હાથ-પગ વગરના જન્મેલા આ શખ્સના કારનામા છે હેરતઅંગેજ, 50થી વધુ દેશોમાં આપી છે સ્પીચ…

સુખદુખનું નામ જિંદગી છે, પરંતુ ક્યારેક ક્યારેક જિંદગી સામે એવી જટિલ સમસ્યાઓ આવી જાય છે, કે તેમનો સામનો કરવા કરતા લોકો હાર માની લેવાનું વધુ પસંદ કરે છે. પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે, જેઓ પોતાની અંદર જુસ્સો ભરીને ક્યારેય હારતા નથી અને એવી બાબત હાંસિલ કરી છે, જે બીજા માટે પણ પ્રેરણાદાયી બની જાય છે. આજે આપણે એક એવા શખ્સ વિશે વાત કરીશું, જે વગર હાથ-પગથી જન્મ્યા છે. પરંતુ તેણે કારનામા એવા કર્યા છે જે બીજા માટે મિસાલ બની ગયા છે. આ કહાની 35 વર્ષના ઓસ્ટ્રેલિયન મોટિવેશનલ સ્પીકર નિક વુજિસિસની છે.૩નિક અત્યંત દુર્લભ જન્મજાત વિકાર ‘ટેટ્રા અમેલિયા સિન્ડ્રોમ’થી પીડિત છે, પરંતુ તે એક એથ્લીટ છે. નિક બાળપણથી જ હાથ-પગ વગર પેદા થયો હતો. તેની ડાબી બાજુવાળા ભાગ પર એક નાનકડો પગ છે, જે દરેક પ્રકારનું કામ અને એડવેન્ચર કરવામાં તેને મદદ કરે છે.
નિક જ્યારે 10 વર્ષનો હતો, ત્યાં તેમના દિમાગમાં આત્મહત્યા કરવાનો વિચાર પણ આવ્યો હતો.૪જ્યારે તે મેલબર્નમાં ભણતા હતા, ત્યારે ક્લાસના બધા બાળકો તેની મજાક ઉડાવતા હતા. તેનાથી આ સહન ન થયું તે તેમણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. ૧૦તેમણે પોતાની માતાના કેટલાક શબ્દો વાંચ્યા, જેનાથી તેમની લાઈફ ધડમૂળથી બદલાઈ ગઈ. 17 વર્ષની ઉંમરમાં નિકે પોતાની સ્કૂલમાં પબ્લિક સ્પીકિંગમાં ભાગ લીધો અને બહુ જ સારું બોલ્યા. પહેલી સ્પીચ દરમિયાન જ નિકને પોતાના લક્ષ્ય વિશે માહિતી પડી ગઈ, અને હવે તે એક મોટિવેશન સ્પીકર બની ગયા છે.૫હવે નિક મોટા ઓડિયન્સને સંબોધિત કરે છે, જેમાં બિઝનેસ ગ્રૂપ્સ અને સ્કૂલના બાળકો પણ સામેલ હોય છે. 50થી વધુ દેશોમાં તેઓ મોટિવેશનલ સ્પીચ આપી ચૂક્યા છે. તેઓ કેટલાય લોકોને ડિપ્રેશનમાંથી બહાર કાઢી ચૂક્યા છે. તેઓ મોટિવેશનલ સ્પીચ આયોજિત કરનારી સંસ્થા Attitude is Altitude ના પ્રેસિડન્ટ પણ છે.૬નિક એક નોન પ્રોફિટ મોટિવેશનલ સંસ્થા લાઈફ વિથાઉટ લિમ્બ્સ પણ ચલાવે છે. પોતાની સ્પીચ દરમિયાન તેઓ લોકોને જણાવે છે કે, તેમણે પોતાની જાતને એ સ્થિતમાંથી બહાર કાઢ્યા જ્યાં તે આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા. તેમણે હાથપગ વગરના એક વ્યક્તિમાંથી પોતાને કાબેલ બનાવ્યા.૭તમને જણાવીએ કે, નિક ‘ટેટ્રા-એમિલીયા’ નામના રેર સિન્ડ્રોમથી પીડિત છે. તેમની પાસે એક નાનકડો પગ છે, જેના મદદથી તેઓ ન માત્ર ચાલે છે, પણ તમામ ચીજવસ્તુઓ ઉપાડે છે, અને કોમ્પ્યુટર પર કામ કરી લે છે.૮

આ એકમાત્ર પગથી તેમણે એવા એવા એડવેન્ચર કર્યા છે કે તમે પણ અચંબામાં મૂકાઈ જાઓ. તે ફૂલબોલની કિક પણ મારે છે, અને ડાઈવિંગ જેવું ડેન્જરસ સ્પોર્ટસ પણ રમે છે.૧૧ નિકને સ્વીમિંગ કરવું અને સ્કાયડાઈવિંગ કરવું બહુ જ પસંદ છે. કહેવાય છે કે, તેમને શરીરમાં 250થી વધુ ફ્રેક્ચર આવી ચૂક્યા છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર
દરરોજ આવી અનેક રસપ્રદ વ્યક્તિઓ વિષે જાણો ફક્ત આપણા પેજ પર.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,554 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>