હવે ઘરે જ બનાવો વાસી રોટલીમાથી સ્વાદિષ્ટ ગુલાબજાંબુ, બહારથી લોટ લેવાની કોઈ જરૂર નથી…

આજે ગૃહિણી નો મોટો પ્રશ્ન એ છે કે વધેલી રોટલીનું શું કરીશું ? મોટે ભાગે ગૃહિણી આ રોટલી ને તળી લે છે કે પછી તેને ફેંકી દે છે. તો આજે અમે તમને વાસી રોટલી માથી સ્વાદિષ્ટ વાનગી બનાવાની રીત બતાવીશુ. આ વાનગી નું નામ છે ગુલાબ જાંબુ. કદાચ આ સાંભળીને તમને નવાઈ લાગશે. પણ આ હકીકત છે. તો ચાલો જાણીએ વાસી રોટલી માથી ગુલાબ જાંબુ બનાવાની રીત.

જરૂરી સામગ્રી:

4-5 રોટલી વાસી,

2 ચમચી એલચી પાવડર,

૨ ચમચી એલચીના ફોતરા,

૨ કપ ખાંડ,

થોડું પાણી. ખાંડથી અડધો કપ પાણી વધારે લેવું,

૧ કપ દૂધ,

તળવાનું તેલ

બનાવવાની રીત:

પ્રથમ તો દૂધને ઉકાળી ને ઠંડુ કરો, હવે એક પેન માં રોટલી શેકી લો. સારી રીતે શેકાઈ ગયા પછી તેને એક સાફ કપડા માં રાખો જેથી તે કડક જ રહે.

રોટલી ઠંડી થઇ જાય ત્યાર બાદ તેના કટકા કરી લો અને બાદમાં તેને મીક્ષ્યરમાં નાખીને પીસી લો. જેથી તે પાવડર જેવું થઈ જાઈ. ધ્યાન રહે આ પાવડર બહુ જાડો કે સાવ પાતળો ના થવો જોઈએ. હવે તેને એક વાસણમાં કાઢી લો.

ત્યાર બાદ એક કડાઈ લો અને તેને ગેસ પર મૂકો. આ કડાઈ માં ૨ કપ ખાંડ તથા અઢી કપ પાણી ઉમેરી દો. ત્યાર બાદ થોડું હલાવ્યા પછી તેમાં બે ચમચી દૂધ ઉમેરી દો અને તેને ઉકાળો. જેવુ દૂધ ઉપર આવી જાઈ પછી તેને ચમચીની મદદથી બહાર કાઢી લો અને તેમાં એક ચમચી એલચીનો પાવડર. બાદમાં તેને હલાવી લો. ત્યાર પછી ચાસણીને એકદમ ધીમા તાપે ઉકાળો. ચાસણી સારી બની ગયા પછી ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકીને મૂકી દો.

હવે પેલા બનાવેલા મિશ્રણમાંથી ગુલાબ જાંબુ બનાવી લઈએ. રોટલીમાથી બનાવેલા પાવડરમાં એક ચમચી એલચી પાવડર ઉમેરી દો અને બંનેને બરાબર મિક્સ કરી લો, જરૂર મુજબ નું દૂધ નાખીને લોટ બાંધી લો.

લોટ બંધાઈ ગયા બાદ તેને ચીકણો બનાવવા માટે તેમાં થોડું ઘી ઉમેરો. ત્યાર બાદ બંને હાથમાં થોડું ઘી લગાવી લો. અને તેમાંથી નાના નાના કદના બોલ બનાવી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ત્યાર બાદ ગેસ ધીમો કરી દો અને ધીમા તાપે ગુલાબ જાંબુ ને તળી લો. જ્યાં સુધી બ્રાઉન કલરના ના થાઈ ત્યાં સુધી તળવા.

બાદમાં તેને એક પ્લેટ માં કાઢીને ઠંડા કરો, ઠંડા થઇ ગયા બાદ તે જાંબુને ચાસણીમાં નાખી દો અને ઢાંકીને મૂકી દો. એકાદ કલાક સુધી તેને ચાસણીમાં રહેવા દો. તો તમારા સરસ ગુલાબ જાંબુ તૈયાર થઇ ગયા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,147 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>