જાણો CNG પંપ ખોલવાની પ્રક્રિયા, આવનાર ૧૨ વર્ષ મા ખુલશે નવા દસ હજાર પંપ સ્ટેશન

હાલ અત્યાર ના સમય મા સી.એન.જી પંપ ના વ્યાપાર ને ખુબજ ફાયદાજનક માનવામાં આવે છે. જો તમારી પાસે પુરતી યોગ્ય જગ્યા હોય અને ત્યાં જો સી.એન.જી પંપ ખોલવામાં આવે તો તેનાથી સારી આવક ઉભી કરી શકો છો. હાલ ના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેદ્ર પ્રધાને SIAM ના એક વાર્ષિક સમારોહ મા જણાવ્યું કે, ભારત મા વર્ષ ૨૦૩૦ સુધી ૧૦,૦૦૦ નવા CNG પંપ સ્ટેશન ખોલવામાં આવશે.

હાલ જો વાત કરવામાં આવે તો દેશ મા ઘણા લોકો એવા પણ છે કે જે સી.એન.જી પંપ ની ડીલરશિપ મેળવવા માંગે છે પરંતુ આ ડીલરશિપ લેવા માટે ની પ્રક્રિયા શું છે તેના થી અજાણ છે. તો આજ ના આ એહવાલ મા અમે જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે કઈ-કઈ પ્રક્રિયા કર્યા બાદ તમે પણ મેળવી શકો છો આ સી.એન.જી પંપ ડીલરશિપ. તો ચાલો જાણીએ આ વિશે.

માત્ર એક સી.એન.જી યુનિટ બચાવે છે વાર્ષિક ૭૫૦ લીટર પેટ્રોલ

પેટ્રોલિયમ મંત્રી ના જણાવ્યા મુજબ માત્ર એક સી.એન.જી યુનિટ આશરે વરસ નુ ૭૫૦ લીટર પેટ્રોલ બચાવી શકે છે. પેટ્રોલ ની બચત સાથે કોઇપણ સી.એન.જી વાહન ની ઉત્સર્જન ની માત્રા પણ ઓછી હોય છે. તેમને જણાવ્યું કે એક સી.એન.જી ફોર-વ્હીલર બીજી ફોર-વ્હીલર ની અપેક્ષાએ ૨૦ થી ૩૦ ટકા ઓછું કાર્બન ડાઈઓક્ષસાઈડ નુ ઉત્સર્જન કરે છે.

કઈ વ્યક્તિ ખોલી શકે છે સી.એન.જી પંપ

સી.એન.જી પંપ કોઇપણ ભારતીય નાગરિકત ધરાવતું વ્યક્તિ ખોલી શકે છે. તેમજ તેની ઉંમર ૨૧ થી ૫૫ વર્ષ વચ્ચે હોવી જોઈએ અને તેનો ઓછા મા ઓછું ધોરણ ૧૦ સુધી નો અભ્યાસ પૂર્ણ કરેલ હોવો જોઈએ.

પોતાની જમીન નો ઉપયોગ

સી.એન.જી પંપ સ્ટેશન ખોલવા સવ પ્રથમ તમારી પાસે પોતાની જમીન હોવી જરૂરી છે. જો પોતાની જમીન ના હોય તો જે વ્ક્તિ ની જમીન છે તે વ્યક્તિ પાસે થી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કઢાવી તેમાં તેની સહી લેવાની રહશે. જો જમીન ઘર ના કોઈ સદસ્ય ના નામે હોય તો પણ એફીડેવીટ અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તો ફરજીયાત છે.

જો જમીન ભાડા પેટે લેવા મા આવેલ હોય તો એવા સંજોગો મા ભાડા લીધેલ નુ સર્ટીફીકેટ અથવા તો લીઝ અગ્રીમેન્ટ હોવું ફરજીયાત છે. સાથોસાથ તેમાં ભાડા ની તારીખ નો ઉલ્લેખ તેમજ લીઝ ડીડ હોવું ફરજીયાત છે.

કોઇપણ ભૂમિ નો ભાગ જેના ઉપર પંપ નાખવાનો છે તે લીલા પટ્ટા હેઠળ ની જમીન ના હોવી જોઇએ. જો આ જમીન લીલા પટ્ટા અથવા તો કૃષિ ભૂમિ મા ગણાતી હોય તો તેનું રૂપાંતર કરાવી તેને બિન ખેતી લાયક જમીન નો દરજ્જો અપાયા બાદ તેનો ઉપયોગ પંપ માટે કરી શકાય છે. જમીન ના બધા જ દસ્તાવેજો તેમજ નકશા હોવા ફરજીયાત છે.

સી.એન.જી પંપ સ્ટેશન ખોલવામાં થતો ખર્ચો

સી.એન.જી પંપ ખોલવામાં થતો ખર્ચો જે તે જગ્યા તેમજ સી.એન.જી ગેસ પોહ્ચાડનાર કંપની ઉપર નિર્ભર કરે છે. કેમકે આપડા ભારત દેશ મા ગ્રામીણ તેમજ શહેરી આમ બે પ્રકાર ના સી.એન.જી પંપ હોય છે. તેને સ્થાપવાનો અંદાજીત ખર્ચ ૩૦ થી ૫૦ લાખ રૂપિયા સુધી આવે છે અને જગ્યા પ્રમાણે આ ખર્ચ મા ફેરબદલ થઇ શકે છે. સી.એન.જી પંપ માટે અરજી કરનાર વ્યક્તિ પાસે આશરે ૧૫૦૦ સ્ક્વેર ફૂટ ની જગ્યા હોવી ફરજીયાત છે.

અરજી કરવાની રીત

દરેક ગેસ પંપ કંપનીઓ સમાચાર પત્રો મા તેમજ અમુક ખાસ વેબસાઇટ ઉપર પોતાની જાહેરાત આપતા હોય છે તે જોતી રેહવી. તેમાં દર્શાવવા મા આવે છે કે કઈ જગ્યાએ આ પંપ નાખવાનો છે તો જો તમારી જમીન પણ એ જ જગ્યા પર અથવા તેની આજુબાજુ ના વિસ્તાર મા આવતી હોય તો તમે પણ અરજી કરી શકો છો. દરેક પેટ્રોલિયમ કંપનીઓની વેબસાઇટ પર અરજી કરવાનુ વિકલ્પ જોવા મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,310 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>