ડાયટ કરો છો તો પણ હવે આરામથી ખાઈ શકશો સમોસા, પીઝા, કટલેટ અને બીજું ઘણું બધું ફક્ત આ એરફ્રાયરની મદદથી…

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક એવા ઉપકરણ ની માહિતી લઈને આવી છું જેનુ નામ છે એરફ્રાયર. આના નામ પ્રમાણે જ ગુણ પણ છે એટલે કે તેલ વગર અથવા એકદમ નામ માત્ર તેલ ના ઉપયોગ થી તેમાતળેલી વાનગીઓ તળ્યા વગર પણ સ્વાદિષ્ટ બની શકે છે તો ચાલો તમે પણ જાણી લો આ ઉપકરણ ની વિશેષતા.

*–આજ કાલ આપણે બધા સ્વાસ્થ્ય વિશે ખુબ જાગૃત થઈ રહ્યા છીએ. લોકો તળેલી વાનગીઓ ખાવાનું પસંદ નથી કરતા. બંને ત્યા સુધી તળેલી ચીજોની બદલે ઓછા તેલ મા બનેલી અથવા શેકેલી વાનગીઓ બનેલી વાનગીઓ ઊપર વધુ પોતાની પસંદગી ઉતારે છે. મોટા ભાગે લોકો મા એક ભ્રામક માન્યતા હોય છે કે અમૂક વાનગીઓ કે નાસ્તા જે તળી ને બનાવીએ એને ઓછા તેલ મા કે શેકી ને બનાવીએ તો તે સ્વાદિષ્ટ નથી હોતા. એ ભ્રમણા ખોટી પડે એવી સ્વાદિષ્ટ વાનગીઓ એરફ્રાયયર મા બની શકે છે.ડાયેટ કરતા લોકો સમોસા બટાટા વડા કે સાબુદાણા ના વડા જેવી વાનગીઓ તળેલી હોવાથી તે ખાઇ નથી શકતા તો તે લોકો માટે તો આ એરફ્રાયર આશીર્વાદ સમાન છે અદ્દલ તળેલી વાનગીઓ જેવોજ સ્વાદ આ એરફ્રાયર મા એકદમ નહીં જેવા તેલ થી બનાવી શકાય છે.

** શું શું બનાવી શકાય આ એર ફ્રાયર મા?

એરફ્રાયર મા તમે તેલ વગર અથવા તો તેલનો એકદમ નહીવત ઉપયોગ કરીને ઘણા પ્રકારની વાનગીઓ આસાનીથી બનાવી શકો છો.જે આરોગ્ય માટે લાભકારક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આમા બેકિંગ, રોસ્ટીંગ અને ગ્રિલિંગ થઈ શકે છે. જેમ કે કેક્સ, બિસ્કિટ્સ, બ્રેડ્સ વગેરે ઓવન જેવા જ બને છે. તળેલી ફ્રેન્ચ ફ્રાઈઝ હેલ્દી રીતે એ પણ તળ્યા વગર એકદમ સરળતાથી બની શકે છે. સમોસા, કટલેટ્સ, ટીકી, પનીર ટિકા, પીત્ઝા સ્ટીક્સ, સાબુદાણા ના વડા, શેકેલા પૌવા નો ચેવડો અને ચકરી પણ ખુબ સરસ બને છે અરે શાક પણ બનાવી શકાય તમારે ક્રિસ્પી ભીંડા ને ક્રિસ્પી કારેલા રીંગણાં નો ઓળો વગેરે પણ ખૂબજ સરસ બને છે. દેશી વિદેશી વાનગીઓ બનાવવી એકદમ આસાન બની જાય છે

**એર ફ્રાયરના ફાયદા શુ?

સમયની બચત

બીજી મુખ્ય વાત એરફ્રાયર મા જ્યારે તમે વાનગી બનાવો ત્યારે સતત તેની ઉપર ઊભા રહીને ધ્યાન નથી આપવુપડતુ.તમે સાઈડ બાય બીજા કામ કરી શકો છો. એમા સેટ કરેલા ટાઈમ પ્રમાણે વાનગી બનીને તૈયાર થઈ જાય છે.તો ટાઈમ પણ બચે અને સાથે સાથે બીજા કામ પણ પુરા કરી શકીએ એટલે ટાઈમ સેવિંગ પ્રોડક્ટ પણ છે તમારે ફ્રેન્ચફ્રાય, ક્રિસ્પીભીંડા ને કારેલા કે પછી સુપ સાથે ખવાતા બ્રેડ ક્રમ્સ આ બધુ ઓછા તેલ અને ઓછા સમયમાં બની શકે છે

**પૈસા ની પણ બચત

આમા વેજીટેરીયન અને નોન વેજીટેરીયન એમ બન્ને પ્રકારના વ્યંજન બનાવી શકાય છે.આજ કાલ આપણે ત્યાં સૌ ના ઘરો પણ નાના હોય છે .એટલે અમુક વાનગી બનાવવા માટે માઇક્રોવેવ,તો અમુક વાનગી બનાવવા માટે ઓવન કે ઓટિજી એમ અલગ અલગ ઉપકરણો વસાવી ના શકીએ, આ બધા નુ કામ એક જ ઉપકરણ થી થઈ જાય તે છે એરફ્રાયરઆકષૅક દેખાવ અને નાની જગ્યા મા પણ આરામ થી સમાઇ જાય.બીજુ એ કે જેમ માઈક્રોવેવ માટે અલગ વાસણો લેવા પડે છે જયારે એરફ્રાયયર મા કાચ સિવાય દરેક પ્રકારના વાસણો વાપરી શકાય છે

**કેવુ એરફ્રાયર પસંદ કરવુ?આ એર ફ્રાયર પણ ધણી અલગ અલગકમ્પની ના મળે છે જેમકે બજાજ અને ફિલિપ્શ વગેરે.. તેમા કિંમત પણ અલગ અલગ હોય છે જે તેની સિસ્ટમ પ્રમાણે હોય છે જેમ વોશિંગ મશીન મા હોય ફૂલી અને સેમીઓટોમેટિક એમ એરફ્રાયર મા પણ આવી સિસ્ટમ વાળા આવે છે અને બંને ની કિંમતમાં પણ ફરક હોય છે, મારા મતે ફૂલી ઓટોમેટિક જ પસંદ કરવુ.

શુ તફાવત છે બંને વચ્ચે?

સેમી ઓટોમેટિક મા કોઈ પણ પ્રકારની વાનગી બનાવવા એક બાજુ થી ચઢી જાય પછી તેને ઉલ્ટી બાજુ ફેરવી ને ફરી વખત ચઢવામુકવુ પડે છે તો તેમા સમય અને વીજળી બંને નો ખૅચ આવે છે, જ્યારે ફૂલી ઓટોમેટિક મા તમે એક વાનગી બનવા મુકો તો એ બધી બાજુએ થી એક સાથે જ ચઢી જાય છે, જેમકે તમે જો સમોસા બનાવો તો એ ચારે બાજુ થી એક સરખા બ્રાઉન થાય છે

લેખન : અલ્કા જોષી

આ માહિતી તમારી બહેન, પત્ની અને દરેક સ્ત્રીઓ સાથે શેર જરૂર કરજો, ખૂબ ફાયદાકારક છે તમારી ફેમેલી માટે… દરરોજ આવી અનેક માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,774 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>