આ પૃથ્વી ઉપર જન્મ લેનાર ને પાછુ તો ફરવું જ પડે છે પછી તે દેવ હોય, દાનવ કે માનવ. આ તો બધા જાણે જ છે કે વ્યક્તિ ને તેનો પાછલો જન્મ વિશે પણ યાદ હોતું નથી. પુરાણો મુજબ માત્ર શરીર મરે છે અને આત્મા તો અજરામર છે તેમજ આ રહસ્ય ને પણ કોઈ નથી જાણી શક્યું કે જન્મ પહેલા અને મૃત્યું બાદ શું થાય છે.
તો આજે આ આર્ટીકલ મારફતે એવા સ્થાન ની વાત કરવી છે કે જે જાણીને તમને પણ આશ્ચર્ય થાશે. આ જગ્યા સમય થી પરે છે એટલે કે અહિયાં જે લોકો વસે છે તેમની ઉંમર વધતી નથી જેના લીધે તે લોકો ને મૃત્યું નો ભય પણ રેહતો નથી. તો ચાલો જાણીએ આ જગ્યા ની મહાનતા અને વિશેષતા વિશે.
આ વાત થાય છે હિમાલય ની કે જ્યાં આ દુર્લભ અને પવિત્ર સ્થળ આવેલું છે. આખી દુનિયા મા સૌથી ઊંચી પર્વત શિખરો હિમાલય મા જ જોવા મળે છે. તેમજ દુનિયાભર મા આવેલ તમામ શિખરો માંથી સૌથી મોટું શિખર માઉન્ટ એવરેસ્ટ હિમાલય નો જ એક ભાગ છે. આ પર્વતો મા હિન્દુ ધર્મ ની ઘણી માન્યતાઓ સંકળાયેલી છે તેમજ હિંદુઓના મુખ્ય ધામ પણ આ પર્વત ની હારમાળા મા સ્થિત છે.
જેમ કે બદ્રીનાથ,કેદારનાથ,ગૌમુખ,દેવ પ્રયાગ,હરિદ્વાર, ઋષિકેશ,કૈલાશ,માનસરોવર અને અમરનાથ મુખ્ય છે. આ પર્વત ઉપર સૌ થી વધુ પર્વત શિખરો જોવા મળે છે અને જેની ઉચાઇ ૭૨૦૦ મીટર કરતા પણ વધારે જોવા મળે છે અને તેનું મૂળ નામ “જ્ઞાનગંજ પીઠ” છે. હિમાલય મા બીજા ઘણા મહત્વના ધાર્મિક સ્થળો પણ દર્શનીય છે.
આજે વાત કરવી છે આવા જ હિમાલય મા આવેલ “સિદ્ધાશ્રમ” નામ થી પ્રખ્યાત થયેલ આ પવિત્ર સ્થળ ની કે જે અહિયાં હિમાલય મા સંગ્રીલા ઘાટી ની આજુ-બાજુ ના વિસ્તાર મા જ આવેલુ છે. તેમજ ત્યાં ના સ્થાનિક લોકો તેને “સંગ્રીલા પીઠ” તરીકે પણ ઓળખે છે. દરેક વ્યક્તિ આ સ્થળ ની મુલાકાત નથી લઈ શકતું તેમજ આ જગ્યા સરળતા થી જોવા પણ નથી મળતું.
આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ સેહલાઈ થી નથી જઈ શકતું ત્યાં ફક્ત તેવા લોકો જ જાય છે કે જેમણે આધ્યાત્મિક ક્ષેત્રે ખુબ સિધ્ધિઓ પ્રાપ્ત કરેલ હોય તેમજ આ શક્તિ પીઠ મા રેહતા લોકો પણ સામાન્ય માનવી જેવા નથી. અહિયાં કરોડો વર્ષો જુના પ્રાચીન યોગીઓ સાધના મા લીન જોવા મળે છે તેમજ ફક્ત સાધુ જેવા દેખાતા લોકો જ ત્યાં રહે છે.
આ વાત ની જાણકારી આજ થી ઘણા વર્ષો પેહલા થયેલી તેમજ આ શક્તિ પીઠ ની સ્થાપના ૧૨૨૫ એ.ડી. મા “સ્વામી જ્ઞાનાનંદ પરમહંસ” એ કરાવી હતી. આ શક્તિપીઠ તિબેટ ના પશ્ચિમી ક્ષેત્ર થી ૧૬ કી.મી.ને અંતરે આવેલું છે. આ સ્થળ ને સામાન્ય લોકો તો ઠીક પરંતુ અત્યાર નુ આધુનીક વિજ્ઞાન પણ જોવા તેમજ જાણવા મા અસફળ થયું છે. એવી માન્યતા છે કે આ શક્તિપીઠ ઉપર સમય ની ગતિ થોભી જાય છે જેથી અહિયાં વસનારા યોગીઓ નુ મૃત્યું ક્યારે પણ થતું નથી.