હોમમેડ કીટકેટ ચોકલેટ – આ ચોકલેટ જોઈને જ બાળકો થઈ જશે હેપ્પી હેપ્પી …

આજે આપણે કીટકેટ ચોકલેટ ઘરે બનાવતા શીખશુ.હા કીટકેટ ચોકલેટ એ પણ ઘરે બનાવશું. ફકત બે વસ્તુ ની મદદ થી જલ્દી બનતી અને બજારની કીટકેટ જેવીજ.તો સ્ટેપ બાય સ્ટેપ બનાવીયે.

સામગ્રી :-

  • * વેફર બિસ્કિટ ( ચોકલેટ કે વેનીલા ફ્લેવર )
  • * ચોકલેટ સ્લેબ ( મિલ્ક ચોકલેટ અને ડૉક ચોકલેટ )IMG_20180823_153509

રીત :-

સૌથી પહેલાં બિસ્કિટ ના લાંબા બે ભાગ કરો .ફોટોમાં દેખાડીયુ છે એ રીતે.હવે બને ચોકલેટ એક એક ટૂકડો લો.IMG_20180823_153526
ચોકલેટ ને માઈક્રોવેવ ના બાઉલમાં લઈ ૩૦ સેકેન્ડ માટે માઈક્રો કરો .બાઉલ ને બહાર કાઢી ચમચી થી હલાવો .ચોકલેટ મેલ્ટ ન થઈ હોય તો ફરી ૩૦ સેકેન્ડ માટે મૂકો.હવે ચોકલેટ મેલ્ટ થઈ ગઈ હશે.IMG_20180823_153603
એક ટ્રે માં એલ્યુમિનિયમ ફોઈલ પાથરો.હવે બિસ્કિટ ને એક એક કરી ચોકલેટ માં ડીપ કરી photo_collage11535018819232.

એલ્યુમિનિયમ ફોઈલ વાળી ટ્રે માં મૂકી દો બધી ચોકલેટ આ રીતે તૈયાર કરી આ ટ્રે ને કલાક માટે ફ્રિજ માં સેટ કરવા મૂકો.IMG_20180823_153728
સેટ થયા પછી કીટકેટ ચોકલેટ ને રેપર થી રેપ કરવું હોય તો રેપ કરો નહીતર એમને એમ પણ સૅવ કરુ શકો છો ્IMG_20180823_154823

નોંધ :-
* ચોકલેટ ને ગેસ ઉપર પણ મેલ્ટ કરી શકો છો.ગેસ ઉપર એક તપેલીમાં પાણી લઈ તેના પર એક બીજો બાઉલ મૂકી તેમાં ચોકલેટ નાખી સતત હલાવતા રહેવુ ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી. આ રીત ને ડબલ બાઉલર કહેવાય છે.* dark ચોકલેટ ભાવે તો એ વધારે લઈ શકાય છે.
અથવા એકલી dark ચોકલેટ ની પણ કરી શકાય છે.* વેફર બિસ્કિટ મા પણ તમારી ઈચ્છા પ્રમાણે ફ્લેવર લઈ શકાય છે.

તો આ રક્ષાબંધન ઉપર આ કીટકેટ ચોકલેટ ઘરે બનાવો અને તમારા નાના ભાઈ કે મોટા ભાઈ ને ખવડાવો.આ રેસીપી કેવી લાગી એ મને જણાવજો. અને રેસીપી ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.

રસોઈની  રાણી : કાજલ શેઠ ( મોડાસા )

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,748 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>