જાણો શુ છે કોટેશ્વર મહાદેવ મંદિર ની એતૈહાસિક કથા..!સ્વયં રાવણ પાસેથી છીનવેલુ શિવલિંગ…

ભારત ભરમાં પ્રખ્યાત એવા કોટેશ્વર મહાદેવની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, કોટેશ્વર કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.

કચ્છના સમુદ્રકાંઠે આવેલુ આ સ્થળ અહીંના પુરાણ પ્રસિદ્ધ કોટી શિવલિંગોના કારણે પ્રખ્યાત બન્યુ છે. હિંદુ ધર્મ માટે આ યાત્રાનુ સ્થળ છે. તે કચ્છને જોડતી ભારતની સરહદે આવેલુ અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામા આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલુ હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.

કથા રહસ્ય

અહી એક કથા પ્રચલિત છે જે મુજબ એક વખત લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર તપ કર્યું અને તપ કરી કૈલાસપતિ ભોળાનાથ મહાદેવને પ્રસન્ન કર્યા ત્યારે એ સમયે એ કૈલાસપતિ ભોળાનાથે રાવણને વરદાન માંગવા કહ્યું ત્યારે રાવણે વરદાન માંગ્યું કે હે સદા શિવ હું આપની સદા ભક્તિ કરતો રહુ,

ભગવાન શિવે રાવણની ભક્તિ થી પ્રસન્ન થઇ પોતાની આધ્યાત્મિક શક્તિઓ દ્વારા પ્રતિપાદિત કરેલું એક દિવ્ય શિવલિંગ રાવણને આપ્યુ અને કહ્યું હતું કે રાવણ હું તને મારી ભક્તિ કરવા માટે આં શિવલિંગ આપું છું પણ જ્યાં તું નીચે મૂકીશ ત્યાં એ સ્થાપિત થઇ જશે, અને ત્યાર બાદ એને કોઈ ઉપાડી કે હટાવી નહિ શકે.

ભગવાન શિવ પાસેથી વરદાનમાં મળેલ આં શિવલિંગ લઇ રાવણ આકાશમાર્ગે પોતાના વિમાનમાં ચાલતો થયો ત્યારે આવી સબળ શક્તિ મેળવનાર રાવણ અજર અમર બની જશે એવા ડરથી સમગ્ર દેવોએ વિચાર્યું કે રાવણ પાસેથી આં શિવલિંગ પડાવી લઈએ, એ સમયે દેવોએ રાવણ સાથે છળકપટ કર્યું.

આથી રાવણ પાસેથી આ શિવલિંગ પડાવી લેવા માટે ભગવાન બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડ વાળા ખાડામાં પડ્યા સાથે એક તપસ્વીનું રૂપ ધરી ગાયને બહાર કાઢવા માટે ઘણી મથામણ તેમજ પ્રયત્ન કરવા લાગ્યા. રાવણે જયારે આ દ્રશ્ય નિહાળ્યું, માટે તપસ્વીએ રાવણની મદદ માંગી, એટલે રાવણે પોતાનું વિમાન આકાશ તરફથી નીચે ધરતી પર ઉતાર્યું.

રાવણે તપસ્વિની મદદ કરીને ગાય ને બહાર તો કાઢી લીધી પરંતુ ગૌ માતાને બચાવવાના ઉત્સાહમાં પોતે શિવલીંગને નીચે મૂકી દીધું અને ગૌ માતાને બહાર કાઢ્યા અને પોતાની પીઠ ફેરવે છે ત્યાં તો પોતે સાથે લાવેલું શિવલિંગ એક કોટી બની ગયું, એટલે કે ત્યાંજ જ સ્થાપિત થઇ ગયું. રાવણના અથાક પ્રયત્નો કરવા છતાં તે લિંગ ત્યાંથી ટસનું મસ ન થયું. આમ આ સ્થળે ભગવાન નું શિવલિંગ કોટી બની ગયું હોવાથી તે કોટેશ્વરના નામે પ્રચલિત થયું.

આ કોટેશ્વર મહાદેવના મંદિરનું વાતાવરણ એકદમ શાંત તેમજ રમણીય છે સાથોસાથ દરિયાદેવની મોજ પણ માણે છે અને આનંદમય રીતે સમય પસાર કરે છે, અહી પહોચવા માટે કચ્છના નારાયણ સરોવરથી દુર 4 કી.મી. ના અંતરે આં કોટેશ્વર સ્થળ આવેલ છે .

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,438 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 4 = 8