ઈનસ્ટંટ ગ્રીન ઢોકળા – મગની ફોતરાવાળી દાળનાં આ ઢોકળાં ખૂબ પૌષ્ટિક છે…

○હેલો ફ્રેન્ડઝ “ઢોકળા “સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે ને ?આપણે ગુજરાતીઓ ની પહેચાન જ ઢોકળાં છે બરાબરને? આપણે ત્યાં વિવિધ પ્રકારના ઢોકળા બનતા જ હોય છે ખાટા ઢોકળા, ખમણ ઢોકળા, ઇદડા ,વાટીદાળ ના ઢોકળા મા પણ વિવિધ પ્રકારના ઢોકળા બને છે જેમ કે ચણાનીવાટીદાળનાઢોકળા,મોગરદાળનાઢોકળા,મિક્સદાળના ઢોકળા વગેરે આજ હુ મગની છીલટી દાળ ( મગની ફોતરા વાળી દાળ) ના વાટીદાળ ના ઢોકળા કેવી રીતે બને તો શીખવાડીશ દરેક પ્રકારની દાળ એટલે પ્રોટીન નો ખજાનો દરેક દાળમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે એટલે અલગ-અલગ દાળનો ઉપયોગ આપણે રોજના ખોરાકમાં અલગ અલગ રીતે કરવો જ જોઈએ આ જ આ પ્રોટિનથી ભરપૂર મગની ફોતરા વાળી દાળ એટલે કે છીલટી દાળના ઢોકળા આપણે બનાવીશું જે સ્વાદિષ્ટ તો છે જ સાથે પચવામાં પણ એકદમ હલકા હોય છે અને એ પણ ઇન્સ્ટન્ટ ઢોકળા જેને આંથવા (fermentation) ની બિલકુલ જરૂર નથી પડતી ફક્ત દાળને પલાડો પીસી લો અને બનાવો આ સ્વાદિષ્ટ ગ્રીન ઢોકળા.તે ખૂબ જ સરસ લાગે છે તો ચાલો આ ઢોકળા બનાવવા માટે શું સામગ્રી જોઈશે તે નોંધી લો

○સામગ્રી–

  • ○ બે કપ મગની ફોતરા વાળી દાળ
  • ○ સ્વાદ અનુસાર મીઠું
  • ○3થી 4 ટેબલ સ્પૂન તેલ
  • ○૨ થી ૩ લીલા મરચા
  • ○ એક રેગ્યુલર ઈનો નું પેકેટ
  • ○અડધો કપ કોથમીર
  • ○2 થી 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ
  • ○ અડધુ લીંબુ
  • ○૨ થી ૩ ટેબ.સ્પૂન તેલ
  • ○ વઘાર કરવા માટે ની સામગ્રી
  • ○૧ ટી.સ્પૂન રાઈ અને જીરું
  • ○1 ટેબલ સ્પૂન તલ
  • ○10-12 મીઠા લીમડાના પાન
  • ○ગારનીશ કરવા માટે –
  • ○ખમણેલું કોપરું અને કોથમીરIMG-20180826-WA0010

○રીત

○1–સૌપ્રથમ દાળને ધોઈને બે થી ત્રણ ગ્લાસ પાણી નાખી ને ઢાંકી ને પલાળી દો ત્યારબાદ તેમાંથી પાણી નિતારી લો તેને મીડિયમ સાઇઝના મિક્સરના જારમાં લઈ લો તેમાં મરચાના ટુકડા અને કોથમીર નાખો અને તેમા થોડું જ પાણી નાખી અને તેને પીસી લો તેનું ઢોકળાં જેવું બેટર થાય તેવું ટેક્ષચર આપણે રાખવાનું છેIMG-20180826-WA0009

○2– ત્યારબાદ તે પીસેલા બેટર ને એક બાઉલમાં લઈ લો તેમાં એક કપ ખાટું દહીં સ્વાદ અનુસાર મીઠું અને ચણાનો લોટ ઉમેરી તેમાં બે ટેબલ-સ્પૂન તેલ પણ નાખો અને તેને બરાબર મિક્ષ કરી લો.IMG-20180826-WA0007

○3– ત્યારબાદ એક થાળીમાં તેલ લગાવી તેને ઢોકળાના સ્ટેન્ડમાં પ્રી-હીટ કરવા મૂકી દો તે ગરમ થાય ત્યાં સુધી તૈયાર કરેલા બેટર મા એક પેકેટ ઈનો સોડા નાખી તેના ઉપર અડધુ લીંબુ નીચોવો અને તેને એકદમ ફટાફટ ફીણી લો.IMG-20180826-WA0006

○4–ત્યારબાદ આ ફીણેલા ખીરાને ગરમ કરેલી થાળી માં રેડો તેને ઢાંકી અને ૧૫ થી ૨૦ મિનીટ સુધી વરાળમાં બફાવા દો.IMG-20180826-WA0012

○5–પંદર-વીસ મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી જુઓ ચકલી બહાર આવે તો સમજો ઢોકળા બફાઈ ગયા છે તે થાળીને બહાર કાઢી લો અને આવી જ રીતે બીજી ઢોકળાંની થાળી બાફવા માટે મૂકી દો. જો તમારી પાસે બે થાળી મૂકવાનું સ્ટેન્ડ હોય તો એક સાથે જ બન્ને થાળી મૂકી દો .IMG-20180826-WA0005

○6–ઢોકળા થોડા ઠંડા થઈ જાય એટલે તેનો ચપ્પુ વડે કાપા પાડી લો.IMG-20180826-WA0011

અને એક વઘાર્યા માં તેલ ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરું ,તલ અને મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેને ઢોકળા ની થાળી પર પાથરો IMG-20180826-WA0008ઉપર કોપરાનું ખમણ અને કોથમીરથી ગાર્નિશ કરો અને તેની તીખી અને મીઠી ચટણી સાથે ગરમાગરમ પીરસી દો.

○tips –

○ તમને જો ગળપણ ભાવતું હોય તો ખમણ ઢોકળા ની જેમ તેમા તમે ખાંડ ઉમેરી શકો છો મેં કોથમીર ઉમેરી છે એવી જ રીતે તમે પાલક ની ભાજી પણ ઉમેરી શકો છો તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ અને ઈન્સ્ટન્ટ ગ્રીન ઢોકળા અને હું કરું બીજી રેસીપી ની તૈયારી અને હા તમને આ રેસીપી કેવી લાગી એ ફીડબેક આપવાનું ભૂલતા નહીં.બીજી રેસિપી લઈને આવું ત્યાં સુધી બાય…

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,201 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>