HTCએ ફાસ્ટ પ્રોસેસર અને ત્રણ કેમેરા સાથે લોન્ચ કર્યો One M9+

HTC has launched with a fast processor and three cameras One M9 +

HTC એ મંલળવારે ભારતીય બજારમાં પોતાના બે નવા સ્માર્ટફોન્સ લોન્ચ કર્યા હતા. નવી દિલ્હીમાં યોજાયેલ એક ઇવેન્ટમાં કંપનીએ HTC One M9+ અનેHTC One E9+ લોન્ચ કર્યા હતા. અત્યાર સુધી કંપનીએ ફક્ત HTC One M9+ ની કિંમત વિશે જણાવ્યુ છે. આ સ્માર્ટફોન 3 મેથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપનીએ આ ફોનની કિંમત રૂ.52,250 રાખી છે.HTC One M8 ની જેમ HTC One M9+ માં પણ ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં બે રિયર કેમેરા અને એક ફ્રંટ કેમેરા લોન્ચ થલેયા બેન્ને ફોન્સ ઓક્ટા-કોર પ્રોસેસર સાથે આવે છે. સાથે સાથે આ બન્ને ફોન્સ એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. બન્ને સ્માર્ટફોન્સમાં 20 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે.

ડ્યુઅલ રિયર કેમેરા કેવી રીતે કામ કરે છે

રિયલમાં HTC One M9+ માં બેઝિક રિયર કેમેરો 20 મેગાપિક્લ સપોર્ટ કરે છે. બીજા કેમેરાનુ કામ ઇમેજને રિફોકસ કરવાનુ છે. સરળ શબ્દોમાં કહીએ તો એક કેમેરો ફોટોનુ બેકગ્રાઉન્ડ પર કામ કરે છે. અને એક કેમેરો સબ્જેક્ટ પર ફોકસ કરે છે. બન્ને કેમેરા એક સાથે કામ કરે છે અને એક હાઇ ક્વોલિટી ફોટો બનાવે છે.

HTC લો બજેટ ફોન લોન્ચ કરશે

કંપનીએ આગામી સમયમાં લોન્ચ થનાર લો બજેટ સ્માર્ટફોનની જાહેરાત પણ કરી હતી. તે અંતર્ગત HTC ડિઝાયર 352G ફોન લોન્ચ કરવામાં આવશે. રવિવારે યોજાયેલ ઇવેન્ટમાં HTC ના ગ્લોબલ હેડ ચાઇલિન ચેન્ગ (Chialin Chang) પણ હાજર રહ્યા હતા. તેમની સાથે સાથે HTC સાઉથ એશિયા પ્રેસિડેન્ટ ફૈસલ સિદ્દિકી પણ હાજર રહ્યા હતા.

HTC ONE M9+

HTC કંપનીએ આ ફોનમાં ફિંગર પ્રિન્ટ સેન્સર ફિચર સાછે ચાઇનિસ બજારમાં લોન્ચ કર્યો છે. તમને જણાવી દઇએ કે પહેલા એપલ અને સેમસંગ પણ પોતાના સ્માર્ટફોન્સમાં આ ફિચર આપી ચુક્યા છે. આ ઉપરાંત કેટલીક સ્માર્ટફોન મેકર્સ કંપનીઓએ પણ ફિંગર પ્રિંન્ટ સેન્સર પોતાના ફોન્સમાં આપ્યા હતા.

HTC has launched with a fast processor and three cameras One M9 +

* કેમેરા

HTC M9+ માં ડ્યુઓ કેમેરા સેટઇપ સાથે 20 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે HTC કંપનીએ પોપ્યુલર 4 મેગાપિક્સલ અલ્ટ્રાપિક્સલ કેમેરો આપ્યો છે. આ કેમેરો લો લાઇટમાં પણ સારી પિક્ચર ક્વોલિટી આપે છે. કંપનીએ કેમેરાને યુઝર્સની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને આપ્યા છે.

* ડિસ્પ્લે

HTC M9+ માં 5.2 ઇંચની સ્ક્રિન આપવામાં આવી છે. આ સ્ક્રિન ફુલ એચડી ડિસ્પ્લે ક્વોલિટી આપે છે.(1440*2560 પિક્સલનુ રિઝોલ્યુશન) આપે છે. આ ફોનમાં પિક્સલ ડેન્સિટી 441 પિક્સલ પ્રતિ ઇંચની છે. જેટલી વધારે પિક્સલ ડેન્સિટી એટલી સ્ક્રિન ક્વોલિટી વધારે સારી હોય છે. વધારે ડેન્સિટી હોવાથી તડકામાં પણ સ્ક્રિન ક્લિયર દેખાય છે.

* ઓપરેટિંગ સિસ્ટમ

HTC ના આ ફોન એન્ડ્રોઇડ 5.0.2 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સાથે સાથે કંપનીનુ HTCસેન્સ યુઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યુ છે.

* પ્રોસેસર અને મેમરી

HTC ના આ ફોનમાં 2.2GHz મીડિયા ટેક MT6795T (Helio X)ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. સાથે સાથે 3GB રેમ છે. વધારે રેમ ગેમર્સને હેવી ગેમ્સ રમવામાં કોઇ મુશ્કેલી નહી પડે આ ઉપરાંત ફોનમાં 32 GB ઇન્ટર્નલ મેમરી અને માઇક્રો એસડી કાર્ડની મદદથી તેને 128 GB વધારી શકાય છે.

HTC One E9+

HTC આ ફોન 2K ડિસ્પ્લે(HD થી ચાર ગણી વધારે સારી સ્ક્રિન ક્વોલિટી) વાળી સ્ક્રિન સાથે આવે છે. આ ફોનમાં 5.5 ઇંચની સ્ક્રિન આપવામાં આવી છે.

HTC has launched with a fast processor and three cameras One M9 +

* ડિસ્પ્લે

5.5 ઇંચની સ્ક્રિન વાળા આ ફોનમાં 1440*2560 પિક્સલનુ રિઝોલ્યુશન આપવામાં આવ્યુ છે સાથે સાથે ફોનમાં 534 પિક્સલ પ્રતિ ઇંચની ડેન્સિટી છે. મલ્ટિટચ સપોર્ટ કરતી સ્ક્રનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 4 પ્રોટેક્શન આપવામાં આવ્યુ છે.

* ઓપરેટિંગ સિસ્ટમ

HTC ના આ ફોન એન્ડ્રોઇડ 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સાથે સાથે કંપનીનુ HTCસેન્સ યુઝર ઇન્ટરફેસ આપવામાં આવ્યુ છે.

* પ્રોસેસર અને મેમરી

HTC આ ફોનમાં 2GHz ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યુ છે. આ મીડિયા ટેક MT6795M ચિપસેટ અને ગ્રાફિક્સ સપોર્ટ માટે PowerVR G6200 ગ્રાફિકલ પ્રોસેસર આપવામાં આવ્યુ છે. ગેમિંગના શોખિનો માટે આ ફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. ફોનમાં સારી ગ્રાફિક્સ ક્વોલિટી મળશે. આ ઉપરાંત ફોનમાં 2GB રેમ છે. મલ્ટિટાસ્કિંગ માટે પણ સારુ ડીવાઇસ સાબિત થઇ શકે છે.
HTC નો આ ફોન 32GB ઇન્ટર્નલ મેમરી સાથે આવે છે જેમાં મેમરી કાર્ડની મદદથી 128 જીબી સુધી મેમરી વધારી શકાય છે.

* કેમેરો

HTC One E9+ માં 20 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ઓટોફોકસ રિયર કેમરો LED ફ્લેસ સાછે આવે છે સાથે સાથે કેમેરામાં ફુલ એચડી વીડિઓજ રેકોર્ડ પણ કરી શકાય છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 4 મેગાપિક્સલ અલ્ટ્રાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,508 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>