ગુજરાત ના હાલાર પંથક ને કાપી તેમજ સૌરાષ્ટ્ર ના પશ્ચિમ તટે ભગવાન કૃષ્ણ નુ જગ વિખ્યાત મંદિર આવેલું છે અને તે દ્વારકા મા હોવાથી તેને દ્વારકાધીશ ના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ને હિંદુઓ ના મુખ્ય ધાર્મિક સ્થળો માંથી એક માનવામાં આવે છે. જેટલું મહત્વ હિંદુ ધર્મ મા ચાર ધામ ની યાત્રા નું એટલું જ મહત્વ અહિયાં સૌરાષ્ટ્ર ના દ્વારકાધીશ કૃષ્ણ ના મંદિર નું છે.
વેદ-પુરાણો સૂચવે છે કે આજ થી લગભગ પાંચ હજાર વર્ષ પેહલા દ્વાપર યુગ મા મથુરા છોડી ભગવાન કૃષ્ણ દ્વારકા આવ્યા હતા અને આ નગરી ને પોતાની રાજધાની બનાવી હતી. આ મંદિર ઉપર ચડાવવા મા આવતું ધ્વજ નું પણ અનેરું મહત્વ છે. આ ધ્વજ ની ખાસિયત એ છે કે અહિયાં હવા કોઇપણ દિશા માંથી વેહતી હોય પરંતુ અહિયાં ની ધજા તો સદેવ પશ્ચિમ થી પૂર્વ તરફ જ ફરકે છે.
અહિયાં મંદિર ની ઉપર ફરકતી આ ધજા ને ઘણા કિલોમીટર દૂર થી પણ સારી રીતે જોઈ શકાય છે. જેનું કારણ છે આ ધજા ની લંબાઈ કેમકે આ ધજા નાની નહીં પરંતુ પૂરા ૫૨ ગજ ની છે. આ આટલી મોટી ધજા રાખવા પાછળ ની કથા પણ તેટલી જ રોચક છે. એવું માનવામાં આવે છે કે અહિયાં દ્વારકા ઉપર ૫૬ પ્રકાર ના યાદવોએ રાજ કર્યું હતું. તેમના બધાને પોતાના મહેલ હતા અને બધા પાસે પોતાની નિશાની નુ પ્રતિક મનાતા ધ્વજ હતા.
આ બધા યાદવો મા મુખ્ય શ્રી કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ તેમજ પ્રદ્યુમ્ન આ ચાર ને ભગવાન ના અંશ માનવામાં આવતા તેથી તેમના મંદિરો બનાવવા મા આવ્યા અને બાકી ના ૫૨ પ્રકાર ના યાદવો ના પ્રતિક રુપે દ્વારકાધીશ ના મંદિર ઉપર ૫૨ ગજ ની ધજા ચડવવા મા આવે છે. આ જ રીત નુ અનુસરણ કરીને જયારે ગોમતી ઘાટ તરફ થી મંદિર સુધી જવા મા ૫૬ પગથિયા ની સીડી બનાવવા મા આવી છે.
અહિયાં મંદિર ઉપર લહેરાતી ધજા મા સૂર્ય તેમજ ચંદ્ર ના પ્રતિક ચિન્હો જોવા મળે છે જે ભગવાન કૃષ્ણ ના પ્રતિક માનવામાં આવે છે. તેમજ તેનો અર્થ એ પણ કરવામાં આવે છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સૂર્ય-ચંદ્ર રેહશે ત્યાં સુધી ભગવાન કૃષ્ણ ની આ દ્વારકા નગરી તેમજ તેમનું નામ અજરામર રેહશે.
આ દ્વારકાધીશ મંદિર ઉપર નિયમિત પ્રમાણે સવાર, બપોર તેમજ સાંજ ના સમયે એટલે કે દિવસ મા ત્રણ વખત ધજા બદલવામાં આવે છે. અહિયાં ના મંદિર ઉપર ચઢાવવા-ઉતારવા તેમજ દાન-દક્ષિણા નો અધિકાર અબોટી જ્ઞાતિ ના બ્રાહ્મણો ને આપવામાં આવેલ છે. અહિયાં દરેક વખતે અલગ-અલગ રંગ ની ધજા ચઢાવવામાં આવે છે.
मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गम् ।
पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् ॥
આ ઉપરોક્ત જણાવેલ શ્ર્લોક નો અર્થ એવો થાય છે કે કાળા મેઘ સમાન વાદળો જેવા રંગવાળા, પીળા રેશમ ના પિતામ્બર પેહનારા, શ્રીવત્સ ના પ્રતિક વાળા, અતિ દુર્લભ્ય એવી કૌસ્તુભ મણી થી ધારણ કરનારા, પુણ્ય કરવાવાળા, કમળ જેવી આંખો વાળા તેમજ બધા જ લોક ના એકમાત્ર સ્વામી ગણાતા ભગવાન શ્રીકૃષ્ણ ને વંદન કરું છું. આ રીતે જયારે ભગવાન ના રંગ ને કાળા વાદળો સાથે સરખવામા આવે છે એટલે તેમની ધજા નો ઇન્દ્રધનુષ સમાન સપ્તરંગી હોય છે.
લાલ રંગઃ તેમાં આ રંગ ઉમંગ, ઉલ્લાસ, સ્ફૂર્તિ, ધન તમજ અઢળક સંપત્તિ નુ સુચન કરે છે.
લીલો રંગઃ આ રંગ ભારતીય આધ્યાત્મિકતા ની શ્રોત માનવામાં આવે છે તેમજ આ રંગ શાંતિ અને શિતળતા પ્રદાન કરે છે.
પીળો રંગઃ આ રંગ ને બુદ્ધિ ચાતુર્ય, સમજણ તેમજ જૂની માન્યતાઓ નુ પ્રતીક માનવામાં આવે છે.
વાદળી રંગઃ આ રંગ શક્તિ તેમજ પૌરુષ તત્વ નું પ્રતીક ગણવામાં આવે છે.
સફેદ રંગઃ આ રંગ ને સાત્વિક, શુદ્ધતા તેમજ શિક્ષણ નું પ્રતીક માનવામાં આવે છે.
કેસરીયો રંગઃ આ રંગ ને નિર્ભયતા, સાહસિકતા તેમજ પ્રગતિ ની નિશાની રૂપે માનવામાં આવે છે.
ગુલાબી રંગઃ આ રંગ દરેક મનુષ્ય ની પ્રકૃતિ ને દર્શાવે છે. જેમ ગુલાબી ગુલાબ કાંટા વચારે રહીને પણ નરમ અને આકર્ષક હોય છે તેમ માનવી ને પણ આ ગુલાબ થી સીખ લઇ વરતવું જોઈએ.