હનુમાનજી ના આ મંદિરેથી કોઈ પણ વ્યક્તિ ક્યારેય નથી આવતું ખાલી હાથે, જાણો ક્યા આવેલુ છે આ મંદિર…

मनोजवं मारुततुल्यवेगं
जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठ ।
वातात्मजं वानरयूथमुख्यं
श्रीरामदूतं शरणं प्रपद्ये ।

આ ભારત ની ભૂમિ માં કોઈ પણ ગામ હોય કે શેહર કે પછી કોઈ પણ જગ્યા હોય ત્યાં રામભક્ત તો અચૂક હોય જ છે. ગામે ગામ મા બધાના રખોપા કરવા ગામ ના ચોરે કા જાપે સિન્દુરીયા રંગ સાથે દાદા હનુમાન નુ મંદિર હોય જ છે. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ આપનાર દાદા બજરંગી ના ઘણા મંદિરો તમે આ ભારતવર્ષ ની તપોભૂમિ મા જોયા હશે.

જેટલા મંદિર છે તેટલી જ ત્યાં ની માન્યતાઓ ઘણા લોકો ના મત મુજબ આપળે સાંભળ્યું હશે કે લોકો ની મન ની ઇચ્છાઓ દાદા ના દર્શન કરવા થી તેમજ માનતાં રાખવાથી ફળે છે. તો ચાલો આજે વાત કરવી છે એવા જ એક થાનક ની જ્યાં દાદા બજરંગી આદિકાળ થી બિરાજમાન છે અને લોકો ના દુખ તેમજ કષ્ટો ને હરે છે.

તો વાત થાય છે ઉત્તરાખંડના ગઢવાલ જીલ્લામાં મા આવેલ કોટદ્વાર નુ સીધ્ધબલી હનુમાન મંદિરની જ્યાં એવી માન્યતા છે કે ત્યાં જનારા દરેક ભક્તો ને મનોવાન્ચિત ફળ દાદા બજરંગબલી આપે છે. અહિયાં રોજબરોજ લાખો ભક્તજનો દાદા ને દર્શનાર્થે આવે છે અને મનોવાન્ચિત ફળ ની પ્રાપ્તિ કરે છે.

અહિયા ની એક બીજી ખાસિયત એ છે કે ભક્તો ની મનોકામના પૂરી થતા ભંડારો કરવામાં આવે છે અને ભંડારા માટે પણ અહિયાં અગાવ તારીખો લેવી પડે છે તો પણ વારો નથી આવતો. આ રમણીય સ્થાન ગઢવાલ ના પૌડી ના પહોડો ની તળેટી થી ચાલીશ મીટર ઉચાઇ પર એક ટેકરી ઉપર આવેલું છે. આ મંદિર ની બાજુમા ખોહ નદી વહી જાય છે અને પર્વતો ની હારમાળા પણ અહિયાં થી જ ચાલુ થાય છે.

આ હનુમાન મંદિર નો ઈતિહાસ

વર્ષો પેલ્લાં ની વાત છે કે આ પર્વત મા એક સાધુ મહારાજ રેહતા હતા અને તે બજરંગબલી ની સાચા ભાવ થી ભક્તિ કરતા હતા. થોડા સમય પછી હનુમાનજી મહારાજ એમની ભક્તિ થી ખુશ થઇ ને વરદાન રૂપે દિવ્ય દૃષ્ટિ આપી. દિવ્ય દૃષ્ટિ મળ્યા બાદ તે સાધુ સીધ્ધબલી બાબા નામે પ્રખ્યાત થવા લાગ્યા. તેમના હાથો થી જ અહિયાં હનુમાનજી ની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.

હનુમાનજી નો મુસ્લિમ અધિકારી ને આપેલ પરચો

આ તે વખત ની વાત છે જયારે ભારત ગુલામી ની ઝંઝ્રીરો માં કેદ હતું અને ત્યાં ના એક મુસ્લિમ અધિકારી આ ઘાટી માથી પસાર થયા અને એમને મંદિર પાસે જ રાતવાસો કર્યો. રાત ના તેમના સપનામાં બજરંગબલી રામદૂત આવ્યા અને કહ્યું કે સીધ્ધબલી બાબા ની સમાધિ પાસે એક મંદિર બનાવવામાં આવે તો સારું.

આ જોઈ મુસ્લિમ અધિકારી જાગી ગયા અને સવાર પડતા જ ત્યાં ના સ્થાનિક લોકો ને એકત્રિત કરી આ સપના વિશે જણાવ્યું અને મંદિર નુ નિર્માણ કાર્ય ચાલુ કરાવ્યું. એ સમયે મંદિર નાનું હતું પણ તે જ નાનું મંદિર અત્યારે બહુ મોટા બાંધકામ માં ફેરવાય ગયું છે. રોજ લાખો લોકો અહિયાં આવે છે અને શ્રીફળ, ગોળ તેમજ પતાસા નો ભોગ ધરી પ્રસાદી ગ્રહણ કરે છે.

મહિના ના દરેક મંગળવાર તેમજ શનિવારે ભંડારો કરવામાં આવે છે અને મંદિર માં આવતા તમામ શ્રધ્ધાળુઓ ભંડારા ની પ્રસાદી ગ્રહણ કરે છે. આ હનુમાનજી ના મંદિર માટે લોકો ના મન માં અતુટ શ્રધ્ધા અને વિશ્વાસ જોવા મળે છે.

જય મહા બળશાળી હનુમાનજી મહારાજ ની જય!

Comments

comments


3,316 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − 2 =