હઠીલા જુના રોગોને જળમૂળમાંથી દુર કરે છે ગુણકારી “જાયફળ”, જાણો તેના ચમત્કારિક ફાયદાઓ…

જાયફળ થી મીઠાઇ માં સ્વાદ આવે છે અને વાયુ થતું નથી. આપણે ખીર, દૂધપાક, બરફી જેવી આઇટમો બનાવીએ તેમાં જાયફળ નાખીએ છીએ. જાયફળ એ એક પ્રકારનું મરી મસાલા માં આવતું ફળ છે. ઘણા વર્ષો પહેલાં ઇંગ્લેન્ડમાં તો એમ કહેવાતું કે જાયફળ વેચવાથી અઢળક પૈસા મળે છે.

જાયફળ ઇન્ડોનેશિયાના ટાપુ ઉપર થાય છે. ભારતમાં પશ્વિમ ઘાટ,કર્ણાટક,કેરળ, જાવા-સુમાત્રા,બંગાળ જેવા પ્રદેશોમાં જાયફળના ઉંચા ઝાડો જોવા મળે છે. ચીનમાં પણ જાયફળ થાય છે.

જાયફળના બહારના ભાગ ને જાવંત્રી કહેવામાં આવે છે. જેનો ઉપયોગઆ તેલ બનવા માટે થાઈ છે. આપણે જાયફળની અંદર રહેલા બીજની વાત કરીશું.

જાયફળ માત્ર સુગંધ માટે નથી વપરાતું બલ્કી જાયફળ થી શારિરીક ફાયદાઓ થાઈ છે. તો આપણે અહી જાયફળ ના ગૂણો વિષે વાત કરીશું.

ઉધરશ અને કફ

જાયફળ થી ઉધરસ અને કફ માં રાહત થાય છે. જાયફળના અંદર રહેલા ઠળિયાંનો ભુક્કો કરી એને શેકી લો.પછી તેને ક્રસ કરી લો. મધ માં એક ચમચી ચૂર્ણ મેળવી સવાર, બપોર અને સાંજે ચાટવું, જેનાથી કફ અને ઉધરશ મટી જાઈ છે.

ઉંઘ ન આવવી

ઘણા લોકો એવા છે કે જેને રાત્રે સરખી ઊંઘ આવતી નથી. જો ઊંઘ ના આવે તો 10 gm શેકેલા જાયફળનું ચૂર્ણ, 50 gm અશ્વગંધાનું ચૂર્ણ, અને 30 gm ગંઠોડાનું ચૂર્ણ, 15 gm જટામાંસીનું ચૂર્ણ, 1 gm સર્પગંધાનું ચૂર્ણ લઇ બધા ચૂર્ણ ને ભેગા કરી દેવા. પછી એક ડબ્બા માં ભરી લેવું. એક ચમચી ચૂર્ણ એક ચમચી મધ માં મિક્ષ કરી ને ચાટી જાઓ. ઉપર થોડું દૂધ પીવું. દસ દિવસ આવું કરો. જેથી તમને સારી ઊંઘ આવશે.

મોઢા માંથી વાસ આવવી.

ઘણા લોકોના મોં માથી વાસ આવતી હોય છે. જો તમને આ સમસ્યા હોય તો જાયફળને લઇને આ ઉપાય અજમાવો.થોડા દિવસમાં મો માથી વાસ આવતી બંધ થઈ જશે. 10 gm શેકેલા જાયફળનું ચૂર્ણ, 50 gm સુગંધીનું અને 50 gm ચંદનનું ચૂર્ણ લઈ આ બધાનું મિશ્રણ કરવું. અને સવારે, બપોરે અને સાંજે અડધી ચમચી મધ સાથે આ મિશ્રણ ચાટવું. અને સાથે હરડે અથવા ત્રિફલા નું ચૂર્ણ પણ લઈ શકાઈ છે.જેનાથી કબજિયાત થતું નથી.

જાયફળ અનેક રોગ મટાડે છે. માટે તેનો ઓષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,180 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>