જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે! (24/10/2018)

જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!

Mesh Rashi (મેષ રાશી)

કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

Vrushabh Rashi (વૃષભ રાશી)

તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે.

Mithun Rashi (મિથુન રાશી)

વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે. તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

Kark Rashi (કર્ક રાશી)

વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશ કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે.

Singh Rashi (સિંહ રાશી)

વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરિત અસર કરી શકે છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારૂં કરી રહ્યા છો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

Kanya Rashi (કન્યા રાશી)

તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. નવા વિચારો ઉત્પાદક હશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણી-પીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે.

Tula Rashi (તુલા રાશી)

ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો- અન્યો પાસેથી મદદ લો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

Vrushchik Rashi (વૃશ્ચિક રાશી)

સ્વાસ્થ્ય સારૂં રહેશે. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

Dhanu Rashi (ધન રાશી)

કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમે તમારા સંતાન પાસેથી કોઈક પાઠ શીખવાના છો. તેમનો સૂક્ષ્મ તેજપુંજ ખૂબ જ પવિત્ર હોય છે અને તેમના આસાપાસના લોકોને તેમની નિર્દોષતા,આનંદીપણું તથા નકારાત્મકતાના અભાવ દ્વારા બદલી શકે છે. તમારો રૉમેન્ટિક સંબંધ આજે મુશ્કેલીમાં આવશે. આજે તમને તમારા પ્રિયપાત્રની એક નવી અદભુત બાબત જોવા મળશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે.

Makar Rashi (મકર રાશી)

કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. નવો દેખાવ-નવાં કપડાં-નવા મિત્રો આજે તમારા થશે. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે.

Kumbh Rashi (કુંભ રાશી)

તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથેની મજા માટેની ટ્રીપ તમને નિરાંતવા બનાવશે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

Meen Rashi (મીન રાશી)

સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. તમે જે હંમેશાં કરવા માગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

જન્મ તારીખ વર્ષ સંકેત

આજથી શરૃ થઇ રહેલું આપનું જન્મ વર્ષ જેમ-જેમ પસાર થતું જાય તેમ તેમ આપને રાહત થતી જાય. નાણાંકીય મુંઝવણમાં ઘટાડો થતો જાય. કામ ઉકેલાતા જાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી પડે.

સ્વાસ્થ્ય:-

વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુધારા પર રહે. વર્ષ પસાર થતું જાય તેમ સુધારો થતો જાય. વજન વધે. પરંતુ વર્ષના અંતમાં આપે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડે.

નોકરી-ધંધો:

વ્યાવસાયિક દ્રષ્ટિએ વર્ષારંભ સારો રહે. ગત વર્ષ દરમ્યાન અટકી પડેલા, વિલંબમાં પડેલા કામ ઉકેલાતા જાય. નવું કામકાજ મળી રહે. ધંધાકીય નવું કોઇ આયોજન વિચારતા હોવ તો થઇ શકે. નોકરીમાં બઢતી-બદલીના પ્રશ્નમાં સાનુકુળતા-પ્રગતિ જણાય. પરંતુ વર્ષાંતે આપે થોડી સાવધાની રાખવી. અન્યના દોરવાયા દોરવાઇ જઇ કોઇ કાર્ય કરવું નહીં.

કૌટુંબિક-પારિવારિક:

કુટુંબ પરિવારના સાથ સહકારથી આપને રાહત રહે. તેમ છતાં સંયુક્ત મિલ્કત-ધંધાના પ્રશ્ને વાદ-વિવાદ મનદુ:ખથી સંભાળવું પડે.

source: astrosage.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,163 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>