હોમ-મેડ કિચન કિંગ મસાલો – ટેસ્ટી ફૂડ ખાવું હોય તો બનાવો આ ટેસ્ટી મસાલો હવે ઘરે….

હેલો મિત્રો આજે હું લઇને આવી છું. એક એવો મસાલો જે દરેક ગૃહિણી માટે ખુબ જ ઉપયોગી છે. ઘરે રોજ એમ થાય કે આજે કયું શાક બનાવવું? બાળકોને ટેસ્ટી ફૂડ જોઈતું હોય છે. અને આપણે તેમની હેલ્થનું પણ જોવાનું હોય છે. રોજ હોટેલ જેવો જ ટેસ્ટ બધા શાકનો ઘરે લાવવા માટે હું આજે લઇને આવી છું  હોમ-મેડ કિચન કિંગ મસાલો. જે દરેક શાકમાં ઉમેરી તેનો ટેસ્ટ બમણો કરી શકાય છે.

બજારમાં મળતા દરેક મસાલા કેવા હોય પડતર તો નથી ને? તે દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. તેના કરતા બહાર માર્કેટ જેવો જ હવે મસાલો ઘરે પણ બનાવી શકાય જ છે. અને તેને ૧ વર્ષ સુધી સ્ટોર પણ કરી શકાય છે.

સામગ્રી:

 •  ૮-૧૦ નંગ ઇલાઇચી,
 • ૧ ચમચી જીરું,
 • ૧ ચમચી ખસખસ,
 • ૧/૨ ચમચી મેથી,
 • ૧ ચમચી વળીયારી,
 • ૧ નંગ જાયફળ,
 • ૬-૭ નંગ લાલ મરચા,
 • ૩-૪ પાન તમાલપત્ર,
 • ૮-૧૦ નંગ લવિંગ,
 • ૨ નંગ જાવંત્રી,
 • ૩-૪ નંગ બાદીયા,
 • ૩-૪ નંગ તજ,
 • ૮-૧૦ નંગ તીખા.
 • મસાલા….
 • ૧ ચમચી નમક,
 • ૧ ચમચી મરચું પાઉડર,
 • ૧/૨ ચમચી સુંઠ નો પાઉડર
 • ૧/૨ ચમચી હળદળ.

રીત:

 સૌપ્રથમ હોમ-મેડ કિચન કિંગ બનાવવા માટે લઈશું સામગ્રીઓ. સામગ્રીઓ પ્રોપર હશે એટલે મસાલો ખુબ જ સરસ અને ટેસ્ટી બનશે.  તો તેના માટે લઈશું  ઇલાઇચી, જીરુ, ખસખસ, વળીયારી, જાયફળ, લાલ મરચા, તમાલપત્ર, લવિંગ, જાવંત્રી, બાદીયા, તજ, તીખા.

મસાલો બનાવવામાં જો બધી જ વસ્તુઓ જોડે મસાલા પણ પ્રોપર માપ માં લેવામાં આવે તો તેનો કલર તેમજ સ્વાદ ખુબ જ સરસ આવે છે મસાલા માં નમક, મરચું પાઉડર, સુંઠ નો પાઉડર, હળદળ જેવાબધા જ મસાલા.

હવે બધી જ સામગ્રીઓ ને એક પેન માં ગરમ કરી લઈશું. તેને બોવ ગરમ પણ નથી કરવાની. તે મસાલો બનાવવા માટે પ્રોપર ગરમ થઇ ગયું છે તે જોવા માટે તેને હાથ થી જ હલાવવું જેથી ખબર પડી જશે કે સામગ્રીઓ ગરમ થઇ ગઈ છે.

ત્યાર બાદ બધી જ સામગ્રીઓ ને એક પ્લેટ માં કાઢી ઠંડી થવા માટે મૂકી દેવી. ૧૫ થી ૨૦ મિનીટ માં તે સામગ્રીઓ ઠંડી થઇ જશે.

ત્યાર બાદ એક મિક્ષ્ચરના નાના પવાલા માં તેને પીસવા માટે ભરી લઈશું. સામગ્રીઓ ને અલગ અલગ તેમજ જોડે પણ ક્રશ કરી શકાય છે.

ક્રશ કર્યા બાદ આપણી પાસે એક ખુબ જ સરસ બારીક પાઉડર મળી જશે.

ત્યાર બાદ તેમાં મસાલા ઉમેરીશું. જેટલું તીખું, ખારું જોઈતું હોય એ પ્રમાણે મસાલા ઉમેરીએ તો પણ ચાલે.

હવે આપળી માસે ખુબ જ ટેસ્ટી મસાલો તૈયાર થઇ ગયો છે તો તેને ચારણી ની મદદ થી ચાળી લઈશું.ત્યાર બાદ જો પાઉડર ગરમ હોય તો તેને હજી થોડી વાર પ્લેટ માં કાઢી ઠંડો થવા દેવો. જેથી આ મસાલો આખું વર્ષ સ્ટોર કરવો હોય તો બગળી ના જાય.

તો તૈયાર છે બારે માસ ઉપયોગ માં આવતો કિચન-કિંગ મસાલો. તો આજેજ બનાવો અને બધા ને ખુશ કરીદો.

નોંધ:

મસાલો બનાવવામાં સામગ્રીઓ માપમાં લેવાથી ખુબ જ સરસ થાય છે. પરંતુ જો તમને પસંદ હોય તે જ ઘરના મસાલાનો પણ ઉપયોગ કરી અને પસંદ માં હોય એટલી માત્રામાંને પણ આ મસાલો બનાવી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

Comments

comments


4,403 views

Leave a Reply

Your email address will not be published.


5 − = 1