જાણો ગુવાર ખાવાના અધધ ફાયદા, ગુવાર છે બધા રોગો ની દવા

ઉનાળામા હાલ શાકભાજી મળવાની બહુ તકલીફ થતી હોય છે પણ લીલાછમ ગુવાર અચૂક તમને મળશે અને ઘણા લોકો ગુવારને જોઇને જ મો બગાડતા હોય છે પરંતુ તેઓ પણ જો ગુવારના આ ફાયદા ને જાણશે તો ચોક્કસથી ચાલુ કરી દેસે ખાવાનુ. માટે ગુવારનુ શાક બનાવીને પણ ખાવામા આવે છે અને ગુવાર ઢોકળી બનાવીને પણ ખાવામા આવે છે માટે ગુવારના અદભુત ફાયદા ચોક્કસથી જાણવા જેવા છે માટે અહી અમે તમને ગુવાર ના ખાસ ફાયદા વિશે જણાવીશું.

હ્રદય માટે ખુબ ફાયદાકારક ગુવારમા કોલેસ્ટ્રોલ ઘટાડવાનો ગુણ અતિ ઉત્તમ ગુણ હોય છે. અને તેમા ફાઇબર અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. જેના કારણે શરીરમા કોલેસ્ટ્રોલ વધતુ અટકાવે છે અને જે હ્રદય માટે ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

ગુવાર ખાવાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા કેલ્શિયમ અને મિનરલ અને પોષક તત્વો હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે અને ગુવારમા ફોસ્ફરસ પણ સારી માત્રામા હોય છે માટે જે હાડકા મજબૂત બનાવે છે.

ગુવાર ડાયાબિટિસમાં પણ ફાયદાકારક છે જો આ શાકનું નિયમિત સેવન કરવાથી શરીરની સુગરમા ઘટાડો થાય છે અને ઈન્સ્યુલિનની માત્રામા વધારો થાય છે.

ગુવાર બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે અને ગુવારમા હાઈપોગ્લેસેમિક અને હાઇપોલિપિડેમિક હોય છે જેનાથી હાઇપર ટેન્શનને દૂર ભગાડે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે છે.


ગુવારનું ગર્ભાવસ્થા દરમિયાન ખાસ સેવન કરવુ અને ગર્ભાવસ્થા દરમિયાન તો ગુવારનુ ખાસ સેવન કરવુ જ જોઇએ કારણ કે ગુવારના શાકનુ સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઇ જાય છે અને ગુવારમા ફોલિક એસિડ ભરપૂર હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે. ઉપરાંત વિટામિન ‘કે’ પણ પૂરતા પ્રમાણમા હોવાના કારણે હાડકા મજબૂત થાય છે અને બાળકના વિકાસમા મદદરૂપ થાય છે


લોહીનુ પરિભ્રમણ સારુ થાય છે કારણ કે ગુવારમા આયર્ન ભરપૂર હોય છે. અને જેના લીધે શરીરમા પૂરતા પ્રમાણમા ઓક્સિજનનુ વહન થાય છે અને લોહીનુ પરિભ્રમણ પણ સુધરે છે અને આ ઉપરાંત ગુવારમા ફોટોકેમિકલ હોય છે જે લોહીના પરિભ્રમણને સુધારે છે.

પાચનક્રિયામા ખુબ મદદ કરે છે કારણ કે ગુવારમા ભરપૂર માત્રામા ફાઇબર હોવાના કારણે પાચનક્રિયા સારી રહે છે. અને તેના સેવનથી શરીરમાથી ઝેરી કચરો બહાર નીકળી જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓનુ નિવારણ થાય છે.

ગુવાર મગજ ઠંડુ રાખવામા પણ મદદરૂપ સાબિત થાય છે કારણ કે ગુવારમા હાઈપોગ્લૈમિક ગુણ હોય છે જે નર્વને શાંત રાખે છે માટે જેના કારણે તેના સેવનથી ચિંતા અને તણાવમા પણ ઘટાડો થાય છે અને મગજ શાંત રહે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,474 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>