જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય, વિદેશોમાં આવેલા છે ખૂબસૂરત હિન્દુ મંદિર, તસવીર જોઈને નહીં હટાવી શકો નજર

વિદેશોમાં હિન્દુ મંદિર- આપણો ભારત સભ્યતા અને સંસ્કૃતિના મામલામાં બહુ પ્રખ્યાત છે. ધર્મને સમજવા અને જાણવા માટે કેટલાંક વિદેશી લોકો ભારતમાં આવે છે. આપણા દેશમાં હિન્દુ ધર્મમાં પૂજ્ય દેવી-દેવતાના કેટલાય સુંદર મંદિર છે જે પોતાની આગવી સુંદરતાને લીધે પ્રખ્યાત છે. હિન્દુ ધર્મમાં 33 કોટિ દેવી-દેવતાઓનું અસ્તિસ્તવ સ્વીકારવામાં આવ્યું છે. આ કારણે આપણા દેશમાં દરેક જગ્યાએ તમને બધા દેવી-દેવતાના મંદિર જોવા મળે છે. જો કે તમને જણાવી દઈએ કે, માત્ર આપણા દેશમાં જ નહીં, વિદેશોમાં હિન્દુ મંદિર આવેલા છે. કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહી થતો હોય પણ આ વાત સાચી છે.

આજે તમને એવા કેટલાંક હિન્દુ મંદિર જે વિદેશોમાં આવેલા છે તેના વિશે અને તેમની તસવીર બતાવીશું, અને આ તસવીર જોયા પછી તમે પણ આ મંદિરનાં દર્શન કરવા માટે ઉત્સાહિત થઈ જશો.

વિદેશોમાં હિન્દુ મંદિર-

1. ઈન્ડોનેશિયામાં આવેલ તનહ લોટ મંદિર-બાલીમાં આવેલું આ ખૂબસૂરત મંદિર પોતાની ખૂબસૂરતી માટે ફેમસ છે. આ મંદિરની સુંદરતા જોઈને એક સેંકન્ડ માટે પણ તમે નજર હટાવી નહી શકો. સમુદ્રના કિનારે આવેલા આ મંદિરનું નિર્માણ 15મી સદીમાં એક પૂજારીએ કરાવ્યું હતું.

2. કંબોડિયામાં આવેલું અંકોરવાટ મંદિર-અંકોરવાટ, કંબોડિયાનું પ્રસિદ્ધ પર્યટન જગ્યામાંથી એક છે. અહીં રોજ લાખો લોકો મંદિરના દર્શન માટે આવે છે. તેની દિવાલો પર 3000 અપ્સરાઓની કોતરણી કરવામાં આવી છે, એટલા માટે આ મંદિર ખાસ છે.

3. ઈન્ડોનેશિયામાં આવેલું પ્રમબનન મંદિર-આ શિવ મંદિરની ખૂબસૂરતીનો નજારો જોતા આંખો થાકતી જ નથી. આ વિશાળ અને આકર્ષક મંદિર ત્રિદેવ (બ્રહ્મમા, વિષ્ણુ, મહેશ)ને સમર્પિત છે.

4. ઓસ્ટ્રેલિયાનાં આવેલું શ્રી શિવ-વિષ્ણુ મંદિર-ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા શહેરમાં આવેલું આ મંદિરની વાત બધા કરતા અનોખી છે. આ મંદિર બહુ જૂનુ નથી, તેને 1994માં બનાવામાં આવ્યું હતું.

5. યૂએસમાં આવેલું સ્વામી નારાયણ મંદિર-આ મંદિર વિશ્વના ખૂબસૂરત અને ભવ્ય હિન્દુ મંદિરોમાંથી એક છે. તેની કોતરણી સુંદરતા જોવા જેવી છે. આ મંદિરને બનાવા માટે ત્રણ પ્રકારના પત્થરના 34,000 ટૂકડાને ભારતથી અમેરિકા મોકલવામાં આવ્યા હતા.

6. મલેશિયામાં આવેલું શ્રી સુબ્રમનિયન સ્વામી દેવસ્થાનમ-મલેશિયાની લોકપ્રિય ગુફા બાટૂ ગુફાઓમાં બનેલું સુબ્રમનિયન સ્વાની દેવસ્થાનની પણ બહુ માન્યતા છે. આ મંદિરમાં ભગવાન મુરુગનની 141 ફૂટ ઉંચી પ્રતિમા લગાવામાં આવી છે, જેને જોઈને મનને એક અદ્ધુત શાંતિ પ્રાપ્ત થાય છે.

7.યૂકેમાં આવેલું શ્રી વેંકટેશ્વર મંદિર-આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ મંદિરને જોઈને આ મંદિર બનાવાની પ્રેરણા મળી હતી. આ મંદિરને 2006માં ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું.

તો આ હતા વિદેશોમાં હિન્દુ મંદિર, જેના વિશે જાણીને તમને સારું લાગ્યું હશે અને આ મંદિરના દર્શન કરવા માટે તમને પણ ઈચ્છા થઈ ગઈ હશે એ તો ખબર છે અમને તો એકવાર અચૂક મુલાકાત લો આ મંદિરોની.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

Comments

comments


4,051 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 16