iOS 9ના ફિચર્સ, જે બદલી દેશે iPhon ને

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

હમણાં જ એપલે પોતાના યૂઝર્સ માટે iOS 9નું બીટા વર્ઝન રજૂ કર્યું છે. આ OS પહેલા કરતા થોડી અલગ છે. જો તમે આ નવી OSને ડાઉનલોડ કરી લીધી હોય તો, તમને તેમાં ફરક દેખાશે. પહેલા થોડી મિનિટો સુધી તો નોર્મલ જ લાગશે પણ પછી તેમાં નવી અને જૂની ઓપરેટિંગ સિસ્ટમના ફેરફારનો ખ્યાલ આવશે. Janvajevu.com તમને જણાવી રહ્યું છે એવા 7 નવા ફિચર્સ વિશે જેનાથી આઇફોનમાં ચેન્જ આવી શકે છે.

નવા ફોન્ટ

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

કંપનીએ iOS 9ને રિડિઝાઇન નથી કરી પણ તેમાં ફોન્ટ જરૂર નવા બનાવી દીધા છે. પોતાના જુના ફોન્ટ Helveticaને છોડીને એપલે iOS 9માં ‘San Francisco font’નો ઉપયોગ કર્યો છે. આ ફોન્ટ એપલની ટીમે ડિઝાઇન કર્યા છે અને તેનો ઉપયોગ સૌથી પહેલા એપલ વૉચમાં કર્યો હતો. જેના કારણે હવે તમને ઘણુબધુ બદલેલું લાગશે.

લૉ પાવર મૉડ

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

આમ તો એપલ પહેલી એકલી એવી કંપની નથી જે યૂઝર્સને લૉ પાવર મૉડ આપી રહી છે. પણ હવે કંપનીએ iOS 9ની સાથે આ ફિચરને જોડ્યું છે જેનાથી યૂઝર્સ પોતાનું પાવર મેનેજમેન્ટ વધુ સારી રીતે કરી શકશે. અત્યાર સુધી યૂઝર્સ બ્રાઇટનેસ ઓછી કરીને કે એરપ્લેન મોડ સેટ કરીને પાવરનું મેનેજમેન્ટ કરતા હતા પણ હવે આ ઓપ્શન થકી યૂઝર્સ પ્રોસેસરને થોડું ધીમુ કરી શકશે. આ ઓપ્શનથી પ્રોસેસર થોડું ધીમુ પડશે પણ કોમન યૂઝર્સને તેનાથી કોઇ મોટો ફરક નહીં પડે. એપલનો આઇફોન 6 આઇફોન 5S જેવી અને આઇફોન 5S આઇફોન 5 જેવી ફિલીંગ આપશે, આ ઉપરાંત બેટરી સેવિંગ વધુ થશે.

સેલ્ફી અને સ્ક્રીન શૉટ ફોલ્ડર

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

આ એક બહુ જ નાનો ફેરફાર છે જે કેટલાય યૂઝર્સનું ફ્રસ્ટેશન ઓછું કરી દેશે. iOS 8માં બધા જ ફોટાઓ એક કલેક્શન નામના ફોલ્ડરમાં આવી જતા હતા જેથી ક્યારેય ફોટાઓ શોધવામાં મુશ્કેલી પડતી હતી. હવે એપલે સેલ્ફી અને સ્ક્રીન શૉટ ફોલ્ડર બનાવી લીધું છે અને તે iOS 9ની સાથે આવશે. કેમેરા રોલનું ફોલ્ડર પણ આવશે અને સેલ્ફી-સ્ક્રીન શૉટ માટે અલગથી એક ફોલ્ડર આવશે.

લૉઅર કેસ કીબોર્ડ

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

યૂઝર્સને વધારે હેરાન કરતી વાત લૉઅર કેસ અને અપર કેસ કીબોર્ડની છે. કંપનીએ યૂઝર્સના આ ફ્રસ્ટેશનને iOS 9માં દુર કર્યું છે. હવે યૂઝર્સને iOS 9માં અપર કેસ ટાઇપ કરતી વખતે અપર કેસ અને લૉઅર કેસ ટાઇપ કરતી વખતે લૉઅર કેસ કીબોર્ડ મળશે. પહેલા યૂઝર્સને શિફ્ટ બટન વારંવાર પ્રેસ કરવું પડતું હતું.

નવું એપ સ્વીચર

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

iOS 9માં સૌથી મોટો ફેરફાર યૂઝર્સને ત્યારે દેખાશે જ્યારે યૂઝર્સ બે વાર હોમ બટન દબાવશે. પહેલા બે વાર બટન દબાવવાથી 2D એપ્સ દેખાતા હતા પણ હવે 3D સ્ટેક એપ્સ દેખાશે. આ ફેરફાર કોઇ ફિચર્સ માટે નથી કરાયો પણ ફક્ત લુક માટે છે.

એપ બટન

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

પહેલા યૂઝર્સ સફારી, ફેસબુક પર કોઇ લિંક ખોલતા હતા તો ફરી પાછા તે પોસ્ટ પર કૉમેન્ટ કે લાઇક કરવા પાછા ન હોતા જઇ શકતા. કોઇ એપ માટે પણ કોઇ બીજી લિંક ઓથેન્ટિકેશન માટે મોકલતા હતા તો પાછા ન હોતા જઇ શકાતું પણ હવે આવું નહીં થાય. iOS 9માં યૂઝર્સની આ સમસ્યાને સોલ્વ કરાઇ છે, યૂઝર્સ માટે બેક ટૂ એપ બટન આપવામાં આવ્યું છે.

બીજા ફિચર્સ 

iOS 9 7 new features that will change the IPhone, is to know what features

એપલની નવી ઓપરેટિંગ સિસ્ટમ હજુ બીટા વર્ઝનમાં જ છે તો જરૂર તેમાં બગ્સ હશે. આ સિસ્ટમ iOS 8થી ઉતરતું છે. એપલે આ નવા વર્ઝનમાં સ્પિડનું પ્રોમીસ કર્યું છે. જો તમે આઇફોન 4S વાપરતા હોય તો આ ઘણી ફાસ્ટ થઇ જશે. iOS 9ની સાઇઝ 1.3 GB છે જ્યારે iOS 8ની સાઇઝ 4.58GB હતી. જેની પાસે 16GB ફોન હશે તેના માટે આ ખુબ સારી છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,413 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 18

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>