બધા ધર્મ ના લોકો અલગ અલગ ભગવાનમાં માનતા હોય છે. હિંદુ ધર્મ માં દરેક ઘર માં મંદિર હોય છે. જે લોકો જે ભગવાન માં માનતા હોય તેની પૂજા તે સવારે અને સાંજે કરે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે હમેશા મંદિર પૂર્વ કે ઉતર દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં મંદિર ના રાખવામા આવે તો જીવન માં અનેક મુશ્કેલી ઊભી થાઈ છે. અને આર્થિક ખોટ આવે છે. જો મંદિર પૂર્વ કે ઉતર દિશામાં રાખવામા આવે તો ફાયદા થાઈ છે. અને આર્થિક પરિસ્થિતી સુધરે છે. મંદિર બનાવતા પહેલા અમુક ખાસ વાતો નું ધ્યાન માં રાખવામા આવે તો અનેક ફાયદા થાઈ છે.
આ વાતોનુ ધ્યાન રાખી ઘરમા બનાવો મંદિર
મિત્રો તમે જાણો છો કે દરેક ઘરમાં મંદિર હોય છે. અને લોકો સવાર સાંજ ભગવાનની પુજા કરે છે. ઘરમાં મંદિર ના કારણે “સકરાત્મક ઉર્જા” પ્રવેશે છે. અને જે ઘર માં મંદિર હોય છે તેનો પૂરો પરિવાર હંમેશા ખુશ રહે છે. અહી આપણે મંદિર બનાવતા પહેલા કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ તેના વિષે જાણીશું.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પૂજા ઘર હંમેશા પૂર્વ કે ઉત્તર દિશા માં જ બનાવવું જોઈએ. જેનાથી સકારાત્મક ઉર્જા મળે છે. અને અનેક લાભો થાઈ છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર માં મંદિર પશ્ચિમ અથવા દક્ષીણ દિશા માં હોય તો તેને અશુભ માનવામાં આવે છે. જેથી તમને દરેક કામ માં નિષ્ફળતા મળે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મંદિર આજુબાજુ ટોઇલેટ ના હોવું જોઈએ. હમેશા મંદિર નું સ્થાન અલગ જ હોવું જોઈએ. રસોઈઘર માં ના બનાવવું જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘર ના બારી અને દરવાજા ઉત્તર દિશા માં જ હોવા જોઈએ. જેનાથી ફાયદો થાઈ છે. કામ સરળતાથી થાઈ છે અને કોઈ અડચણ આવતી નથી.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દાદર અથવા કોઈ તહેખાના માં ઘર નું મંદિર ના બનાવવું જોઈએ. આવી જગ્યા એ પુજા સફળ થતી નથી.
હમેશા એક ઘરમાં એકજ મંદિર હોવું જોઈએ. અલગ મંદિર ના બનાવવું જોઈએ. એવું કરવાથી ઘર અશાંતિ આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મંદિર સામે પગ રાખી સૂવું ના જોઈએ. આવું કરવાથી નુકશાન થાઈ છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મંદિર માં એકજ ભગવાન ના બે ફોટા ના રાખવા જોઈએ. જો નવા ઘરમાં મંદિર બનાવતા પહેલા આટલી બાબતો નું ધ્યાન રાખવામા આવે તો તમને હમેશા સુખ અને શાંતિ મળે છે.