ભારત સરકારે બાલસખા -૩ યોજના માટે ૩૦ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જેના અંતર્ગત ઓછા વજન વાળા જન્મેલા બાળકોને ખાનગી સંસ્થાના બાળરોગ નિષ્ણાંતના એન આઈ સી યુ (NICU) માં સારવાર આપવામાં આવે છે અને તેનો ખર્ચ હવે રાજ્ય સરકાર ઉપાડશે. આવા બાળકોને NICU માં સારવાર દરમિયાન એક બાળક દીઠ ખર્ચ અને સાથે તેની માતાને રહેવા તેમજ જમવાની વ્યવસ્થા અને અન્ય ખર્ચ કુલ મળીને એક દિવસના ૭૦૦૦ લેખે ૭ દિવસના કુલ અંદાજીત ખર્ચો ૪૯૦૦૦ રૂપિયા હવે થી સરકાર ચૂકવશે.
આ યોજના મુજબ ઓછા વજન સાથે જન્મેલા બાળકો ને NICU માં રાખવું ફરજીયાત હોય છે અને તેનો અંદાજીત ખર્ચો ૪૯૦૦૦ રૂપિયા નો આવે છે જે રાજ્ય સરકાર દ્વારા ચૂકવામાં આવશે. આ ગણતરી આરોગ્ય વિભાગ મારફતે કરવામાં આવી હતી અને રાજ્ય સરકારને સોપવામાં આવી હતી ત્યારબાદ આની આ દરખાસ્ત ની મંજુરી મળવાની સાથે ૩૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી અને જો કોઈ પણ બીજા હોસ્પિટલ થી તેમને ફેરવવા માં આવે તો પણ આ યોજના નો લાભ મળવાપાત્ર છે. બાળક ના જન્મ થી ૨૮ દિવસ ના સમયગાળા બાદ જો બીજા કોઈ પણ રોગ માટે તેને દાખલ કરવામાં આવે તો તે નવો કેસ ગણવામાં આવશે અને તેના ખર્ચ માટે હજુ સરકારે કોઈ નિયમ બાહર પાડ્યો નથી.
આ યોજનાનો લાભ કોને-કોને મળી શકે.
આખા રાજ્ય માં ૧.૫ કિલો થી ઓછા વજન સાથે જન્મેલા બાળકોને આ યોજના નો લાભ મળે છે અને તેના અંતર્ગત કોઈ પણ ખાનગી NICU માં ઉચી સારવાર આપવામાં આવે છે. નવજાત શિશુ નો વજન જો વધારે હોય અને જન્મ ની સાથે તેને રેસ્પિરેટરી ડિસ્ટ્રેપ સિન્ડ્રોમ, મેનીન્જાઈટીસ, મેટાબોલિક કોમ્પલીકેશન, બર્થ એક્સફેશીયા, મેકોનિયમ એસ્પીરેશન સિન્ડ્રોમ, હાઈ- પોગ્લાયસેમિયા, હાઈ-પોકેલ્શેમિયા, હાઈ-પરનેટ્રીમિયા જેવી બીમારી થી પીડાતા હોય તો આ યોજના અંતર્ગત સારવાર આપવામાં આવે છે.