હવે ઘરે તૈયાર કરો ગુંદાનો સ્વાદિષ્ઠ સંભારો, જાણી લો બનાવવાની સરળ રેસીપી

મિત્રો આપણે તો જાણીએ છીએ કે દરેક ગુજરાતીના ઘરમાં જમણવાર ની સાથે કોઈ નાની મોટી વસ્તુ જરૂર જોઈએ છે. એટલે કે રોટલી શાક છાસ ની સાથે સાથે વ્યક્તિને સંભારો અને અથાણું જોઈતું હશે. આપણે ટમેટા કે પછી ડુંગળી નો સંભારો તો દરરોજ બનાવતા હોઈએ છીએ, પરંતુ આજે અમે તમારા માટે સ્વાદિષ્ટ ગુંદા નો સંભારો લઈને આવ્યા છીએ. મિત્રો આમ તો ગુંદાનું અથાણું બનાવવામાં આવે છે. પરંતુ તેને સંભારો પણ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી હોય છે. ચાલો જાણીએ ગુંદા ના સંભાર ની રેસીપી.

જરૂરી સામગ્રી

૨૦૦ ગ્રામ ગુંદા
૪ લીલા મરચાં
એક ટેબલ સ્પૂન મીઠું
૧/૪ ટેબલ સ્પૂન રાઈદાણા
૧/૪ ટેબલ સ્પૂન જીરું
૧/૪ ટેબલ સ્પૂન મેથીના દાણા
૧/૪ ટેબલસ્પૂન હળદર
એક ચપટી હિંગ

બનાવવાની રીત


સૌપ્રથમ માર્કેટમાંથી લાવેલા ગુંદા અને સારી રીતે ધોઇને તેને બે ભાગમાં કાપી લો. ત્યારબાદ તેની અંદર રહેલ બીને કાઢી લો. હવે દરેક ગુંદા ના ફાડા ને સીધા મૂકીને તેની અંદર એક એક ચપટી મીઠું ભરી દેવું. જ્યારે પોતાની અંદર મીઠું ભરાઈ જાય ત્યારબાદ તેની કિનારીઓ પર મીઠું છાંટી દો. દસ મિનિટ સુધી આ રીતે રહેવા દો. આમ કરવાથી ગુદાની અંદર રહેલી ચીકાશ દૂર થઈ જશે. દસ મિનિટ બાદ તમારે ગુંદા ની અંદર ભરેલા નમક અને પાણી વડે ધોઈ લો.

આંગળીની મદદથી દરેક ગુંદા ની અંદર પાણી નાખીને તેને સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં જેની અંદર તેલ ગરમ કરવા મૂકી દો. હવે તેમાં રાઈ, જીરું, મેથી ના દાણા અને હિંગ નાખી ચડવા દ્યો. અંદર લાગેલી દરેક વસ્તુ સારી રીતે શેકાઈ રહ્યા બાદ તમારે તેની અંદર ગુંદા ઉમેરી દેવાના રહેશે. ગુંદા ઉમેરીને તેના ઉપર છીબુ ઢાંકી દેવું. તેથી બધો વઘાર ગુંદામાં ચઢી જાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,263 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>