મિત્રો આપણા કેલેન્ડર અનુસાર બસની અંદર બાર મહિના આવે છે, દરેક દિવસે કોઇને કોઇ બાળકનો જન્મ થતો હોય છે. હિન્દુ ધર્મની અંદર જ્યારે બાળક જન્મે છે ત્યારે તેની કુંડળી તૈયાર કરવામાં આવે છે. આ કુંડળી અનુસાર તે વ્યક્તિનો સ્વભાવ અને તેના ગુણને સરળતાથી જાણી શકાય છે. વ્યક્તિનો જન્મ જે મહિનામાં થયેલો હોય તેના ઉપર તેનું આખું જીવન રહેલ હોય છે. ઘણા લોકોનો જન્મ એવા શુભ મહિનામાં થતો હોય છે કે તેનું જીવન એક ભગવાનના રૂપ સમાન હોય છે. આજે આપણે એવા ચાર મહિનાની વાત કરીશું કે જેની અંદર જન્મ લેનાર વ્યક્તિ સુખ સમૃદ્ધિ અને વૈભવ ની પ્રાપ્તિ કરે છે.
ફેબ્રુઆરી
તમને જણાવી દઇએ કે આ મહિનામાં જન્મેલ માણસનો સ્વભાવ એકદમ વિનમ્ર હોય છે, તે વ્યક્તિ બુદ્ધિમાન પણ હોય છે. આ વ્યક્તિના ઘરમાં હંમેશા માટે સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે. આ મહિનામાં જન્મેલી વ્યક્તિ પોતાનું કામ બીજાની પાસેથી આસાનીથી કઢાવી શકે છે. તે સામેના વ્યક્તિને જોઈને તેમાં રહેલી ખામી આધારે પોતાનું કામ આસાનીથી કરાવી શકે છે. આ ઉપરાંત કોઈ બીજો વ્યક્તિ ફેબ્રુઆરી મહિનામાં જન્મ લેનાર વ્યક્તિ ઉપર હાવી થઇ શકતો નથી.
એપ્રિલ
મિત્રો જે વ્યક્તિનો જન્મ કેડી મહિનામાં થતો હોય તેઓને સાક્ષાત ભગવાન નું રૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે આ લોકોની ગ્રહ ચાલ ખૂબ જ તેજ હોય છે. જેના કારણે તેને હાથમાં લીધેલું દરેક કાર્ય આસાનીથી પૂરું થાય છે. આ વ્યક્તિ મગજના શાંત અને વિશ્વાસુ માણસ હોય છે.
સપ્ટેમ્બર
તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં જન્મેલા માણસો ખૂબ જ કિસ્મતવાળા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ લોકો મહેનત તો કરે જ છે પણ સાથે સાથે એની કિસ્મત પણ તેનો સાથ આપે છે. આ લોકો પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં ખૂબ ખુશ હોય છે. આ લોકો ખૂબ જ પ્રેમાળ હોય છે અને તે પોતાની ફીલિંગ કોઈની સાથે શેર કરતા નથી.
ડિસેમ્બર
મિત્રો તમને જણાવી દઈએ કે જે લોકોનો જન્મ ડિસેમ્બર માસમાં થાય છે તેઓની કુંડળીમાં ચંદ્ર, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહોનું મિલન હોય છે. જેના કારણે આ મહિનામાં જન્મેલા બાળક ખૂબ જ ધનવાન બને છે. તેઓ પોતાની કિસ્મત ના કારણે ખૂબ આગળ વધે છે. આ મહિનામાં જન્મેલા બાળકના જીવનમાં કોઈ વસ્તુની કમી રહેતી નથી.