હોશિયાર તેમજ ચતુર રાશિઓ ના જાતકો :
આપણે કેટલા હોશિયાર કે ડાહ્યાં છીએ તે કોઈ નથી જાણતું ઘણી વાર આપણી ક્ષમતા કેટલી છે તેનો ખ્યાલ આપણ ને જ નથી હોતી. પરંતુ જ્યોતિષ વિદ્યા મુજબ જો વિચારીએ તો તેમની પાસે દરેક વાત નો જવાબ હોય છે. જો તમે જાણવા માંગતા હોય કે તમારું મગજ કેટલું તેજ ચાલે છે તો તેના માટે બાર રાશિઓ છે.
કેટલા હોશિયાર તેમજ ચતુર છો તમે?
જ્યોતિષ વિદ્યા મુજબ મેષ રાશી થી મીન રાશી સુધી ૧૨ રાશી આવેલી છે અને આ દરેક રાશીઓ તેમના રાશી અધિપતિ ગ્રહ સાથે સંકળાયેલી હોય છે. આ ગ્રહો નો પણ આ બધી જ રાશિઓ ઉપર પૂરે-પૂરો પ્રભાવ હોય છે. દરેક રાશિ ના જાતકો નો હાવભાવ, સ્વભાવ તેમજ તેમના મા કેટલી ક્ષમતા છે તેની ઓળખ આ ગ્રહો જ કરે છે.
જ્યોતિષવિદ્યા મુજબ ૧૨ રાશિઓ:
હવે જાણી એ રાશી મુજબ કે કઈ રાશિ સૌથી વધારે હોશિયાર અને કોના માં છે સૌથી વધારે ક્ષમતા.
વૃષિક રાશિ:
જ્યોતિષવિદ્યા પ્રમાણે જો માનવામાં આવે તો વૃષિક રાશી ના જાતકો સૌથી વધારે ચતુર અને હોશિયાર હોય છે.આ રાશી ના જાતકો સ્વભાવે દયાળુ હોય છે. તેમજ આ રાશી ના જાતકો નુ મગજ ઘોડા ની દોડ ની જેમ ગતિમાન હોવાથી તેજ ચાલે છે.
મેષ રાશિ:
આ રાશી ના જાતકો એવા છે કે જેમ ના આંખ તેમજ કાન સદેવ ખુલ્લા જ રહેતા હોય છે. કહેવાનો તાત્પર્ય એવો છે કે આ જાતકો દરેક કાર્ય મા સતર્કતા સાથે કામ લે છે. તેમજ તેમનું મગજ સતત નવું વિચાર ને જન્મ આપતું હોય છે.
સિંહ રાશિ:
આ રાશી ના જાતકો ને જો કોઇપણ એવું કામ સોપવામાં આવે કે જેમાં વધુ મગજમારી કરવી પડે તો તેમને પેહલાં તો આ કામ મા મુશ્કેલી લગતી હોય છે પરંતુ તે જાતીય સ્વભાવ ના લીધે હાર ના માની કાર્ય ને પૂર્ણ કરે છે. તેમજ પોતાના રાશી ના નામ મુજબ ચતુરાઈ થી પોતાના ના કામ મા સફળતા મેળવે છે.
ધનુ રાશિ:
આ રાશી જાતકો ની નજર અને મગજ બન્ને બાજ પક્ષી જેવો હોય છે તેમના હોશિયાર પણું કુટી-કુટી ને ભરેલું હોય છે. તેમના બુદ્ધિ ના દાખલા આપવામાં આવે છે. તેમજ તેઓ સ્વભાવે સારા વિચારશીલ વ્યક્તિત્વ ધરાવતા હોય છે.
વૃષભ રાશિ:
આ રાશી ના જાતકો પોતાના શાંત સ્વભાવ ને લીધે ઓળખાતા નથી પરંતુ તેમની આશ્ચર્યજનક વિચારશ્રેણી ને લીધે તેઓ દરેક કાર્ય સેહલાઈ થી પૂરું કરે છે.
કન્યા રાશિ:
આ રાશી ના જાતકો માટે તેમની ઓળખ જ તેમની ચતુરાઈ અને હોશિયારી છે. તેઓ દરેક કાર્ય માટે પેલાં ઘણા વિચારો એકત્રિત કરે અને પછી તેનું અમલીકરણ કરી ઉપયોગ મા લે છે.
મકર રાશિ:
આ રાશી ના જાતકો પોતાની મહેનત માટે ઓળખાય છે અને તેમનું મગજ પણ વધુ સચેત હોવાથી તેઓ પોતાના બળે મોટા માં મોટું કામ પણ સેહલાઈ થી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
મિથુન,તુલા અને કુંભ રાશિ:
આ ઉપરોક્ત જણાવેલ ત્રણેય રાશીઓ વાળા જાતકો હોશિયારી તેમજ ચતુરાઈ મા એક સમાન છે. તેઓ પોતાના સ્તર મુજબ વિચારીને દરેક કાર્ય નિપુણતા થી કરે છે.
કર્ક અને મીન રાશિ:
આ બંને રાશિઓ ના જાતકો સ્વભાવે સંવેદનશીલ હોવાથી તેમજ જો મગજ થી કામ કરવાની વાત આવે ત્યારે તેઓ પોતાની રીતે જ કાર્ય કરે છે. તેઓ કોઇપણ જાત નુ મોટું કામ વિચારીને મન થી કામ પુરુ પાડે છે અને પોતાની મેહનત ના લીધે સફળતા સિદ્ધ કરે છે.