જાણો આ વર્ષનું આખું ચોમાસુ ગુજરાત માટે કેવુ રહેશે? આ રહી અંબાલાલ પટેલની આગાહી

મિત્રો , હાલ લોકો આ ઉનાળા ની કાળઝાળ ગરમી થી એટલા ત્રસ્ત થઈ ગયા છે કે તે વર્ષા ની રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતો ને પણ એ ચિંતા સતાવતી હોય છે કે આ ચોમાસા મા યોગ્ય વરસાદ પડે તો સારુ. કારણ કે , આ ખેડૂતો ની ખેતી નો સંપૂર્ણ આધાર વર્ષા પર જ હોય છે. હાલ હવામાન વિભાગ તથા અમુક પ્રાઈવેટ એજન્સીઓ આવનાર ચોમાસુ આપણા માટે કેવુ સાબિત થશે ? તે વિશે ના તર્ક-વિતર્ક કરી રહ્યા છે.

હાલ , જ્યોતિષી અંબાલાલ પટેલે આવનાર ચોમાસુ કેવુ રહેશે ? તે વિશે આગાહી કરી છે. એમના જણાવ્યા મુજબ, આ વર્ષે ગુજરાત મા ચોમાસુ એકદમ યોગ્ય રહેશે. એમણે ૨૦૧૯ ના ચોમાસા અંગે ની ભવિષ્યવાણી કરતા જણાવ્યુ કે , ગુરૂ-શનિ ની આ પ્રમાણે ની ગ્રહદશા ઈ.સ. ૧૯૫૯ , ૧૯૭૧ , ૧૯૮૩ મા આવી જ હતી કે જેવી અત્યારે છે અને આ વખત ની શિયાળા ની સીઝન નિહાળતા એવુ લાગી રહ્યુ છે કે આ વર્ષ નુ ચોમાસુ એકંદરે સારુ જશે.

આગળ એ જણાવે છે કે , સૂર્ય કૃતિકા નક્ષત્ર મા છે જેથી કેરળ મા ચોમાસુ યોગ્ય સમયસર આવી જશે અથવા થોડુ વહેલુ પણ આવી શકે. જૂન ના પ્રારંભિક સમયગાળા મા ભારત ના દક્ષિણ ભાગ મા અત્યંત ભારે પ્રમાણ મા વર્ષા થવા ની સંભાવનાઓ છે. ગુજરાત મા પણ રોહિણી-સૂર્ય નક્ષત્ર નો યોગ સર્જાતા આંધી તથા ગાજવીજ સાથે વર્ષા થશે. અહી ૨૫ મે થી ૨૮ મે સુધી ના સમયગાળા મા વર્ષા થશે એવી આગાહી કરી છે.

આ સાથે ૨૯ મે થી ૫ જૂન ના સમયગાળા દરમિયાન વધુ વર્ષા થવા ના યોગ સર્જાઈ રહ્યા છે. આમ , જોવા જઈએ તો ચોમાસુ સીઝન નો પ્રારંભ એટલે કે વર્ષા ક્યારે થશે ? તે અંગે નો ખ્યાલ તો કોરમડી વાદળો નિહાળ્યા પછી જ આવી શકે. આ જ્યોતિષી ના મત મુજબ આ વખતે અંગારક યોગ ના લીધે વર્ષા ની વહેચણી અસમાન બનશે. આથી , કોઈ ભાગ મા ભારે થી અતિ ભારે વર્ષા થશે તો અમુક ભાગ મા ઓછી વર્ષા થશે.

૧૮ મી મે ના સમયગાળા બાદ ગરમી પોતાનો કોપ બોલાવશે અને જૂન મા પણ ગરમી નુ પ્રમાણ વધુ રહેશે. તાપમાન ૪૪ ડીગ્રી સેલ્સિયસ નો આંકડો પાર કરી જશે. ગુજરાત ના કયા શહેર મા કેટલી વર્ષા થશે તેની સંભાવનાઓ નીચે મુજબ ની છે :

વલસાડ – ૧૦૦ ઈંચ , ડાંગ – ૯૫ ઈંચ , નવસારી – ૮૦ ઈંચ , સુરત – ૭૫ ઈંચ , નર્મદા – ૭૦ ઈંચ , ભરૂચ – ૬૦ ઈંચ , વડોદરા – ૫૫ ઈંચ , પંચમહાલ – ૫૨ ઈંચ , દાહોદ – ૫૦ ઈંચ , અમરેલી – ૪૮ ઈંચ , જૂનાગઢ – ૪૮ ઈંચ , ખેડા – ૪૮ ઈંચ , આણંદ – ૪૮ ઈંચ , રાજકોટ – ૪૬ ઈંચ , ભાવનગર – ૪૫ ઈંચ , બનાસકાંઠા – ૪૦ ઈંચ , સુરેન્દ્રનગર – ૩૬ ઈંચ , અમદાવાદ – ૩૫ ઈંચ , ગાંધીનગર – ૩૦ ઈંચ , જામનગર – ૨૮ ઈંચ , પોરબંદર – ૨૮ ઈંચ , મહેસાણા – ૨૦ ઈંચ , કચ્છ – ૧૦ ઈંચ.

આમ , તો પ્રકૃતિ પોતે ક્યારે ક્યા સ્વરૂપ મા આવી જાય તે નક્કી કહી શકાતું નથી. આપણે ફક્ત એવી આશા જ રાખી શકીએ કે આ ચોમાસુ સારુ થાય અને ખેડૂતો ના પાક ને કોઇપણ પ્રકાર ની હાનિ ના પહોચે તથા આપણે કોઈપણ પ્રકાર ની પ્રાકૃતિક આપત્તિ નો સામનો ના કરવો પડે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,004 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>