રુચીબેનના હાથની ટેસ્ટી અને સ્પાઈસી “ઢોસાની ચટણીઓ” ટ્રાય કરો, હવેથી સાઉથની ડીશ જમવા જવાની હોટેલમાં જવાની જરૂર નહિ પડે.

રેકના ઘરમાં કોઈ ને કોઈ તો હશે જ જેને ઈડલી ઢોસા બહુ જ ભાવતા હોય. પણ જયારે આપણે ઈડલી ઢોસા બનાવીએ તો સાથે સાંભાર તો બનાવીએ જ . પણ દર વખતે એકની એક ચટણી કરતા બનાવો ચટણીની વેરાઈટી …
દક્ષીણ ભારતમાં ઈડલી ઢોસા સાથે પીરસાતી આ ૩ ચટણીઓ ખુબ જ સ્વાદિષ્ટ અને ખુબ જ સરળ છે. દરેક જ સ્વાદ એકદમ અલગ છે. આ ત્રણેય ચટણીઓ એક વાર ટ્રાય કરજો , ઈડલી/ઢોસાનો સ્વાદ બમણો થઇ જશે ..

નોંધ :

• ટોપરાની ચટણીમાં ટોપરા અને દાળિયાનું પ્રમાણ આપ ચાહો એ પ્રમાણે રાખી શકો છો. જે મિત્રો ને પિત્ત ની તકલીફ હોય એમને ટોપરું ઓછું વાપરવું .

• ચટણી બનાવતી વખતે ટોપરાની છાલ ઉતારી લેવી , એનાથી ચટણીનો કલર એકદમ સફેદ થશે. અહી આપણે સૌ પ્રથમ સફેદ-ટોપરાની ચટણીની રીત જોઈશું .. ટોપરાની આ ચટણી એક લોકપ્રિય અને સામાન્ય ચટણી છે જે ઈડલી/ઢોસા સિવાય મેદુવડા , મગના ઢોસા વગેરે સાથે પણ પીરસી શકાય.

સામગ્રી :

• ૧/૨ વાડકો ટોપરું,
• ૨-૩ લીલા મરચા,
• આદુ નો ટુકડો,
• ૧/૪ વાડકો દાળિયા,
• નાનો ટુકડો આમલી,
• મીઠું.

રીત :

સૌ પ્રથમ ટોપરાના ટુકડાને મિક્ષેરમાં ક્રશ કરી લો. આમ કરવાથી ટોપરાના ટુકડા એકસરખી રીતે વટાશે. ત્યારબાદ બાકીની બધી સામગ્રી ઉમેરી થોડું પાણી ઉમેરી વાટી લો.બહુ પાણીના ઉમેરવું. એક બાઉલમાં કાઢી લો .

બીજી ચટણી, ટોપરા-કોથમીરની ..

આ ચટણીમાં ટોપરાના સ્વાદની સાથે તાજી કોથમીર અને મરચાનો સ્વાદ પણ છે

સામગ્રી :

• ૧/૨ વાડકો ટોપરું,
• ૧/૨ વાડકો દાળિયા,
• પોણો વાડકો કોથમીર , સમારેલી,
• આદુનો કટકો,
• મીઠું,
• લીંબુના થોડા ટીપા.

રીત :

મિક્ષેરમાં ટોપરું ક્રશ કરી , બાકીની બધી સામગ્રી એમાં ઉમેરી વાટી લો . પાણી થોડું જ ઉમેરવું . એક બાઉલમાં કાઢી લો.

ત્રીજી ચટણી – ડુંગળી ટામેટાની ચટણી

આ ચટણી એક ચટપટી ચટણી છે . સહેજ ખાટી , તીખી અને સ્વાદિષ્ટ આ ચટણી મારા ઘરમાં બધાને ખુબ જ પસંદ છે .
સામગ્રી :

• ૩ કળી લસણ , સમારેલું ,
• ૨ નાના ટામેટા,
• ૩ મોટી ડુંગળી,
• આદુનો ટુકડો,
• થોડા લીમડાના પાન,
• ૧.૨ ચમચી તેલ,
• ૨-૩ લાલ સુકા મરચા,
• ૧/૨ ચમચી રાઈ,
• ૧/૨ ચમચી હિંગ,
• મીઠું,
• ૧/૪ ચમચી હળદર,
• ચપટી લાલ મરચું ,

રીત :

 

સૌ પ્રથમ કડાયમાં તેલ ગરમ કરો.

૧/૪ ચમચી ચણા દાળ અને ૧ લાલ મરચું શેકી બાજુ પર રાખી લો.

ત્યારબાદ તેલમાં રાઈ ઉમેરી , લાલ સુકા મરચા ઉમેરવા. હવે હિંગ અને લસણ ઉમેરો.

ત્યારબાદ સમારેલી ડુંગળી , ટામેટા , આદુ અને મીઠું ઉમેરો .. હલાવતા રહો .

ચપટી હળદર ઉમેરો . માધ્યમ આંચ પર સાંતળો. ટામેટા એકદમ સોફ્ટ થઇ જવા જોઈએ.

હવે એમાં બાકીની હળદર , લાલ મરચું ઉમેરો અને ગેસ બંધ કરી દો.જો ટામેટા ખાટાના હોય તો આમલીનો નાનો ટુકડો પણ ઉમેરી શકાય .

સાતળેલી ડુંગળી, ટામેટા ઠરે એટલે મિક્ષેરમાં વાટી લો. જરૂર લાગે તો ૨-૩ ચમચી પાણી ઉમેરી શકાય . વાટીને બાઉલમાં કાઢી લો.

એક નાની કડાયમાં ૧ ચમચી તેલ લઇ તેમાં ૧ ચમચી અડદની દાળ ઉમેરો.

દાળ બ્રાઉન કલરની થાય ત્યારે તેમાં રાઈ, લીમડાના પાન અને હિંગ ઉમેરો …

ચમચીની મદદથી આ વઘાર થોડો થોડો ત્રણેય ચટણી પર રેડો . શેકેલી ચણાની દાળ અને લાલ મરચું ડુંગળીની ચટણી પર બીજા વઘાર સાથે ઉમેરો .

તૈયાર છે ત્રણેય સ્વાદિષ્ટ ચટણીઓ .. પીરસો ગરમ ગરમ ઈડલી ઢોસા સાથે …આશા છે પસંદ પડશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,436 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>