણ ટેવ વિષે કે જેનું અનુસરણ કરવાથી જીવન બદલાઈ જાય છે.

સવારે વહેલા ઉઠવું :

અત્યાર ના આ આધુનિક યુગ મા કે જ્યાં રોજ જીવન બદલાઈ છે ત્યાં લગ્ન બાદ પત્નીઓ નો સ્વભાવ પણ બદલાઈ ગયો છે. આજ ના યુગ મા પત્નીઓ ને સવારે વેહ્લું ઉઠવું ગમતું નથી કરતી પરંતુ આજ નો પુરૂષ તો હજુ સવારે વેહલી ઉઠતી સ્ત્રી ને જ વધુ ગમાડે છે. જો તમારી પત્ની ને પણ સવારે વહેલા ઉઠીને ઘર ના બધા જ કામ સમયસર અને વ્યવસ્થિત કરવા ગમતા હોય તો એવું માનવામાં આવે છે કે સવારે વહેલા ઉઠવા થી ઘર મા સુખ-શાંતિ નો સદાય માટે રહે છે. તેમજ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ગુસ્સો કરવો નહીં :

દરેક માનવી ના જીવન મા લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે તકરાર થવી એક સામાન્ય બાબત છે. પરંતુ ઘણી સ્ત્રીઓ નો સ્વભાવ ખુબ જ ખીજવાળો હોય છે. ખીજ તેમના નાક ઉપર જ રેહતી હોય છે. તેમના આવા ઉગ્ર સ્વભાવ ને લીધે ઘર મા કલેશ અને અશાંતિ રહે છે. તેમજ ઘણી સ્ત્રીઓ સ્વભાવે શાંત હોય છે અને જો તમારી પત્ની નાની-નાની વાત મા ગુસ્સો ન કરતી હોય તો સાચે જ તમે બહુ જ ભાગ્યશાળી વ્યક્તિ છો. આવી પત્નીઓ પતિ ના જીવન મા શાંતિ અને આનંદ નો રંગ ઉમેરી દે છે.

પોતાની ઈચ્છાઓ ને મર્યાદિત રાખવાની ટેવ:

આ સમય મા પત્નીઓ ફિલ્મો તેમજ સિરિયલો જોઈ-જોઈ ને પોતાના પતિ પાસે અવનવી ફરમાઈશો કર્યા કરતી હોય છે. આવા સંજોગો મા પતિ ઉપર આ દરેક ઈચ્છાઓ પૂરી કરવાનું દબાણ આવે છે. પરંતુ જો તમારી પત્ની સમજુ હોય અને તેની ઈચ્છાઓ સીમિત હોય અને તે તમારી આવક મુજબ પોતે એડજસ્ટ કરી લેતી હોય તો આવી પત્ની તમારા ભાગ્ય ને ચમકાવી શકે છે. જે પત્ની બિન જરૂરી ખર્ચ ન કરતી હોય તેમજ હોય તેટલા સાધન-સામગ્રીનો સદુપયોગ કરી બધું વ્યવસ્થિત રીતે સંચાલન કરતી હોય એ પોતાના પતિ નું જીવન સરળ બનાવી દે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,985 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>