જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! (23/10/2018)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Mesh Rashi (મેષ રાશી)

મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. મિત્રો તથા પરિવારના સભ્યો તમારો મોટાભાગનો સમય લેશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મુકશે.

Vrushabh Rashi (વૃષભ રાશી)

તબિયત પર ધ્યાન આપવું પડશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. કલ્પનાઓ કે તરંગ-તુક્કા પાછળ દોડશો નહીં તથા વધુ વાસ્તવવાદી બનવાનો પ્રયાસ કરો-તમારા મિત્રો સાથે વધુ સમય વિતાવો- એનાથી તમને સારું લાગશે. આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

Mithun Rashi (મિથુન રાશી)

શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે. સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની પરવાનગી લો. તમે આસાનીથી સમસ્યાઓ ઉકેલી શકશો. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. આજે તમારૂં વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે-પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતાં. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

Kark Rashi (કર્ક રાશી)

તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

Singh Rashi (સિંહ રાશી)

વ્યાયમ દ્વ્રારા તમે તમારા વજનને અંકુશ હેઠળ રાખી શકશો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ, બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે, બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. સહ-કમર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઑફિસમાં કામ ગતિ પકડશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે.

Kanya Rashi (કન્યા રાશી)

આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

Tula Rashi (તુલા રાશી)

તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. કાનું ટૅન્શને તમારા મગજને હજી પણ ઘેરો ઘાલ્યો છે જેને કારણે તમારી પાસે પરિવાર તથા મિત્રો માટે સમય નથી. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

Vrushchik Rashi (વૃશ્ચિક રાશી)

જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારો મૂલ્યવાન સમય ફરીથી જીવો તથા તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.

Dhanu Rashi (ધન રાશી)

યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. પરિવારની જરૂરિયાતો તરફ ર્દુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો. માત્ર સ્પષ્ટ સમજદારીથી તમે તમારી પત્નીને લાગણીશીલ ટેકો આપી શકશો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

Makar Rashi (મકર રાશી)

તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારો ફાજલ સમય ઘરના સુશોભિકરણ પાછળ લગાડો. તમારો પરિવાર ખરેખર આ બાબતની સરાહના કરશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. નવા પ્રસ્તાવો લલચાવનારા હશે પણ કોઈ ઉતાવળા નિણર્ણયો ન લેવા એ સમજદારીભર્યું નહીં સાબિત થાય. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. લાગે છે કે તમારા વરિષ્ઠો કામમાં આજે દેવદૂતની જેમ વર્તી રહ્યા છે.

Kumbh Rashi (કુંભ રાશી)

આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે- જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મુકશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમને કોઈક સારા સમચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મુકશે. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. તમારા જીવનસાથી આજે થનગનાટ અને પ્રેમથી છલોછલ હશે.

Meen Rashi (મીન રાશી)

તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતી કાલે કદાચ બહુ મોડું થઈ જશે. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. બહુ સારૂં ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. નાણાંકીય મુંઝવણમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાતા જાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી પડે.

સ્વાસ્થ્ય:-

વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુધારા પર રહે. વર્ષ પસાર થતું જાય તેમ સુધારો થતો જાય. વજન વધે. પરંતુ વર્ષના અંતમાં આપે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડે.

નોકરી-ધંધો:

વ્યાવસાયિક દ્રષ્ટિએ વર્ષારંભ સારો રહે. ગત વર્ષ દરમ્યાન અટકી પડેલા, વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય. નવું કામકાજ મળી રહે. ધંધાકીય નવું કોઇ આયોજન વિચારતા હોવ તો થઇ શકે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકુળતા-પ્રગતિ જણાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી. અન્યના દોરવાયા દોરવાઇ જઇ કોઇ કાર્ય કરવું નહીં.

કૌટુંબિક-પારિવારિક:

કુટુંબ પરિવારના સાથ સહકારથી આપને રાહત રહે. તેમ છતાં સંયુક્ત મિલ્કત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.

source: astrosage.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,192 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>