ઈલાયચી નો આ કારગર ઉપાય ૧૦૦% તમારું વજન કરશે ઓછું, જાણો તેના પાંચ બીજા ફાયદાઓ

મિત્રો આજની આગવી જીવનશૈલી અને બહારની ખાણીપીણીના કારણે લોકો નું શરીર બેડોળ બનતું જાય છે. લોકોનો પોતાના શરીર પર કોઈ કન્ટ્રોલ રહ્યું નથી. વધતું જતું વજન વ્યક્તિની સુંદરતામાં અડચણરૂપ ઊભું થાય છે. લોકો પોતાના વધી ગયેલા વજનને ઓછું કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે. પરંતુ તેનાથી કોઈ ખાસ ફાયદો થતો નથી. અંતે પ્રીતિ નારાજ થઈને દુઃખી દુઃખી થઇ જતો હોય છે.

ભારતીય રસોઈઘરમાં મસાલા નું ખૂબ જ મહત્વ છે. મસાલામાં સૌથી મહત્વની અને સુગંધિત વસ્તુ ઈલાયચી છે. તેના સ્વાદ દ્વારા વ્યક્તિનું મૂડ ફ્રેશ થઈ જતું હોય છે. આ ઉપરાંત તેનો સૌથી વધારે ઉપયોગ મીઠાઈઓ કે પછી ખીર, શીરો અને પુલાવ જેવી વસ્તુઓમાં સ્વાદ લાવવા માટે થતો હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે તેનો સૌથી મહત્વનો ઉપયોગ વજન ઓછું કરવા માટે પણ થઇ શકે છે. લીલી ઇલાયચીનું સેવન કરવાથી પેટની આજુબાજુ જામી ગયેલી વધારાની ચરબી દૂર થાય છે. આ ઉપરાંત એના દ્વારા કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

વધારાની ચરબીને કરે છે દૂર
વજન વધવાનું સૌથી મોટું કારણ શરીરની આસપાસ જામેલી વધારાની ચરબી હોય છે. જો આ ચરબી દૂર કરવામાં આવે તો શરીરનું વજન ઓટોમેટીક ઓછું થઈ જતું હોય છે. લીલી ઈલાયચીનું સેવન કરવાથી આ પ્રકારની વધારાની ચરબી દૂર થાય છે. આ ઉપરાંત તે હૃદયને લગતી બીમારીઓ ને પણ દૂર કરે છે.

શરીરમાં મોજુદ ઝેરીલા તત્વોને કરે છે દૂર
આયુર્વેદમાં જણાવ્યા અનુસાર લીલી ઈલાયચી નુ સેવન કરવાથી શરીરમાં મળી આવતા ઝેરીલા તત્વો બહાર નીકળી જતા હોય છે. આ તત્વોના કારણે શરીરમાં લોહીનું પરિભ્રમણ પૂરતી માત્રામાં થતું નથી. આ ઝેરીલા તત્વો લોહીના પ્રવાહ માં અવરોધ બનીને નુકસાન પહોંચાડતા હોય છે. પરંતુ ઇલાયચીનું સેવન કરવાથી આ પ્રકારના ઝેરીલા તત્વો શરીરની બહાર નીકળી જતા હોય છે.

પેટ ફુલવાથી બચાવે છે
તમે જોયું હશે કે ઘણા લોકો ને અપચાની સમસ્યા થતી હોય છે. અપચો થવાના કારણે શરીરની અંદર ગેસ થાય છે જેના કારણે પેટ ફુલવાની સમસ્યા થતી હોય છે. પરંતુ લીલી ઈલાયચી ની અંદર ગૈસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ તત્વ મળી આવે છે જે આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો અપાવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,282 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>