હવે ઘરે જ બનાવો ટેસ્ટી અને ક્રીશ્પી “સાબુદાણા ના ભજીયા” અને “સાબુદાણા ના વડા”

મિત્રો તમે ભજીયા અને વડા તો બહુ ખાધા હશે, પણ આજે આપણે જાણીએ એવા વડા અને ભજીયાની રેસીપી વિષે કે જે સાબુદાણા માથી બને છે. મોઢામા પાણી આવી ગયું ને ?

તો ચાલો જાણીએ આ વાનગી વિષે…

૧) સાબુદાણાના ચટાકેદાર ભજીયા બનાવવાની સામગ્રી

૨ કપ સાબુદાણા,

બે બટેટા,

મગફળીના દાણા પાંચ મોટી ચમચી,

ધાણાભાજી એક કપ,

લીંબુનો રસ એક મોટી ચમચી,

લીલા મરચા ઝીણા સમારેલા,

મીઠું સ્વાદ મુજબ,

એકાદ કપ રાજગરાનો લોટ,

આદુ દોઢ ચમચી,

તેલ તળવા માટે.

બનવવાની રીત :

સાબુદાણાને બરાબર ધોઈ સાફ કરી ને રાત્રે 3-4 કલાક સુધી પલાળી રાખો.

એક કુકરમાં બટેટા બાફી તેને બરાબર ક્રશ કરી લો.

ત્યારબાદ મગફળીના દાણા ને શેકીને ઠંડા થવા દો,બાદમાં તેના ફોતરા કાઢી અધકચરો ભૂકો નાખો.

હવે સાબુદાણા અને બટેટાને બરાબર મિક્સ કરી લો અને તે મિશ્રણમાં પીસેલી મગફળીના દાણાનો ભૂકો અને રાજગરાનો લોટ ઉમેરો.

બાદમાં સ્વાદ અનુસાર તેમાં લીલા મરચા, મીઠું, આદુ, લીંબુનો રસ, ધાણાભાજી મિક્સ કરો.

આ મિશ્રણમાંથી બટેટા વડાની જેમ નાની નાની ગોળી બનાવી લો.

તે સાથે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

તેલ આવી જાઈ બાદમાં સાબુદાણાની બનાવેલી ગોળી તળવા માટે નાખો.

લાલ રંગના થાય ત્યારે સુધી તળો, અને બહાર કાઢી ને ચટણી સાથે તેનો આનંદ લો.

૨) સાબુદાણા ના વડા બનાવવા ની સામગ્રી :

ત્રણ કપ પલાળેલા સાબુદાણા,

બટેટા બાફેલા,

એક ચમચી આદુની પેસ્ટ,

3-4 જીણી સમારેલી કોથમીર,

એક ચમચી આમચૂર પાવડર,

એક ચમચી ધાણાજીરું પાવડર,

એક ચમચી લીંબુનો રસ,

તળવા માટે તેલ.

ચાર ચમચી જેટલા પીસેલા અને શેકેલા માંડવીના દાણા

એક ચપટી કાળા મરીનો ભૂકો,

એક ચમચી લીલા મરચા જીણા સમારેલા

બનાવવાની રીત :

સૌથી પહેલા તો કાચા સાબુદાણા ધોઈને ચાર પાંચ કલાક સુધી પલાળી દો.

ત્યાર પછી તેમાં બાફેલા બટેટા નાખી ને બંને ને બરાબર ક્રશ કરી લો.

બનેલા મિશ્રણમાં ધાણાજીરું પાવડર, લીલા મરચા, આદુની પેસ્ટ, શેકેલો મગફળીનો ભૂકો, અને કોથમીર સમારેલી ઉમેરો.

ત્યાર પછી તેમાં આમચૂર પાવડર અને લીંબુનો રસ ઉમેરી હલાવી લો.

ત્યાર પછી તે મિશ્રણના નાના ગોળ લુવા બનાવી હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો.

જ્યારે તેલ ગરમ થય જાઈ ત્યાર બાદ સાબુદાણામાં થી બનાવેલ આ ટીક્કી ને તળો.

સાબુદાણાની આ ટીક્કી આછા બ્રાઉન કલર ની થઇ જાય ત્યા સુધી પાકવા દો.

હવે તેને તેલમાંથી બહાર કાઢી મનપસંદ ચટણી સાથે સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,349 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 4