જાણો તમારી રાશિ પ્રમાણે તમારા માટે કયુ પશુ અને પક્ષી છે શુભ અને લાભદાયી

મિત્રો , આજ ના આ લેખ મા અમુક એવા પશુ-પંખીઓ વિશે વાત કરીશુ કે જે આપના માટે લાભદાયી સાબિત થાય છે. આ પશુ-પંખીઓ ની અસર માનવી ના જીવન પર વધારે પડતી થતી હોય છે. અમુક વખત આ પશુ-પંખીઓ માનવી ના નસીબ આડે પડેલ પાંદડા ને દૂર કરી દે છે.

આમ કરવા થી આપ આર્થિક રીતે સધ્ધર બની શકો છો. અમુક વ્યક્તિઓ પોતાની એકલતા ને દૂર કરવા માટે કુતરાઓ પાળતા હોય છે. અમુક વ્યક્તિ પશુ-પંખીઓ પાળવા નો શોખ ધરાવતા હોય છે. તો આજ ના આ લેખ મા આપ સમક્ષ એવી માહિતી રજુ કરીશ કે જે સાંભળી ને આપને નવાઈ લાગશે.

મેષ રાશિજાતકો :
આ રાશિ ધરાવતા જાતકો માટે કોઈ પશુ તેમની પાસે હોવુ ખૂબ જ શુભ ગણવા મા આવે છે. આવા વ્યક્તિઓ માટે કૂતરા ને ખૂબ જ શુભ માનવા મા આવે છે. આ પ્રાણી આ રાશિ ના જાતકો ને અનેક પ્રકાર ની હાનિઓ થી બચાવે છે.

વૃષભ રાશિજાતકો :
આ રાશિ ધરાવતા જાતકો માટે એક પશુ ને પાળવુ આવશ્યક છે. જેના થી આ વ્યક્તિ આર્થિક સધ્ધરતા મેળવી શકે છે. આ પશુ છે બિલાડી. આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે આ બિલાડી લક્ષ્મિ નુ પ્રતિક માનવા મા આવે છે.

મિથુન રાશિજાતકો :
આ રાશિ ધરાવતા લોકો માટે પંખીઓ મા પોપટ હોવો ખૂબ જ શુભ માનવા મા આવે છે. પોપટ પાળવા થી વ્યક્તિઓ ને ઘણા બધા ફાયદાઓ થાય છે. તમારા શત્રુઓ તમને હાનિ પહોચાડી શકશે નહી. તમને સામાજીક માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે.

કર્ક રાશિજાતકો :
આ રાશિ ધરાવતા જાતકો ને અનેક પ્રકાર ના સંઘર્ષો ઉદ્દભવે નહી તથા ઘર મા આર્થિક સમૃધ્ધિ રહે તે માટે ગાય પાળવા મા આવે તો અત્યંત શુભ ગણવા મા આવે છે. આવા વ્યક્તિઓ જીવન મા ખૂશ રહે છે.

સિંહ રાશિજાતકો :
આ રાશિ ધરાવતા જાતકો માટે ઘોડો એ ખૂબ જ શુભ માનવા મા આવે છે. આ રાશિ ના જાતકો એ ઘોડા ને અનુસરવો જોઈએ જેનાથી સફળતા આપના કદમો ચૂમસે. જે આપના માટે લાભદાયી સાબિત થશે. આ સાથે જ તેમને આર્થિક સધ્ધરતા પણ પ્રાપ્ત થશે.

કન્યા રાશિજાતકો :
આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે મીઠા પાણી ની માછલીઓ ને ખૂબ જ શુભ માનવા મા આવે છે. આ માછલીઓ ને પાળવા ને લીધે વ્યક્તિ ને કોઈ પણ જાત ની સમસ્યા નડતરરૂપ નહી થાય તથા વ્યક્તિ નુ જીવન સુખમયી રીતે પસાર થશે.

તુલા રાશિજાતકો :
આ રાશિ ધરાવતા વ્યક્તિઓ જો પોપટ ને પાળે તો ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. પોપટ પાળવા ને કારણે આપની સમાજ મા નામના ખુબ જ વધુ થાશે. તમને કોઈ પણ જાત ની સમસ્યા નહી નડે.

વૃશ્ચિક રાશિજાતકો :
આ રાશિ ધરાવતા વ્યક્તિએ પ્રાણી મા કુતરો પાળવો અતયંત શુભ માનવા મા આવે છે. કુતરા ને ઘર નો ચોકીદાર માનવા મા આવે છે. તથા આ રાશિજાતકો ના જીવન મા આવતી તમામ સમસ્યાઓ ને દૂર કરે છે.

ધનુ રાશિજાતકો :
જો આ રાશિ ધરાવતી વ્યક્તિ કાચબા ને પાળે તો તેઓ ને માટે ખૂબ જ ધનલાભ થવા ના યોગ છે. આને લીધે વ્યક્તિ ના પરચુરણ ખર્ચ મા રાહત મળે છે. તથા આર્થિક સ્થિતિ સધ્ધર રહે છે.

મકર રાશિજાતકો :
આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે ગાય રાખવી ખૂબ જ શુભ માનવા મા આવે છે. જે તમારા જીવન મા ક્યારેય દુઃખ નહી આવવા દે. તથા તમને પૈસા ટકે સધ્ધરતા અપાવશે.

કુંભ રાશિજાતકો :
આ રાશિ ધરાવતા વ્યક્તિ માટે સસલા ને અતિ શુભ માનવા મા આવે છે. જે વ્યક્તિ સસલા ને પાળશે તેને વ્યવસાય ક્ષેત્રે ઉન્નતિ પ્રાપ્ત થશે. તથા તેમના પરિવાર પણ સુખી રહેશે.

મીન રાશિજાતકો :
આ રાશિ ધરાવતા વ્યક્તિઓ માટે સફેદ ઉંદર ને પાળવો ખૂબ જ લાભદાયી ગણવા મા આવે છે. આ સફેદ ઉંદર ને લીધે કોઈ પણ વ્યક્તિ ની કુદ્રષ્ટિ આપના ઘર તથા પરીવાર પર નહી પડે. તમે આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરશો. તથા આપના ઘર મા કોઈપણ જાત ની ખામી નહી રહે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,357 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 28

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>