હવે ઘરે બેઠા ખોટા ખર્ચ વગર ડ્રાયવીંગ લાઈસન્સ મેળવો

આજકાલના ફાસ્ટ જમાનામા કોઈ વ્યક્તિ પાસે સમય નથી અથવા પૂરતી સમજણ નથી અને કા તો કોઈ જાતની જહેમત લેવી નથી એટલે જન્મ-પ્રમાણપત્ર થી લઈને ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવા સુધી દરેક સરકારી કામ માટે એજેન્ટોને વધારે રૂપિયા આપીને કરાવે છે.

સામાન્ય રીતે બધી જ સરકારી કચેરીમા કોઈ પણ કામ માટે તમને એજન્ટ મળી રહેશે. ઘણા કારણો જેમ કે સમય બચાવવા માટે, ફોર્મ ભરવાની માથાકૂટથી બચવા માટે અને કચેરીના ધક્કાથી બચવા માટે આપણે હમેશા એજન્ટની મદદ લેતા હોઈએ છીએ. પરંતુ અહીંયા કોઈ પણ કામ માટે એજન્ટ રાખવાથી જરૂર કરતા વધુ પૈસા ખર્ચ થતા હોય છે.

આ ખર્ચ લગભગ બધાને પોસાય એમ ના પણ હોય એટલે જ આજે આપણે જાણીએ કે એજન્ટ વગર ડ્રાઈવિંગ લાઈસન્સ કેવી રીતે કાઢી શકાય? તો ચાલો જાણીએ આ કંઇક નવું

દોસ્તો, ડ્રાઈવિંગ લાઇસન્સ કેવી રીતે કઢાવવુ અને એના માટે શુ-શુ કરવુ? એની પૂરતી માહિતી લોકો પાસે ન હોવાને કારણે લોકો એજન્ટ રાખતા હોય છે. મિત્રો, તમને ખબર છે કે લાઇસન્સ કઢાવવાનો ખર્ચ માત્ર રૂપિયા ૪૦૦ જ છે !! જ્યારે એજન્ટ આ કામ માટે સામાન્ય થી સામાન્ય ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપિયા લઈ લેતા હોય છે.

મિત્રો, જે લોકોને લાઈસન્સ કાઢવાનુ બાકી હોય તો તે બધા નીચે આપેલા સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાઈસન્સ એજેન્ટ વગર ઓછા રૂપિયામા કઢાવી શકે છે:

(૧) સૌપ્રથમ કમ્પ્યુટરમા કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝર પર જઈને https://parivahan.gov.in/sarathiservice15/stateSelection.do વેબસાઈટ ખોલો, ત્યારબાદ ત્યા ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરો.

(૨) ત્યાર બાદ Apply Online પર ક્લિક કરો અને તેમા New Learner Licence નામની લિંક પર ક્લિક કરો એટલે એક નવુ ફોર્મ ખુલશે.

(૩) આ ફોર્મ પુરેપુરુ ભરી લો ત્યારબાદ Save Offline બટન પર ક્લિક કરો. હવે સેવ કરેલી PDF ફાઇલ ખોલો પછી નીચે Submit બટન પર ક્લિક કરો.

(૪) સબમીટ કર્યા પછી એપ્લિકેશન નંબર જનરેટ થશે, આ નંબર નોટ કરી લો.

(૫) ત્યાર પછી Print Application Form નામની લિંક પર ક્લિક કરી આ ફોર્મની પ્રિન્ટ કાઢો લો.

(૬) ત્યાર બાદ Appointment for Slot booking નામની લિંક પર ક્લિક કરો.

(૭) ત્યાર પછી LLTest Slot Booking > LL TEST APPOINTMENTS પર જઈને અપોઈમેન્ટ બુક કરાવી લો.

(૮) તેમા એપ્લિકેશન નંબર લખી જે દિવસે તમે ફ્રી હો તે દિવસની તારોખ અને સમય બૂક કરીને આ લેટરની પ્રિન્ટ કાઢો લો.

(૯) ત્યાર બાદ જે દિવસની તારોખ અને સમય ફિક્સ કર્યો હોય ત્યારે ફોર્મની કોપી, લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા, તારીખ અને સમય બૂક કરેલો લેટર, રેશન કાર્ડની ઝેરોક્ષ, આધારકાર્ડની ઝેરોક્ષ, જે પુરાવાની નકલ લઇ જાવ તે બધા પુરાવાની ઓરીજીનલ કોપી પણ સાથે લઇ જવા. RTO ઓફિસે જઈને ફોર્મ નં-૨ લઇ લેજો. જે માત્ર ૫ રૂપિયાનુ જ આવશે.

(૧૦) જો તમે પ્રાયમરી પરીક્ષા મા પાસ તહે જાશો તો તમને લર્નિંગ લાઇસન્સ મળી જાશે.

(૧૧) જો નાપાસ થશો તો બીજા દિવસે ફરીથી જવાનુ. જેના માટે ૫૦ રૂપિયા ભરીને ફરીથી પરીક્ષા આપવાની રહેશે.

(૧૨) જો તમે પાસ થઈ જાશો તો ૩૦ દિવસ પછી https://parivahan.gov.in/slots15/loginPage.do વેબસાઇટ ખોલો તેમા DLTest Slot Booking ઓપ્શન પર ક્લિક કરો LL NO બરાબર નાખજો.

(૧૩) L L NO નાખો પછી BIRTH DATE નાખી પછી બટન પર ક્લિક કરીને પરીક્ષાનો સમય ફિક્સ કરો અને તે દિવસે એક કલાક વહેલા પહોંચી જવુ જેથી લાઈનમા વધારે સમય ઉભવુ ન પડે.

(૧૪) તમે જાવ ત્યારે સાથે ફી ભર્યાની બધી પહોંચ અને લર્નિંગ લાઇસન્સ અને RTO કચેરી માંથી ફોર્મ નં-૪ લઇ લેજો. જે માત્ર ૫ રૂપિયાનુ જ આવશે.

(૧૫) જો પાસ તહે જાશો તો ડ્રાઈવિંગ લાઇસન્સ તમારા ઘરે આવી જશે.

મિત્રો, RTO ના કોઈપણ સામાન્ય થી સામાન્ય કામ માટે આ વેબસાઈટ ખૂબ જ ઉપયોગી છે. માટે ખાસ નોંધ કરી લો. www.parivahan.gov.in

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,966 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>