HTC ના New Generation Phone થયા લૌંચ

HTC's 2TB of memory, 20MP camera Next Generation Smartphone

HTC એ પોતાનો નવો ડ્યુઅલ સિમ સ્માર્ટફોન HTC One ME ચીનમાં લોન્ચ કર્યો છે. જો કે કંપનીએ ફોનની કિંમત વિશે કોઇ જાણકારી નથી આપી સાથે સાથે ક્યારે વેચાણ માટે ઉપલબ્ધ થશે તે અંગે પણ કોઇ અઘિકારીક જાણકારી નથી આપી. પરંતુ કંપનીના જણાવ્યા પ્રમાણે ટુક સમયમાંજ અન્ય દેશોમાં પણ આ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 2TB એક્સપેન્ડેબલ મેમરી અને 20 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.

HTC One ME ના ફિચર્સ :

કંપનીએ ફરી એક વખત પોતાનો નવો ડ્યુઅલ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. સાથે સાથે તેમાં 64 બિટ મીડિયાટેક હેલિઓ X10 પ્રોસેસર આપ્યુ છે. HTC પહેલી વખત પોતાના સ્માર્ટફોનમાં આ પ્રોસેસર આપી રહી છે. SoC 8 કોરટેક્સ -A53 કોર 2.2GHz સ્પીડ આપે છે. સાથે સાથે ફોનમાં 3GB રેમ આપવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, તાજેતરમાં યોજાયેલ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ(MWC 2015) માં આ સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યો હતો.

આ સ્માર્ટફોનમાં 5.2 ઇંચ WQHD (1440×2560 પિક્સલ રિઝોલ્યુશન) ડિસ્પ્લે ક્વાલિટી આપે છે. સાથે સાથે એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. HTC નો આ સ્માર્ટફોન M9 ની જેમ છે. 32GB ઇન્ટર્નલ મેમરી સાથે આવે છે. જેને માઇક્રો SD કાર્ડની મદદથી 2TB સુધી વધારી શકાય છે. 1TB મેમરી 1000GB બરાબર થાય છે.

HTC One ME ના ફિચર્સ-

HTC's 2TB of memory, 20MP camera Next Generation Smartphone

HTC One ME માં 20 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેમાં BSI સેન્સર અને f/2.2 અપાર્ચર આપવામાં આવ્યુ છે. સાથે સાથે તેમાં 4 અલ્ટ્રાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરો f/2.0 એપાર્ચર સાથે આપવામાં આવ્યો છે. કેમેરામાં ડ્યુઅલ એલઇડી ફ્લેશ આપવામાં આવ્યો છે જેથી રાત્રે પણ ફોટો ક્વોલિટી સારી આવશે. હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, ડિઝિટલ કંમ્પાસ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

HTC's 2TB of memory, 20MP camera Next Generation Smartphone

કનેક્ટિવિટી માટે તેમાં NFC, બ્લ્યૂટૂથ 4.0, GPS, A-GPS, ડ્યુઅલ બેન્ડ વાઇ-ફાઇ , DLNA, માઇક્રો USB 2.0 જેવા ઓપ્શન આપ આપવામાં આવ્યા છે. ફોનમાં સાઉન્ડ ક્વોલિટીને વધારે સારુ બનાવવા માટે ફ્રંન્ટમાં HTC બુમ સાઉન્ડ ડ્યુઅલ સ્પીકર આપવામાં આવ્યુ છે. આ ડિઝિટલ સાઉન્ડ ક્વોલિટી આપે છે. ફોનનુ ડાયમેન્શન 150.99×71.99×9.75mm અને વજન 155 ગ્રામ છે. કંપનીએ આ સ્માર્ટફોનને ગોલ્ડ સિપિયા, રોજ ગોલ્ડ કલર વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. સાથે સાથે કંપનીએ 2840mAh પાવરની બેટરી આપી છે. એચટીસી કંપનીના આ સ્માર્ટફોનમાં મેટાલિક બોડી આપવામાં આવી છે જે એક પ્રિમિયમ લુક આપે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,417 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>