જે પાઇપ વડે પેટ્રોલ કે ડીઝલ ગાડીમા પુરવામા આવે છે તેનાથી જ કરવામા આવે છે ગોલમાલ, જાણો ચોરી રોકવા કોર્ટેનો આદેશ

ભારત મા મોટેભાગે તમને પેટ્રોલ પમ્પ પર ડીઝલ કે પેટ્રોલ ની ગોલમાલ થતી હોય છે જે એક સામાન્ય વાત છે. હવે વાત કરવામાં આવે છે મધ્યપ્રદેશ ના ઇન્દોર ની કે જ્યાં જનોપયોગી લોક અદાલત મા એક અરજી કરવામાં આવી છે અને જેમાં જણાવેલ છે કે દરેક પેટ્રોલ પમ્પ પર પારદર્શી પાઇપ લગાવવા જોઈએ. અરજીકર્તા ના મંતવ્ય મુજબ જો આવું કરવામાં આવે તો તેનાથી પેટ્રોલ કે ડીઝલ ની ચોરી થતા અટકાવી શકાય છે. હાલ કોર્ટે આ કેસ મા કલેક્ટર તેમજ ફૂડ કંટ્રોલર ને એક નોટિસ ફટકારી અને ૨૧ સપ્ટેમ્બર સુધીમા જવાબ માંગ્યો છે.

તમે પણ પેટ્રોલ પંપ મા જાતે પેટ્રોલ કે ડીઝલ ની શુદ્ધતા ની પરખ ત્યાં જ મિનિટો મા કરી શકો છો. તો આ ચકાસણી માટે તમારે માત્ર ફિલ્ટર પેપર પર ફ્યૂઅલ ના બે ટીપા નાખવાના રેહશે. આ માટે સવ પ્રથમ ડિલિવરી નોજલ ના આગળ ના ભાગ ને સાફ કરો. હવે ત્યારબાદ નોજલ થી ફિલ્ટર પેપર પર પેટ્રોલ ના ટીપા નાંખો. માત્ર ને માત્ર બે મિનિટ મા જ પેટ્રોલ આ ફિલ્ટર પેપર ઉપર થી ઉડી જશે. તેમજ આ ફિલ્ટર પેપર જયારે સુકાઇ જાય ત્યારે જ્યાં પેટ્રોલ ના ટીપાં નાખવામાં આવ્યા હતા ત્યાં ઘાટો રંગ દેખાવા લાગે તો સમજી જવું કે આ પેટ્રોલ ભેળસેળ વાળું છે.

ફિલ્ટર પેપર પણ ઘરે અથવા તો બજાર માંથી લેવાનું જરૂર નથી કેમ દરેક પેટ્રોલ પમ્પ સંચાલક પાસે ફિલ્ટર પેપર હોવું ફરીજીયાત છે જેથી તમે ત્યાં થી માંગી શકો છો. ફેડરેશન ઓફ મધ્ય પ્રદેશ પેટ્રોલ-ડીલર એસોસિએશન ના વાઇસ પ્રેસિડન્ટ પારસ જૈને કહ્યું કે ઘણા લોકો પેટ્રોલ મા એક પ્રકાર નુ સોલ્વેન્ટ ભેળવે છે કે જેનાથી જો કદાચ પેટ્રોલ ભેળસેળ વાળું હોય તો પણ ડાઘ છોડતું નથી. ત્યારે તમે ડેન્સિટી જાર થી પેટ્રોલ ની શુદ્ધતા ની જાંચ કરી શકો છો અને આ ડેન્સિટી જાર પણ દરેક પેટ્રોલ પંપ હોવું ફરજીયાત છે.

કેવી રીતે તેમજ કેટલી હોવી કોઈએ શુદ્ધ પેટ્રોલ ની ડેન્સિટી

દરેક પેટ્રોલ પંપ મા પેટ્રોલ ની શુદ્ધતા ની જાંચ ડેન્સિટી થી કરી શકાય છે. ન્યુનતમ માપ પ્રમાણે પેટ્રોલ ની ડેન્સિટી ૭૩૦ થી ૮૦૦ વચ્ચે છે અને તેને શુદ્ધ માનવામાં આવે છે. ૭૩૦ થી જો ઓછી હોય અથવા તો ૮૦૦ થી વધુ હોય તો તેમાં ભેળસેળ કરેલ છે આ વાત સાબિત થાય છે. ડીઝલ ની ડેન્સિટી ૮૩૦ થી ૯૦૦ ની વચ્ચે હોય છે.

ડેન્સિટી જાર ના ઉપયોગ થી પણ જાંચ કરી શકાય

ફિલ્ટર પેપર થી ચકાસણી કર્યા બાદ પણ જો તમને ફયુલ ની શુદ્ધતા પર શંકા છે, તો તમે ડેન્સિટી જાર ના મદદ થી પણ ચકાસણી કરી શકો છો. ડેન્સિટી ની જાંચ કરવા માટે તમારે ૫૦૦ મી.લી. નુ જાર, હાઇડ્રોમીટર, થર્મોમીટર અને ASTM (અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ ઓફ મટેરિયલ્સ) કન્વર્ઝન ચાર્જ ની જરૂર પડશે. હાઇડ્રોમીટર કોઇપણ તરલ પ્રદાર્થ ની ડેન્સિટી તપાસવા માટે નું શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. આ બધી જ વસ્તુઓ પેટ્રોલ પમ્પ માંથી જ મળી રહે છે.

હવે આ ડેન્સિટી જાર થી ઘનતત્વ ના અલગ-અલગ તાપમાન પર ડિફરન્સ કાઢવામાં આવે છે.કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ૧૯૮૬ મુજબ દરેક ગ્રાહક ને પેટ્રોલ ની ગુણવત્તા માપવાનો અધિકાર છે.ઘણી વખત નોજલ મા ગોલમાલ કરીને ૧૦૦ થી ૫૦૦ મી.લી. સુધી ઇધણ ની હેરાફેરી કરવામાં આવે છે. તેવા મા જો શંકા લાગે તો ૫ લિટર ટેસ્ટ કરવો જોઇએ. પેટ્રોલ પંપ પર ૫ લિટર નું એક પ્રમાણિત વાસણ હોય જ છે. તમે તેમા ૫ લિટર પેટ્રોલ કે ડીઝલ નાંખી ને તપાસી શકો છો કે માપ સરખુ છે કે નહીં.

જો કોઇ પેટ્રોલ પંપ ભેળસેળ વાળો માલ વેચે તો શું કરવું

મોટેભાગે દરેક પેટ્રોલ પંપ ઉપર કંપની ના અધિકારીઓ ના નંબર લખેલો હોય છે, જો કોઇપણ પ્રકાર ની ભેળસેળ જણાય તો તમે સીધા અધિકારી ને ફરિયાદ કરી શકો છો. આ સિવાય કન્ઝ્યુમર કોર્ટ મા પણ તેની ફિરયાદ નોંધાવી શકો છો અને પેટ્રોલ વેચનાર કંપની પાસે વળતર માંગી શકો છો. કંપની મા જયારે પણ ફરિયાદ થાય ત્યારે પેટ્રોલ પંપ સંચાલકો ને શોકોઝ નોટિસ મોકલવા મા આવે છે અને પેનલ્ટી પણ લગાવવા મા આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,001 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>