હવે ઈડલી કે ઢોસા માટે તૈયાર ખીરું લાવવાની જરૂરત નથી. વાંચો અને શેર કરો.

મિત્રો , તમારે પણ ક્યારેક એવું થતું હશે ને બધું બરાબર માપ પ્રમાણે લીધું હોય તો પણ અંત માં બરાબર ના બને .. આવું જ કઇક ઈડલી નું ખીરું બનાવા માં થતું હોય છે . મને ઘણા એ આ સવાલ પૂછેલો , તો આજે હું આપના માટે એવી full proof રીત લાવી છું કે આ રીત પ્રમાણે ઈડલી ઢોસા બનાવો પછી જુઓ , ઘરના દરેક સભ્ય ના ચેહરા નું સ્મિત. એકદમ perfect પોચી અને સફેદ ઈડલી બનશે .

મેં અહી ગ્લાસ નું માપ લીધું છે આપ વાડકા નું માપ પણ લઇ શકો છો. આખા અડદ ની બદલે અડદ ની દાળ પણ ચાલે

સામગ્રી :

  • ૨.૫ ગ્લાસ ઈડલી ના ચોખા (બાફેલા ચોખા ),
  • ૦.૫ ગ્લાસ સાદા ચોખા,
  • ૧ ગ્લાસ આખા અડદ,
  • ૧૦-૧૫ દાણા મેથી,
  • ૧.૫ વાડકો પૌંઆ,

રીત :

સૌ પેહલા એક મોટા તપેલા માં બેય ચોખા , અડદ અને મેથી લો. ૪-૫ વાર બરાબર ધોઈ લો. પુરતું પાણી ઉમેરી ૭-૮ કલાક અથવા આખી રાત પલાળી રાખો ..

ત્યાર બાદ ફરી એક વાર આ મિશ્રણ ને ધોય લેવું . પોઆ ધોય ને ૨૦ min સુધી થોડા પાણી માં પલાળી લેવા . વાટવા ના મશીન માં કે મિક્ષેર માં ચોખા અને અડદ ની સાથે પોઆ મિક્ષ કરી ઓછા પાણી માં લીસું વાટવું .. પાણી ની માત્રા બહુ વધારે નહિ એમ જ બહુ ઓછી પણ નહિ . અડદ અને ચોખા ના દાનાં બરાબર પીસાય જવા જોઈએ .

એક મોટા તપેલા માં આ વાટેલું મિશ્રણ કાઢી લો . એને ઢાંકી હૂંફાળી જગા પર ૭-૮ કલાક સુધી રાખો. આથો આવશે તો જ ઈડલી ઢોસા સારા બનશે . આથો નહિ આવે તો ઈડલી પીળા કલર ની બનશે .

આથો બરાબર ચડી જાય એટલે ચમચા થી એકદમ હલાવી લો . ઉપયોગ હોય એટલા જ ખીરા માં મીઠું ઉમેરો , બાકી નું ખીરું ઢાંકી ને ફ્રીઝ માં મૂકી દો . આમ કરવા થી ખીરુ ખાટું ની પડે .

આશા છે આ રીત આપને પણ કામ લાગશે ….

રસોઈની રાણી : રૂચી શાહ

શેર કરો આ સરળ રીત તમારી દરેક મિત્ર સાથે અને દરરોજ અવનવી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ..

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,345 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>