જાણો મહેંદી પલળવાની સાચી રીત, વાળ બનશે એકદમ મુલાયમ અને ચમકદાર

વાળને કુદરતી કલર જેવા કરવા માટે જાણો મહેંદી કરવાના શ્રેષ્ઠ ઉપાયો વિષે. પરંતુ કુદરતી કલર લાવવા માટે તેમા કેટલીક બીજી વસ્તુઓની પણ જરૂર પડશે.

મહેંદીને જ્યારે હાથ પર લગાવો તો તેનો કલર અલગ હોય છે, પરંતુ જ્યારે તેને વાળ પર લગાવવામા આવે છે ત્યારે તેનો કલર એકદમ જ અલગ દેખાય છે. જો વાળને કુદરતી કલર કરવા હોય તો મહેંદી લગાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ કુદરતી કલર લાવવા માટે તેમા કેટલીક બીજી વસ્તુઓની પણ જરૂર પડશે. આ તમામ વસ્તુઓથી વાળનો કલર તો સારો આવશે જ સાથે સાથે વાળ મુલાયમ, ચમકદાર અને ભરાવદાર બનાવવા માટે પણ શ્રેષ્ઠ હોય છે.

મહેંદી વાળને કલર કરવાની સાથે-સાથે તેની મુલાયમ અને ચમકદાર બનાવવાનુ કામ પણ કરે છે એટલે તેને વાળમા લગાવતા પહેલા દહી અને ઇંડુ જરૂર મિક્સ કરવુ જોઈએ.

વાળના કાળા કલર માટે

વાળ માટે કાળી મહેંદી ની ડિમાન્ડ વધુ હોય છે. તેમા આમળા અને અન્ય અનેક પ્રકારના બીજા હર્બ્સ મિક્સ થાય છે જે સફેદ અથવા ભૂખરા વાળને કાળા કરવાનુ કામ કરે છે. તો જો તમને તમારા વાળને કુદરતી કાળા કરવા હોય તો પહેલા મહેંદી પાઉડરમા આમળા મિક્સ કરો ત્યારબાદ તમારે તેમા અલગથી બ્લેક ટી મિક્સ કરવાની રહેશે જેનાથી તમારા વાળ કુદરતી કાળા જ લાગશે અને સાથે સાથે મુલાયમ અને ચમકદાર પણ બનશે.

વાળના ભૂરા-લાલ કલર માટે

આમ તો મહેંદીથી વાળમા નોર્મલી ભૂરા-લાલ કલર આવી જાય છે, પરંતુ જો તમે વાઇબ્રેટ રેડ કલર ઈચ્છો છો તો તેમા કાથો મિક્સ કરો. કાથો તમને સરળતાથી પાનની દુકાને મળી જશે. મહેંદીને કાયમ લોખંડની કડાઈમા જ પલાળો અને જ્યારે પણ લગાવવી હોય તેની એક રાત પહેલા પલાળી દેવી જોઈએ. મહેંદીને મિક્સ કરતી વખતે જ તેમાં કાથો પણ મિક્સ કરી દો, જેથી તે સંપૂર્ણપણે મિક્સ થઈ જાય અને તમે ઈચ્છો તેવા વાળ બનાવવામા મદદરૂપ પણ થશે.

મહેંદી લગાવતા પહેલા તેને કેવી રીતે મિક્સ કરવી તેના શ્રેષ્ઠ ઉપાયો:

- એક લોખંડના વાસણ મા મહેંદી પાઉડર નાખો.

- ૨ કપ પાણીમા ચાને થોડી વાર ઉકાળો અને જ્યારે પાણી અડધુ થઈ જાય ત્યારે તે પાણીમા મહેંદી મિક્સ કરો.

- ઇંડા અને દહીંને જરૂર મિક્સ કરો જેથી તમારા વાળ ધોયા પછી જરા પણ ડ્રાય નહિ લાગે પણ મુલાયમ અને ચમકદાર લાગશે.

- જે કલરના વાળ જોઈતા હોય તે મુજબ તેમા કાથો, બ્લેક ટી અને કોફી મિક્સ કરી લો.

- મહેંદીને સામાન્ય રીતે આખી રાત પલાળીને રાખવી જોઈએ અથવા લગાવતી વખતે ૧ થી ૨ કલાક પહેલા તો પલાળવી જ જોઈએ.

- જો તમે મહેંદીને રાતના પલાળવાનુ ભૂલી ગયા છો તો સવારે તેને ગરમ પાણીથી મિક્સ કરી શકો છો.

- મહેંદીની સુગંધ જો તમને સારી ન લાગતી હોય તો તેમા તમે ગુલાબજળ મિક્સ કરી શકો છો. આ સિવાય એસેન્શિયલ તેલના થોડા ટીપા પણ નાખી શકાય છે જેથી તમારી સમસ્યા દુર થઈ જાશે.

- મહેંદી લગાવ્યા પછી ઘણા લોકોને શરદી-ઉઘરસની સમસ્યા રહેતી હોય છે. જો તમે શિયાળામા મહેંદી લગાવી રહ્યા છો તો તેને નવશેકા ગરમ પાણીથી મિક્સ કરો. આમ તો ગરમ પાણીથી કલર પણ સારો મળે જ છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,532 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>