અમુલ જેવું બટર – હવે ઘરે જ બટર બનાવો અમુલ જેવા જ ટેસ્ટનું, એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથેની રેસીપી જોઈને…

૫ મિનીટમાં જટપટ બનતું એવું બટર અને સ્વાદ માં પણ એકદમ અમૂલ જેવું જ છે. અત્યારે કોઈ પણ વસ્તુ બનાવીએ બટર તો એડ કરીએ જ છીએ.  નોર્મલી અમુલ બટર વાપરતા હોઈએ છીએ પરંતુ ધરે બનાવેલી વસ્તુની વાત જ અલગ હોય છે ને ?  ક્યારેક નવી વાનગી બનાવતા હોઈએ અને બટર ના હોય કે પૂરું થઈ ગયું હોય તો !!! તો મુંજાવાની જરાય જરૂર નથી.  તમે ઘરે પણ બોવ જ ઓછી વસ્તુઓમાં બટર બનાવી શકો છો. 

સામગ્રી:

  • · ૩ ચમચી ઘી,
  • · ૪-૫ નંગ બરફ,
  • · ૧ ચપટી નમક,
  • · ૧ ચપટી હળદળ.

રીત:

સૌપ્રથમ બધી આપણે સામગ્રીઓ લઈશું જેમાં ઘી, નમક, હળદળ અને બરફ છે.

હવે એક બાઉલ લઈશું . તેમાં ૩ ચમચી જેટલું ઘી ઉમેરીશું.. પરંતુ તમારે જેટલી માત્રા માં બટર બનાવવું હોય એટલી માત્રા માં ઘી લઇ શકો છો.

હવે ઘી માં જરૂર મુજબ બરફ ઉમેરી દો.જેટલા પણ પ્રમાણ માં ઘી હોય એટલા બરફ ના ટુકડા ઉમેરવા.

હવે બાઉલ માં ઘી અને બરફ ને મીક્સ કરી ચમચી વડે ફીણી લો. તમે ચાહો તો મિક્ષ્ચર અથવા બ્લેન્ડર નો ઉપયોગ પણ કરી શકો છો.

ફીણી ને એકદમ મિક્સ કરયા બાદ તેમાં થઈ બરફ ના ટુકડા કાઢી લો અને તેમાં થી નીકળેલું પાણી પણ કાઢી લો.

હવે તે મિશ્રણ માં ચપટી હળદળ અને નમક ઉમેરો અને તમે સ્વાદ મુજબ પણ ઉમેરી શકો છો.

હવે તેને પ્રોપર મિક્સ કરી દો એટલે તેને એક પ્રોપર યેલો કલર અને નમક થી એક ખરાસ જેવો સ્વાદ પણ મળી જશે.

  • હવે તેને ફ્રીઝર માં મુકવા માટે એક ડીસ માં કાઢી લો.તમારે જેવો શેપ આપવો હોય એમાં બટર ને કાઢી શકો. છો.. 
  • હવે ફ્રીઝ માં ૧ થી ૨ કલાક સુધી સેટ થવા માટે મૂકી દો
  • ત્યાર બાદ તેને હળવે થી કાઢી લો.. તો તૈયાર છે એકદમ અમુલ જેવું જ બટર

નોંધ:

અપણે કોઈ પણ ઘી લઇ શકીએ છીએ રેગ્યુલર અથવા ગાયનું પણ ઘી વાપરી શકાય.અને હળદળ કલર માટે જ વાપરવામાં આવે. છે એટલે ઘીનો કલર જોઈ એ પ્રમાણ માં હળદર ઉમેરી શકાય.

રેસીપીનો વિડીયો જોવા માટે અહિયાં ક્લિક કરો : 

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,644 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>