જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! (19/10/2018)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Mesh Rashi (મેષ રાશી)

સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આજે તમે પ્રેમાળ મૂડમા હશો-આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

Vrushabh Rashi (વૃષભ રાશી)

મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. સાવધાન રહો કેમ કે કોઈક તમારી છબીને બટ્ટો લગાડવાની કોશિષ કરી શકે છે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

Mithun Rashi (મિથુન રાશી)

વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

Kark Rashi (કર્ક રાશી)

તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

Singh Rashi (સિંહ રાશી)

તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. નવા સંબંધો લાંબા ગાળાના તથા ખૂબ જ લાભદાયક ઠરશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. સારો દિવસ કેમ કે તમને તમારા ધ્યેયની પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ તક મળશે. આઈટી પ્રૉફેશનલ્સને વિદેશથી કૉલ આવી શકે છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

Kanya Rashi (કન્યા રાશી)

જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. તમારી નવી યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમે તમારા લગ્નજીવનની શૃંગારિક બાબતમાં સુંદર પરિવર્તનનો અનુભવ કરશો.

Tula Rashi (તુલા રાશી)

વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે. નવા વિચારો ઉત્પાદક હશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.

Vrushchik Rashi (વૃશ્ચિક રાશી)

થોડુંક ટૅન્શન તથા કેટલાક મતભેદો તમને અજંપ તથા બેચેન કરી મુકશે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. કામના સ્થળે તમે મોટા લાભ મેળવશો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

Dhanu Rashi (ધન રાશી)

માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. આજે તમારા પ્રિયપાત્રને કોઈ પ્રેમભરી વાત ન કરતા. આજે તમે કેન્દ્રસ્થાન રહેશો-અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

Makar Rashi (મકર રાશી)

બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

Kumbh Rashi (કુંભ રાશી)

તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

Meen Rashi (મીન રાશી)

બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. નાણાંકીય મુંઝવણમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાતા જાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી પડે.

સ્વાસ્થ્ય:-

વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુધારા પર રહે. વર્ષ પસાર થતું જાય તેમ સુધારો થતો જાય. વજન વધે. પરંતુ વર્ષના અંતમાં આપે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડે.

નોકરી-ધંધો:

વ્યાવસાયિક દ્રષ્ટિએ વર્ષારંભ સારો રહે. ગત વર્ષ દરમ્યાન અટકી પડેલા, વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય. નવું કામકાજ મળી રહે. ધંધાકીય નવું કોઇ આયોજન વિચારતા હોવ તો થઇ શકે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકુળતા-પ્રગતિ જણાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી. અન્યના દોરવાયા દોરવાઇ જઇ કોઇ કાર્ય કરવું નહીં.

કૌટુંબિક-પારિવારિક:

કુટુંબ પરિવારના સાથ સહકારથી આપને રાહત રહે. તેમ છતાં સંયુક્ત મિલ્કત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.

source: astrosage.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,318 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>