હવે માત્ર ૨૫ રૂપિયામા ઘરે જ બનાવો વાસણ સાફ કરવાનુ લીક્વીડ, જે ચાલશે પણ લાંબો સમય

તમારા ઘર મા વાસણ ધોવા માટે બજાર મા ઉપલબ્ધ પાઉડર , સાબુ કાં તો દ્રવ્ય નો વપરાશ કરતા હોવ છો. અત્યારે આવા દ્રવ્યો અને જેલ બજાર મા સરળતા થી મળી રહે છે પણ તેની કિંમત ખુબ જ વધુ હોય છે અને તે લાંબો સમય સુધી ચાલતુ પણ નથી અને વારંવાર પૈસા નો વ્યય થાય છે. પણ હવે તમારે આ બધુ ખરીદવા ની જરૂર નહી રહે કેમ કે પ્રસ્તુત લેખ મા અમે તમને ખુબ જ સસ્તુ દ્રવ્ય બનાવવા ની રીત શીખવીશુ. જેના થી તમારા પૈસા નો બચાવ થશે.

આમ તો બધા એમ જ વીચારે કે ઘરે આ દ્રવ્ય બનાવવુ શક્ય છે કે નહી. પણ હવે તમે તમારી રીતે જ આ દ્રવ્ય ઘરે બનાવી શકો છો. અને એ પણ ઘર મા જ રહેલ વસ્તુ ના ઉપયોગ થી. આ દ્રવ્ય વાપરવા થી તમારા ચીકાશ યુક્ત વાસણ એકદમ ચોખ્ખા બની જશે. એક વાર આ દ્રવ્ય નો વપરાશ કરતા તમે બીજા કોઈ આવા દ્રવ્ય નો વપરાશ નહી કરો.

આ દ્રવ્ય બનાવવા માટે ઉપયોગ મા લેવાતી વસ્તુઓ:

મધ્યમ આકાર ના પાંચ લિંબુ , સીતેર મી.લી. સુરકો , નમક અડધો કપ , પાણી બે કપ.

દ્રવ્ય તૈયાર કરવા ની પદ્ધતિ:

પહેલા મધ્યમ આકાર ના પાંચ લીંબુ લો. દરેક ની સરખી ચાર ચીરો કરો. લીંબુ ની અંદર રહેલ બધા જ બી ને કાઢી લો. ત્યારબાદ એક પાત્ર મા એક કપ પાણી લો અને બધા જ લીંબુ ની ચીર ને તેમા નાખી દો. એક વાત નુ ખાસ ધ્યાન રાખવુ કે લીંબુ મા રહેલ બધા જ તત્વો તેમા ભળી જાય અને તેમા થી સુગંધ આવવા લાગે.

જ્યા સુધી આ લીંબુ ની છાલ કોમળ ન થઈ જાય ત્યા સુધી ધીમી આચે પકાવો. જરૂર જણાય તો વધારે પાણી ઉમેરી ને પકાવવુ. એક વાત યાદ રાખવી કે થોડૂ પાણી રહેવા દેવુ. ગેસ બંધ કરી આ પાણી ને નીચે ઊતારી ઠંડુ કરવા રાખવુ. પછી આ પાણી થોડુ વધારે પાણી ઉમેરી ને મિક્ષર ની સહાયતા થી ગ્રાઈન્ડ કરી લેવુ. કપડા ની સહાયતા થી ગાળી લેવુ.

આ પાણી ને પાછુ ગેસ પર ધીમા તાપે મુકવુ અને તેમા અડધો કપ નમક અને સુરકો નાખવો અને તેને ધીમે તાપે ઊકાળવુ. હવે આ તમારુ દ્રવ્ય તૈયાર છે. આ દ્રવ્ય ને ઠંડુ કરી એક કેન અથવા બોટલ મા ભરી જરૂર મુજબ વપરાશ કરવો.

આ દ્રવ્ય મા ફીણા નહી થાય પણ તે ગંદા અને ચીકાશ યુક્ત વાસણ સાફ કરશે. પણ અમુક યુવતીઓ એવુ માનતી હોય કે ફીણા ના થાય તો વાસણ સરખા સાફ ન થાય. તેના ઉપાય રૂપ બજાર મા ઉપલબ્ધ દ્રવ્ય ને લઈ તેમાથી થોડુ દ્રવ્ય આમા ઉમેરવા થી આ સમસ્યા દુર થશે. આમ જોતા એમ થાય કે બજાર માથી આ દ્રવ્ય લાવવુ મોંઘુ નહી કેમ કે ઘરે બનાવેલ દ્રવ્ય મા થોડુ જ ઉમેરવા નુ હોય છે.

આ બનાવેલ દ્રવ્ય વાસણ સાફ કરવા મા ખુબ જ કારગર સાબીત થાય છે અને તે પુરો મહીનો ચાલે છે અને તેની પડતર કિંમત સાવ ઓછી હોય છે. અમુક એવુ વીચારે કે આવુ કરવા કરતા ગામ માથી તૈયાર લઈ લેશુ. પણ આતો ફક્ત એક જ મહીના ની વાત થઈ છે. આવુ તો દર મહીને ઊભુ જ હોય. તો વિચાર કરો કે આખા વર્ષ દરમ્યાન કેટલા પૈસા ની બચત થાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,173 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>