રજાઓની સીઝન શરુ થઇ ગઈ છે તમે બહાર ફરવા જવાનો કોઈ પ્લાન બનાવ્યો કે નહિ…?

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ તહેવારો અને રજાઓની શરૂઆત થઈ જતી હોય છે. આ મહિનાથી દિવાળી સુધીમાં અનેક રજાઓ આવતી હોય છે. આ રજાઓનો લાભ લઈ લોકો પરીવાર સાથે મીની વેકેશન માણવાનો લાભ લેતાં હોય છે. જો તમે પણ દિવાળી સુધીમાં પરીવાર સાથે વેકેશ માણવાનું વિચારતાં હોય તો અહીં તમારા માટે કેટલાક વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે. આ વિકલ્પ છે બાળકો સાથે જંગલ સફારી માણવાનો… તો ચાલો જાણી લો કે બાળકોને દિવાળી વેકેશન સુધીમાં ફરવા લઈ જવા લાયક સ્થળ કયા કયા છે.

કોર્બેટ નેશનલ પાર્ક

નૈનીતાલ નજીક આવેલા આ પાર્કમાં હાથી, ચિત્તા, વાઘ, હરણ જેવા વન્ય પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત અહીં 580 પ્રકારના પક્ષી પણ જોવા મળે છે. અહીં જંગલની વચ્ચોવચથી પસાર થતી રામગંગા નદીમાં તમે રાફ્ટિંગની મજા પણ માણી શકો છો. એટલે કે આ સ્થળે તમે જંગલ સફારી સાથે વોટર એડવેન્ચરને પણ માણી શકો છો.

હેમિસ નેશનલ પાર્ક

આ પાર્ક બરફથી ઢંકાયેલું હોય છે. ભારતમાં સૌથી વધારે ઉંચાઈ પર આવેલા આ સફારીમાં જંગલી પશુ, પક્ષી અને જીવજંતુઓ જોવા મળે છે. આ ઉપરાંત સિંધુ નદીના કિનારે બનેલા આ પાર્કમાં તમને પ્રાચીન બૌદ્ધ મઠ પણ જોવા મળશે.

કાબિની ફોરેસ્ટ રિર્ઝવ

બાળકો સાથે એડવેન્ચર ટ્રીપ કરવી હોય તો આ બેસ્ટ જગ્યા છે. કર્ણાટકના કાબિની ફોરેસ્ટ રિઝર્વને લોકો ખૂબ પસંદ કરે છે. 55 એકરની જગ્યામાં ફેલાયેલા આ જંગલમાં તમે બાળકો સાથે એડવેન્ચર કરી શકો છો.

રણથંભોર નેશનલ પાર્ક

વાઈલ્ડ લાઈફ લવર્સ માટે રાજસ્થાનનું રણથંભોર નેશનલ પાર્ક બેસ્ટ વિકલ્પ છે. આ જંગલમાં તમને ચિત્તા, વાઘ અને હરણ સાથોસાથ અનેક પક્ષીઓ પણ જોવા મળશે. અહીં વાઈલ્ડ લાઈફ સાથે કેટલાક હિસ્ટોરિકલ પોઈન્ટસની મજા પણ તમે માણી શકો છો.

બાંદીપુર નેશનલ પાર્ક

બાળકો સાથે જંગલ સફારી કરવા માટે બાંદીપુર પણ સારો વિકલ્પ છે. અહીંયા તમને કુદરતી સુંદરતા સાથે જંગલી પ્રાણીઓ અને સુંદર પક્ષીઓ પણ જોવા મળશે. આ જંગલ ત્રણ નદીઓથી ઘેરાયેલું છે તેથી ચોમાસા બાદ અહીં પ્રકૃતિ સોળેકળાએ ખીલેલી જોવા મળે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,513 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>