હવે ઘરે જાતે જ બનાવો “ઘઉંના લોટની ક્રન્ચી ચકરી”, લોકો વખાણ કરતા નહિ થાકે…

ચોમાસાની સિઝનમાં આ નાસ્તા માટેની વાનગી દરેકને પ્રિય છે. નાના મોટા સૌ ને ભાવે અને પાછી સાવ સરળ. વાર તહેવારે તો હોય જ અને આખું વર્ષ પણ નાસ્તા માટે નો લોકપ્રિય વિકલ્પ છે આ ચક્રી. ઘઉં ની ચક્રી આમ તો ઘણી સરળ છે પણ જો અમુક મુદ્દા નું ધ્યાન રાખવા મા આવે તો કાયમ એક સરખી પરફેક્ટ જ ચક્રી બનશે. ચાલો જોઈએ સરળ અને પરફેક્ટ રીત ..

સામગ્રી-

૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૧ ચમચો મલાઈ
૧ ચમચો આખુ જીરુ, તલ અને અજમા

૧/૨ ચમચી સંચળ
૧/૨ ચમચી હળદળ
૧ ટી સ્પૂન લાલ મરચું
મીઠું સ્વાદ પ્રમાણે

તળવા માટે તેલ

બનાવવાનીરીત :

ઘઉંના લોટને એક પાતળા કપડામાં બાંધી કૂકરમાં વરાળથી બાફવા મૂકો. આ રીતે બાફવા માટે કૂકરમાં પાણી મૂકીને તેમાં ઊંચું સ્ટેન્ડ કે કાંઠો મુકી તેના પર કાણાવાળી ડિશ અથવા જાળી મૂકીને તેના પર લોટ બાંધેલી પોટલી મૂકીને ૧૦ મિનિટ સુધી બાફી લો.

ત્યારબાદ કપડામાંથી લોટ કાઢીને તેને ઝીણી ચાળણીથી ચાળી લો. પછી લોટમાં મલાઈ, અડધો ચમચો તેલ, લાલ મરચું, જીરુ, અજમા, તલ, મીઠું અને પાણી નાખી રોટલીના લોટથી થોડો કઠણ એવો લોટ બાંધી લો. હવે સંચામા ભરીને તેની ચકરી પાડી અને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ તેને ગરમા ગરમ સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,423 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>