જ્યારે ટેક્નોલોજીની વાત આવે છે ત્યારે ચીન બીજા દેશો કરતા સૌથી મોખરે હોય છે. સતત વધતી જતી ટેક્નોલોજીએ લોકોનુ જીવન એકદમ સરળ બનાવી દીધુ છે. ચીનની વાત કરીએ તો ચીનમાં કેટલાય શહેરોમાં એવા રેસ્ટોરેન્ટ છે જ્યા રોબોટ વેઇટરનુ અને કુકનુ કામ કરે છે. આ વાત સાંભળીને તમને નવાઇ લાગશે, પરંતુ આ સાચી વાત છે. આવા પ્રકારના રેસ્ટોરેન્ટ ચીનના શાંઘાઇ અને ઉત્તરી ચીનના ઝિઆન શહેરમાં છે. જે લોકો માટે એક આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે.
શુ છે ખાસિયત:-
રેસ્ટોરેન્ટમાં રોબોટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે સરળતાથી કસ્ટમરના ઓર્ડર લઇ શકે અને કસ્ટમરનો ઓર્ડર તેમને ડિલિવર કરી શકે. આ રોબોટમાં માથુ અને હાથ છે પરંતુ પગ નથી. પગની જગ્યાએ વ્હિલ ફિટ કરવામાં આવ્યા છે. જેથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી મુવ થઇ શકે. રેસ્ટોરેન્ટમાં રોબોટ રાખવાનો સૌથી મોટો ફાયદો એ છે કે કસ્ટમર ક્યાર નારાજ પણ નથી થતા અને રોબોટને ટિપ પણ નથી આપવી પડતી.
કેવી રીતે કરે છે કામ :-
આ રોબોટ માટે રેસ્ટોરન્ટના ફ્લોર પર હાઇવે જેવી પટ્ટી લગાવવામાં આવી છે. રોબોટ રેસ્ટોરેન્ટમાં ફિટ કરેલી પટ્ટી પર ફરે છે. બ્લેક પટ્ટી દરેક ટેબલ પાસે લગાવવામાં આવી છે જેથી રોબોટ ટેબલ પાસે જઇને કસ્ટમરને ઓર્ડર આપી શકે. રોબોટ પર અલગ-અલગ 8 પ્રકારના ભોજન માટેના બટન ફિટ કરવામાં આવ્યા છે. જેથી કસ્ટરમ પોતાની પસંદનુ જમવાનુ બટન દબાવીને ઓર્ડર કરી શકે. સાથે સાથે રોબો કુક પણ છે જે લગભગ 3 મિનિટમાં ચીની ભોજન તૈયાર કરી દે છે. સાથે સાથે વાસણ ધોવા માટે પણ રોબોટ રાખવામાં આવ્યા છે.
રોબોટની કિંમત:-
શંઘાઇ ડિંગ ફુડ ડેવલપમેન્ટના એક અધિકારી પ્રમાણે રોબોટની કિંમત બે લાખ યુઆન એટલેક 30,350 ડોલર છે, જે ભારતીય નાણા પ્રમાણે 19 લાખ 29 હજાર રૂપિયા થાય છે. આ રોબોટની પહેલી વખત શંઘાઇમાં આયોજિત વર્લ્ડ એક્સપો 2010 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. શંઘાઇ સ્થિત રેસ્ટોરેન્ટમાં એક વખતમાં 30 જેટલા રોબોટ કામ કરે છે.