હર ૧૫ દિવસે એક વખત જરૂર કરો આંતરડાની સફાઈ, કબજીયાતથી મળશે છુટકારો અને પેટ રહેશે સાફ

મિત્રો, હાલ ની આધુનિક જીવનશૈલી અને દુષિત આહાર એ મનુષ્ય ના રોગી જીવન માટે નુ કારણ બન્યું છે. આ બીમારીઓ મા જો કોઈ વધુ પડતી બીમારી ફેલાયેલી હોય તો તે છે “કબજિયાત” ની. હાલ અંદાજીત ૭૦% લોકો આ સમસ્યા થી પીડાઈ રહ્યા છે. આ ૭૦% મા લગભગ તમે અને હું પણ આવી જતા હોઈએ છીએ. જયારે પણ પેટ ની યોગ્ય રીતે સફાઈ ના થઇ હોય ત્યારે દિવસ પસાર કરવો અત્યંત કઠીન બની જાય છે. શરીર મા બેચેની નો એહસાસ થવા માંડે છે.

આ ઉપરાંત પેટ યોગ્ય રીતે સાફ ના થાય એટલે કબજિયાત ન સમસ્યા ઉદ્ભવે છે અને તમારે અસહ્ય પીડાઓ નો સામનો કરવો પડે છે. જયારે પણ કોઈ નુ પેટ બગડી જાય અથવા કબજિયાત ની સમસ્યા ઉદ્ભવે ત્યારે આપણી શારીરિક દિનચર્યા અસ્ત-વ્યસ્ત થવા માંડે છે. શરીર મા નબળાઈ અનુભવાય છે. જેથી આપણે યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય કરી શકતા નથી.

જેનું કારણ એવું છે કે આઓની સમગ્ર શારીરિક ક્રિયાઓ નો આધાર પેટ છે. માટે જો પેટ મા કોઇપણ પ્રકાર ની સમસ્યા ઉદ્ભવે તો તેનું તાત્કાલિક નિવારણ કરવાની જરૂરિયાત ઉદ્ભવે છે. નહિતર તમારે અન્ય શારીરિક કષ્ટો નો પણ સામનો કરવો પડી શકે. હાલ આપણે એવા અસરકારક ઘરગથ્થુ ઉપચારો વિશે ચર્ચા કરીશું કે જે આ સમસ્યાઓ ને જડમૂળ થી દુર કરી શકે.

આ ઘરગથ્થુ ઉપચાર તૈયાર કરવા માટે ની જરૂરી સાધન-સામગ્રી:

ત્રિફળા પાવડર ત્રણ થી પાંચ ગ્રામ, મધ એક ચમચી અને હુંફાળું પાણી માત્ર એક જ ગ્લાસ.

આ ઘરગથ્થુ ઉપચાર તૈયાર કરવા માટે એક ચમચી મધ લઈ તેમાં ત્રણ થી પાંચ ગ્રામ ત્રિફળા પાવડર ઉમેરવો અને ત્યારબાદ તેમાં ૧ ગ્લાસ હુંફાળું પાણી ઉમેરવું. ત્યારબાદ આ મિશ્રણ ને વ્યવસ્થિત રીતે ભેળવીને તેનુ સેવન કરવું. આ મિશ્રણ નુ સેવન રાત્રે સુતા પૂર્વે કરવાનું છે. આ મિશ્રણ ના સેવન થી થોડા જ સમય મા તમારી કબજિયાત ની સમસ્યા દુર થઇ જાય છે તથા આ મિશ્રણ થી પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યાઓ પણ દુર થશે અને તમારા પેટ ની યોગ્ય રીતે સફાઈ પણ થઇ જશે. જેથી તમારું પેટ હળવા ફૂલ જેવું બની જશે.

આ ઉપરાંત ના કબજિયાત ની સમસ્યા માંથી મુક્તિ મેળવવા ના અન્ય ઉપાયો:

 • જો તમે ગ્રહણ કરેલો આહાર યોગ્ય રીતે પાચન ના થતો હોય તો એક ગ્લાસ હુફાળા પાણી મા લીંબુ નો રસ ઉમેરી ને ગ્રહણ કરવામા આવે તો આ સમસ્યા માંથી રાહત પ્રાપ્ત થાય છે.
 • આ ઉપરાંત આપણે આહાર મા લસણ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ લસણ મા સમાવિષ્ઠ સેલેનીયમ તત્વ શરીર ના રક્ત પરિભ્રમણ પાચન મા સકારાત્મક અસર પાડે છે તથા કબજિયાત મા રાહત અપાવે છે.

 • વરીયાળી ની સાથે સાકર અથવા ખાંડ ઉમેરી ને ચૂરણ બનાવી લો. આ ચૂરણ નુ હુફાળા જલ સાથે સેવન કરવામા આવે તો પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો દુર થશે.
 • આ સિવાય નિયમિત રાત્રે સુતા પેહલા દૂધ મા ૧૧ સુકી દ્રાક્ષ ઉમેરીને પીવા મા આવે તો આ સમસ્યા માંથી રાહત મળે છે. આ ઉપરાંત આ પીણાં ના સેવન થી હ્રદય, આંતરડા અને રક્ત ના વિકારો દુર થાય છે.
 • જો કોઈ વ્યક્તિ ગળા ની ખારાશ ના સમયે સવાર-સાંજ સુકી દ્રાક્ષ ને ચાવી ને તેની ઉપર હુંફાળું પાણી ગ્રહણ કરી લે તો આ ખારાશ દુર થવા ની સાથે કબજિયાત મા પણ રાહત થાય છે.

 • આ ઉપરાંત ૧૦ ગ્રામ અજમો, ૧૦ ગ્રામ ત્રિફળા, સિંધવ નમક ૧૦ ગ્રામ ઉમેરી ને વાંટી ને ચૂર્ણ તૈયાર કરી લો. ત્યારબાદ આ ચૂર્ણ ને હુંફાળા જળ સાથે સેવન કરવામા આવે તો કબજિયાત દુર થાય છે.
 • આ સિવાય લીલા શાકભાજી અને ફળો જેમ કે પપૈયું, દ્રાક્ષ, જામફળ, ટમેટા, બીટ, અંજીર, પાલક નો રસ વગેરે નું સેવન કરવાથી પણ કબજિયાત મા રહત મળે છે.
 • જો તમને છાતી મા બળતરા થતી હોય તથા વાંરવાર એસીડીટી થઇ આવતી હોય તો સાકર અને ઘી ના મિશ્રણ નુ સેવન કરવામા આવે તો આ સમસ્યા મા રાહત મળે છે.

 • જો ઇસબગુલ ની ભૂક્કી ને રાત્રે સુતા પૂર્વે ગરમ દૂધ મા તથા ગરમ પાણી મા ભેળવી ને પીવા મા આવે તથા તેની સાથે અળસી ના બીજ ના પાવડર નુ પણ સેવન કરવામા આવે તો કબજિયાત મા રાહત મળે છે.
 • આ ઉપરાંત ગરમ પાણી મા લીંબુ અને મધ મિક્સ કરી નિયમિત સવારે તથા સાંજે તેનુ સેવન કરવામા આવે તો કબજિયાત માંથી મુક્તિ મળી શકે.
 • આ ઉપરાંત વધુ પડતા તૈલીય તથા ચીકાશવાળા પ્રદાર્થો નુ સેવન કરવાથી પણ કબજિયાત મા રાહત મળે છે.
 • ગરમ દૂધ મા તથા ગરમ પાણી મા એરંડિયા નુ તેલ ઉમેરી ને સેવન કરવામા આવે તો કબજિયાત માંથી રાહત મેળવી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,416 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>